Breaking News

બર્થ-ડે મનાવવાનું કહીને યુવક તેની પત્નીને સાપુતારાની હોટેલમાં લઈ જઈને કરી નાખ્યો એવો કાંડ કે પત્ની અડધી રાત્રે દોડતી થઈ, વાંચો..!

અત્યારના સમયમાં લોકો પ્રેમ સંબંધમાં પોતાની જાતે તેમના જીવનસાથી સાથે આગળ વધી રહ્યા છે પરંતુ અમુક પ્રેમસંબંધમાં જીવતા યુવક યુવતીઓ એવી ઘટનાઓ કરી રહ્યા છે કે જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલમાં એવી એક ઘટના સામે આવી છે. આ ઘટના પતિ-પત્ની વચ્ચે બની હતી. પતિ પોતાની પત્નીને સજા આપવા માગતો હતો.

પતિનું નામ યાકુબ છે અને પત્ની રીમા તેના પતિ સાથે લગ્ન બાદ આનંદથી રહેતી હતી. યાકુબ પોતાની પત્ની અને પરિવાર સાથે અડાજણમાં આવેલા પાટીયા આશિયાના કોમ્પ્લેક્સમાં રહેતા હતા. રીમાની ઉંમર 24 વર્ષની હતી. તે મુંબઈ વુડલેન્ડ બિલ્ડિંગમાં રહેતી હતી અને તે મુંબઈમાં આજ બ્યુટીશનની નોકરી કરતી હતી.

ત્યારબાદ યાકુબ સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેમણે સુરતમાં યાકુબ સાથે લગ્ન કર્યા હતા. બંનેના પ્રેમ લગ્ન થયા હતા. ત્યારબાદ બંને થોડોક સમય સાથે રહ્યા હતા. ત્યારબાદ યાકુબ પોતાની પત્નીને રાખવા ઈચ્છતો ન હતો. તેમણે રિમાને કહ્યું હતું કે, ‘તું માતા-પિતાને ગમતી નથી અને તારી સાથે નથી રહેવું’..જેના કારણે રીમા ચિંતામાં રહેતી હતી.

અને બંને જણા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. ત્યારબાદ પતિનો જન્મદિવસ હોવાને કારણે પતિએ પત્નીને બર્થ ડે સેલિબ્રેશન કરવા માટે બહાર જવું છે તેમ કહ્યું હતું. યાકુબેન પોતાની પત્ની રીમાની રાતના સમયે સાપુતારા લઈ ગયો હતો અને જન્મદિવસ સાપુતારાની હોટલમાં મનાવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.

રાતના 2:00 વાગ્યાના સમયે સાપુતારા લઈ જઈ હોટલ બુક કરાવી હતી. ત્યારબાદ પત્નીને હોટલમાં એકલી મૂકી હતી. રીમા પોતાની ઊંઘમાં સુઈ રહી હતી. ત્યારે યાકુબ હોટલમાંથી નીકળી ગયો હતો અને તેમની પત્નીના ડોક્યુમેન્ટ તેમજ મોબાઇલ ફોન પણ સાથે લઈને સુરત આવી ગયો હતો. ત્યારબાદ રીમા ઊંઘમાંથી ઉઠી ગઈ હતી.

તેમણે યાકુબને હોટલમાં કોઈ પણ જગ્યાએ ન જોતા તે ચિંતામાં આવી ગઈ હતી. ત્યારબાદ હોટલ સ્ટ્રોબેરીમાં તેઓ રોકાયા હતા પરંતુ રીમા પાસે કોઈપણ પૈસા ન હોવાને કારણે તેમણે માંડ માંડ પોતાના સંબંધીઓને સંપર્ક કરીને હોટલનું બિલ ચૂકવ્યું હતું અને ત્યારબાદ તે સુરત પહોંચી હતી. સુરત પહોંચીને તેમણે રાંદેર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

પતિએ પોતાની પત્નીને છોડી દેવા માટે આવી ઘટના કરી હતી. પતિએ પોતાના જન્મદિવસની ઉજવણીનું બહાનું કાઢીને પત્ની સાથે આવો વ્યવહાર કર્યો હતો. જેના કારણે રાંદેર પોલીસે સસરા અને તેમના પતિની ધરપકડ કરી હતી. સાપુતારામાં બર્થ ડે સેલિબ્રેશનના બહાને પતિએ રીમા સાથે આવો કાંડ કર્યો હતો. જેના કારણે રીમા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *