હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારું ચોમાસુ ચાલી રહ્યું છે. દરેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં ચોમાસુ સારું રહેતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પરંતુ ખુશીની સાથે સાથે લોકોને આફતોનો પણ સામનો કરવો પડે છે અને આફતોમાં ઘણા બધા લોકોના મોત પણ થવા લાગ્યા છે..
ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે જ આકસ્મિક ઘટનાઓ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આવી જ એક આકસ્મિક ઘટના બની હતી. આ ઘટના અમરેલી જિલ્લાના બગસરા ગામમાં બની હતી. બગસરા જિલ્લામાં જામકા થી સનાળીયા ગામ વચ્ચે નદી પસાર થતી હતી અને આ ગંભીર ઘટના જામકામાં રહેતા યુવક સાથે બની હતી.
લોકોને બાજુના ગામ સનાળીયામાં જવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. તે માટે સરકાર દ્વારા આ નદી પર કોઝવે બનાવી દેવામાં આવ્યો હતો. જામકા ગામનો એક વ્યક્તિ જેનું નામ ખુશાલભાઈ ધીરુભાઈ વેકરીયા હતું. તેઓ જેટકો માં નોકરી કરતા હતા. અને તેઓ પોતાના ઘરે નોકરીએથી પાછા આવી રહ્યા હતા..
તે સમયે સનાયા થી જામકા વચ્ચે આવેલા કોઝવે પરથી તેઓ મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. અને થોડા દિવસ પહેલાં બગસરા જિલ્લામાં ખૂબ જ સારા વરસાદને કારણે નદીમાં પૂર આવી ગયું હતું. અને તેને કારણે કોઝવે નીચો હોવાને લીધે કોઝવે પરથી નદીનું પાણી વહી જતું હતું કોઝવે પર પાણી રહેતો હોવાને કારણે તેનો પ્રવાહ પણ જોર મારતો હતો..
અને આ સમયે મોટરસાયકલ લઈને ખુશાલભાઈ પોતાના ઘરે આવી રહ્યા હતા. તે સમયે અચાનક જ ખુશાલભાઈની મોટર સાયકલ આ પ્રવાહમાં તણાવા લાગી હતી. ખુશાલભાઈ એ પોતાની મોટરસાયકલને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. અને તેઓ પોતાની મોટર સાયકલ પરથી નીચે ઉતરી ગયા હતા..
છતાં પણ ખૂબ જ જોરદાર પ્રવાહના ખેંચાણને કારણે ખુશાલભાઈ તેની મોટરસાયકલની સાથે આ પ્રવાહમાં તણાઈ ગયા હતા અને ગામના લોકો આ ઘટના જોઈને બચાવવા જઈ શકે તેમ ન હતા. છતાં પણ ગામના તરવૈયાઓએ ખુશાલભાઈને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખુશાલભાઈ મળ્યા ન હતા..
અને બીજા દિવસે ખુશાલભાઈને લાશ નદી કિનારે તરીને આવી ગઈ હતી. ગામના લોકો વાડીએ જતા હતા તે સમયે ખુશાલભાઈ ની લાશ જોવા મળી હતી અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ખુશાલભાઈના પરિવારજનોને પણ ખુશાલભાઈની આ લાશ ની જાણ કરવામાં આવી હતી..
પરિવારજનો ખુશાલભાઈની લાશને જોઈને આઘાતમાં આવી ગયા હતા. કારણ કે 2 દિવસ સુધી લાશ પાણીમાં રેહવાના કારણે તેને ઓળખવી મુશ્કેલ બની ગઈ હતી. અને ગામમાં ખુશાલભાઈના મૃત્યુનો શોકનું મોજુ ગામમાં ફરી વળ્યું હતું. આમ અણધારી રીતે લોકોના મોત થવા લાગ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]