વરસાદી પાણીએ રાજ્યમાં કુલ ૧૦ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અને વધુ ત્રણ બાળકોના મૃત્યુનો બનાવ સામે આવતા સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે. હકીકતમાં બનાવો ગુજરાત રાજ્ય અને એકદમ અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદૂબાર જિલ્લામાં વડગામ તાલુકાના કૂડલા ગામનો છે..
આ ગામમાંથી દેવાનંદ નદી વહે છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ નદીમાં નવું પાણી ખૂબ વધારે ગતિથી વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત ઉપરવાસમાં અંદાજે ચાર પાંચ દિવસ સુધી સતત વરસાદ પડયો હતો. જેના કારણે અનેક ગામોમાં પણ આ નદીના પાણી ઘૂસી ગયા હતા. આ ગામની એક બાજુ માં નદી વહી રહી છે.
જ્યારે એ નદીના સામે કાંઠે પણ અડધું ગામ આવેલું છે. નદીના સામે કાંઠે કરિયાણા તેમજ અન્ય ચીજવસ્તુઓની દુકાન આવેલી છે. એટલા માટે ગામના લોકોને ચીજવસ્તુઓ ખરીદવા માટે નદી ઓળંગવી પડે છે. નદીમાંથી પસાર થવા માટે સાંકડો પુલ છે. આ પુલ એટલો બધો નીચો છે કે નદીમાં ભારે વરસાદનું પૂર આવવાને કારણે પુલ પરથી પાણી વહી જતું હોય છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં ભારે તાણ જોવા મળ્યું હતું. એવામાં બપોરના સમયે આ ગામના પાંચ વર્ષની ઉંમરના ત્રણ બાળકો ભુખ લાગવાને કારણે બિસ્કીટ લેવા જવા માટે નીકળ્યા હતા. તેઓને સહેજ પણ અંદાજ હતો નહીં કે નદીમાં પાણીની સપાટી ભયજનક છે. જો તેઓ નદીમાંથી પસાર થશે તો તેઓ તણાઈ જશે..
અણસમજ આ કારણે તેઓ નદીના પુલ પછી એકબીજાનો હાથ પકડીને પસાર થવા લાગ્યા હતા. આ ત્રણે બાળકો એક જ પરિવારના હતા જેમાં ચાર વર્ષના નિલેશ પાડવી, પાંચ વર્ષના મહેર પાડવી અને પાંચ વર્ષની પાર્વતી પાડવીનો સમાવેશ થાય છે. નદીના પાણીના કારણે આ તમને બાળકો તણાઈ ગયા હતા.
જ્યારે તેમના પરિવારજનોને જાણ થઈ કે તેમના ત્રણેય બાળકો નદીના વહેણમાં તણાઈ ગયા છે. ત્યારે તેઓએ શોધખોળ શરૂ કરી હતી. આ ઉપરાંત ગામના તમામ લોકો નદી કિનારે દોડી જઇને આ બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓને કોઈ પણ સફળતા ન મળતાં તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરીને બાળકોને બનાવવાની કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું.
ફાયરબ્રિગેડ પણ બે દિવસ સુધી આ બાળકોના મૃતદેહને શોધવા અને અંતે ત્રીજા દિવસે આ ત્રણે બાળકોના મૃતદેહ ખૂબ ખરાબ હાલતમાં મળી આવ્યા હતા. ત્રણે બાળકોના મૃતદેહ ખૂબ જ વાત મારી રહ્યા હતા એક જ પરિવારના ત્રણ બાળકોના મૃત્યુના કારણે આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે પરિવાર ઉપર તો આફતોના આભ ફાટી નીકળ્યા હતા.
આ ત્રણે બાળકોના માતા-પિતાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક વરસાદી પુર તેમના ત્રણેય બાળકોને જીવી લેશે. બિસ્કીટ લેવા જવા માટે નદી ઓળંગવી આ ત્રણે બાળકો માટે ખૂબ જ જીવલેણ સાબિત થઈ છે. આ બાબતના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો તેમની વહારે આવ્યા છે..
અને તંત્ર સામે કામગીરીના સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, હકીકતમાં જે વિસ્તારોમાં નીચાણવાળા છે. તેમજ જ્યાંથી નદી પસાર થતી હોય ત્યાં ઊંચાઈવાળો પુલ બાંધવો જોઈએ જેથી કરીને ગામજનોને ત્યાંથી પસાર થવામાં કોઈ પણ તકલીફ ન પડે અને તેમના જીવને કોઇપણ પ્રકારનું જોખમ ન રહે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]