Breaking News

બીમાર માતાને મળવા STમાં બેસીને ગામડે જતો જુવાનજોધ યુવક સુઈ ગયો, બસ ખાલી થઈ જતા કંડકટર જગાડવા ગયો અને થયું એવું કે શરીરમાંથી કંપારી છૂટી ગઈ..!

દરેક વ્યક્તિઓ સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકો સારી રીતે ચાલી ફરી રહ્યા હોય છે પરંતુ તેઓ સાથે થોડી જ વારમાં અચાનક એવી ગંભીર ઘટનાઓ બની રહી છે, જેના કારણે વ્યક્તિઓના મૃત્યુ થઈ રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના બદાઉનમાં બની હતી.

એક યુવક પોતાની માતાને મળવા માટે જઈ રહ્યો હતો. આ યુવકનું નામ નિઝામુદ્દીન હતું. નિઝામુદ્દીનની ઉંમર 25 વર્ષની હતી અને તે મુરાદાબાદમાં આવેલા પિતલ નગરીનો રહેવાસી હતો. પરંતુ યુવકનું પરિવાર બદાઉનમાં રહે છે. તેના માટે બદાઉનમાં રહેતા પરિવારને મળવા માટે યુવક મુરાદાબાદના બસ સ્ટેશનને પહોંચ્યો હતો.

બસ સ્ટેશન પહોંચીને યુવાકે બદાઉન જવા માટે બસની રાહ જોઈ હતી. તે સમયે બદાઉન જતી બસ આવી હતી. બસ આખી ખાલી હતી અને તે સમયે દરેક મુસાફરો બસમાં ચડી રહ્યા હતા. તેની સાથે યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડતા તે પાછળની સીટ પર બેસવા માટે પાછળ ગયો હતો. બસમાં પાછો જઈને તેમણે પોતાનું બેગ બાજુની સીટ પર મૂક્યું હતું.

અને તે બારી તરફની સીટ પર બેસી ગયો હતો. ત્યારબાદ કંડકટર પાસેથી તેમણે બદાઉનની ટીકીટ લીધી અને એક પછી એક દરેક સ્ટેશન આવતા રહ્યા હતા. દરેક મુસાફરો ચડીને ઉતરી રહ્યા હતા પરંતુ યુવક બારી પાસે પોતાનું ગળું અટકાવીને સુઈ રહ્યો હતો, જેના કારણે દરેક મુસાફરોને યુવક સૂઈ રહ્યો છે તેમ લાગ્યું હતું.

યુવક ઘણા સમયથી તેની એ જ પોઝિશનમાં સુઈ રહ્યો હતો. ત્યારબાદ બદાઉન આવી જતા યુવક નીચે ઉતર્યો નહીં, જેના કારણે કંડકટર યુવક પાસે ગયો અને દરેક મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા પરંતુ યુવક બારી પાસે સુઈ રહ્યો હતો જેના કારણે કંડક્ટરે યુવક પાસે જઈને તેમને હલબલાવ્યો હતો. પહેલા તો બે-ત્રણ અવાજથી બોલાવ્યો હતો.

પરંતુ સાંભળ્યું નહીં જેથી તેને હલાવ્યો હતો. તે સમયે યુવક અચાનક કંડક્ટરના હાથ પર ઠળી પડ્યો જેથી કંડક્ટરે તરત જ ડ્રાઇવરને બોલાવ્યો અને બંનેએ થઈને યુવકના મોઢા પર પાણી નાખ્યુ પરંતુ યુવક ઊભો થયો નહીં યુવકના શ્વાસ અટકી ગયા હતા. કંડક્ટરે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસ પહોંચી અને યુવકની તપાસ ચાલુ કરી હતી. યુવકની તપાસ કરતા સમયે તેમના આઇડી કાર્ડમાંથી યુવકનું નામ જાણવા મળ્યું ત્યારબાદ યુવકના પરિવારના લોકોને પણ પોલીસે મૃત્યુની જાણ કરી હતી. યુવકના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે તેમની માતાની તબિયત સારી ન હોવાને કારણે બદાઉન આવી રહ્યો હતો.

યુવકની માતા બે મહિનાથી બીમાર હતી. જેના કારણે તે પોતાની માતાની ખબર પૂછવા માટે આવી રહ્યો હતો. યુવકને જેવી તેવી હળવી શરદી, ઉધરસ હતું પરંતુ તેને કોઈ રોગ ન હતો. પોલીસે યુવકના મૃત્દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. જેના કારણે મૃતદેહને જોતા યુવકના મોતનું કારણ હાર્ટ એટેક હોવાની જાણ થઈ રહી છે.

હજુ આગળની તપાસ ચાલી રહી છે. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. જેના કારણે પરિવારના લોકો પોતાના વ્યક્તિઓને ગુમાવી રહ્યા છે. યુવકે પોતાની માતાને મળ્યા વગર જ પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને માતા પણ પોતાના દીકરાના આવવાની રાહ જોઈ રહી હતી પરંતુ દીકરાને આવવાને બદલે તેમના મૃત્યુના સમાચાર સાંભળીને માતા વધારે આઘાતમાં આવી ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *