ગુજરાત બોર્ડના ધોરણ-10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. દરેક વિદ્યાર્થીઓ શાળામાં વાંચનની ક્રિયાઓ કરતા હોય છે. જેથી કરીને તેઓ પરીક્ષામાં વ્યવસ્થિત જવાબ લખી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. પરંતુ આ પરીક્ષા શરૂ થતાની સાથે જ કેટલાક દુખદ સમાચાર સામે આવી ગયા હતા..
જેમાં પરીક્ષા શરૂ થતાં પહેલા જ દિવસે એક વિદ્યાર્થીનું પરીક્ષામાં જવાબ લગતી સમયે ઢળી પડવાથી મૃત્યુ થયું હતું નથી. કારણ કે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ અન્ય બે વિદ્યાર્થીઓના પણ ચાલુ પરીક્ષાએ ઢળી પડવાના સમાચાર આવ્યા હતા. અને વધુ એક સમાચાર હાલ નડિયાદના મહુધા થી સામે આવ્યા છે.
મહુધા રેસ્ટ હાઉસ ચોકડી પાસે નડિયાદ તરફથી બાઈક લઈને આવતા બંને વિદ્યાર્થીઓને જીવલેણ અકસ્માત નડ્યો છે. આ બંને વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપવા માટે જતા હતા. જેમાં બાઈક ચલાવનાર નીલકુમાર પટેલ તેમજ તેની સાથે તેનો મિત્ર પણ સામેલ હતો.
બંને વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે જતા હતા એ સમય દરમિયાન કઠલાલ તરફથી એક મોટી ગાડી નડિયાદ તરફ આવી રહી હતી. પરંતુ બંને વિદ્યાર્થીઓની બાઈક રોંગ સાઈડમાં ચાલતી હતી. તેમજ બાઇકની ગતિ એટલી બધી વધારે હતી કે બાઈક સવાર અને બાઇક ચલાવનાર બંને કાબૂ ગુમાવી દીધું હતું..
અને બાઇક સુધી કાર સાથે અથડાઈ હતી. આશ્રમ એટલી બધી ગંભીર હતી કે અકસ્માત સર્જાતાની સાથે બાઈક ચલાવનાર નિલકુમાર પટેલનું મૃત્યુ થયું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા વિદ્યાર્થીને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે તાત્કાલિક ધોરણે આસપાસના લોકો વધારે દોડી આવ્યા હતા..
108 ને કોલ કરીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ નિલકુમાર પટેલ જીવ ગુમાવી બેઠો હતો. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલ વિદ્યાર્થીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલે વિદ્યાર્થીની સ્થતિ પહેલાં કરતાં સારી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર નિલકુમાર પટેલના પિતાનું મૃત્યુ પાંચ વર્ષ પહેલાં થયું હતું..
પરિવારમાં તેનો મોટો ભાઈ તેમજ તેની માતા નો સમાવેશ થતો હતો તેની માતા ઘરકામ કરે છે. જ્યારે તેનો મોટો ભાઈ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. પરંતુ નીલકુમારનુ મૃત્યુ થતાં માતા અને મોટાભાઈ ઉપર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા છે. અકસ્માત ના સમાચાર આવતાની સાથે જ સમગ્ર પરિવાર હીબકે ચડ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]