Breaking News

બીમાર માં-બાપની સારવાર માટે વ્યાજે લીધેલા પૈસા ચૂકવી ન શકતા વ્યાજખોરોએ આપેલા ત્રાસથી કંટાળીને દવાના ઘુંટડા પી લીધા.. વાંચો..!

ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક આપઘાતનો બનાવ સુરેન્દ્રનગરના ધાંગધ્રા જિલ્લામાંથી સામે આવતા ચકચાર મચી ગયો છે. ધાંગધ્રા જિલ્લામાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવાના ઘૂંટડા પી લીધા હતા. અને ત્યારબાદ એક વીડિયો પણ બનાવ્યો હતો…

આ વીડિયો વાયરલ જોતાની સાથે જ પોલીસ ખાતું તાત્કાલિક ધોરણે દોડતું થઇ ગયું હતું. આગળ પણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી વ્યાજખોરોના ત્રાસ ના કારણે કંટાળી જઈને યુવક-યુવતીઓ આપઘાતનું પગલું ભરી લેવાના કેસો સામે આવી ચૂક્યા છે. હકીકતમાં વ્યક્તિને જરૂરિયાત મુજબ પૈસા વ્યાજે લેતા હોય છે.

પરંતુ કોઇ કારણસર પૈસા પરત ચૂકવી ન શકવાને કારણે વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરતા હોય છે. વ્યાજ નો ધંધો કરનાર લોકોને પણ પોતાના પરિવારની રોજીરોટી ચલાવવા માટે કડક ઉઘરાણીઓ કરવી પડતી હોય છે. પરંતુ આ ઉઘરાણી અને સાઈડમાં મુકીને અન્ય વ્યક્તિઓને ત્રાસ આપવો એ ખૂબ જ ખોટું કામ છે.

ધાંગધ્રા જિલ્લામાં સોહીલ કાજી નામનો એક યુવક શાકમાર્કેટમાં છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કોરોના ના સમય દરમિયાન માતા અને પિતા બંને કોરોના નો ચેપ લાગી ગયો હતો. જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા…

માતા-પિતાના સારવાર માટે સોહિલને ઘણા બધા રૂપિયા ની જરૂર હતી. એટલા માટે તેણે પૈસા વ્યાજે લીધા હતા. અને માતા પિતાની સારવાર કરાવી હતી. પરંતુ કમનસીબે માતા પિતાના અવસાન થઈ જતા સોહીલ ખૂબ જ ભાંગી પડ્યો હતો. કારણકે તેણે વ્યાજે લીધેલા પૈસા થી માતા પિતાની સારવાર કરી હતી…

અને માતા-પિતા તેનો સાથ છોડી ને જતા રહ્યા હતા. વ્યાજે લીધેલા પૈસાનો સમય પૂર્ણ થતા પૈસાની ઉઘરાણી કરવા માટે અવારનવાર યુવકો તેની પાસે આવતા હતા. અને તેની પાસેથી ઘરે ઉઘરાણી કરતા હતા. પરંતુ સોહીલ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો. તેની પાસે કોઈ પણ મોટો કામ ધંધો ન હોવાને કારણે તે વ્યાજખોરોને પૈસા ચૂકવવા માટે અસમર્થ હતો…

વ્યાજખોરો દિવસેને દિવસે તેને ત્રાસ પહોંચાડી રહ્યા હતા. એટલા માટે ગામ છોડીને ભાગી ગયો હતો. એક દિવસ તેણે એક સુસાઇડ નોટમાં પાંચ લોકોના નામ લખ્યા હતા. અને જણાવ્યું હતું કે, આ લોકો મારી પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. તેમજ મને માનસિક ત્રાસ પહોંચાડી રહ્યા છે…

સાથે સાથે તેણે વીડિયો પણ બનાવ્યો હતો અને ત્યારબાદ તેને દવાના ઘુટડા પી લીધા હતા. અને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતા તેને પ્રાથમિક સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે…

પરિણામે આ યુવકને આત્મહત્યા કરતો બચાવી લેવામાં આવ્યો છે. આ આગાઉ પણ રાજકોટમાં વાળંદની દુકાન ચલાવનાર બાપ દીકરાએ સામસામે બેસીને ઝેરી દવા ના ઘૂંટડા પી લીધા હતા. પોતાની દુકાનમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવાર ઉપર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા હતા. પરિવારના બે મોભી સભ્યો નું નિધન થતાં ની સાથે પરિવારજનોમાં ખૂબ શોકનો માહોલ છવાયેલો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *