Breaking News

બાઈક લઈને આશ્રમે જતા પતિ-પત્નીને બોલેરોએ પાછળથી ટલ્લો લગાવી દેતા બંને હવામાં ફંગોળાઈ ગયા, નીચે પટકાતા જ થયું મોત.. ઓમ શાંતિ..!

સમાજમાં વૃદ્ધાવસ્થામાં દરેક વડીલો ઈચ્છતા હોય છે કે તેમની જિંદગી ખૂબ જ શાંતિથી અને સુખીથી પસાર થાય પરંતુ હાલમાં ઘરની બહાર નીકળતા જ ડગલેને પગલે એવા અકસ્માતો થઈ રહ્યા છે કે જેના કારણે ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેવું બની જાય છે. હાલમાં સીકરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એવો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે.

કે જે જોતા જ દરેક લોકોના હૈયા ધ્રુજી ગયા હતા. આ ઘટના સીકર જિલ્લાના નાની ગામના રહેવાસી વડીલ પતિ-પત્ની સાથે બની હતી. પતિ-પત્ની નાની ગામમાં ઘણા વર્ષોથી રહેતા હતા. જેમાં પતિનું નામ રાજકુમાર સોલંકી હતું અને તેમની પત્નીનું નામ સીતાદેવી હતું. રાજકુમાર સોલંકી પોતાના જ ગામમાં ચાનો સ્ટોર ચલાવતા હતા.

તેઓ ઘણા વર્ષોથી આ સ્ટોલ ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને પરિવારમાં ત્રણ સંતાનો છે, દંપતીને ત્રણેય દીકરા છે, જેમાં બે દીકરાના લગ્ન થઈ ગયા છે અને એક દીકરાના લગ્ન હજુ બાકી છે જેના કારણે વૃદ્ધ દંપતિ તેમના નાના દીકરાના લગ્ન કરવાની ઈચ્છા રાખી રહ્યા હતા.

ત્રણેય દીકરાઓની વહુને તેઓ એક સાથે જોવા ઈચ્છતા હતા. જેના કારણે તેઓ રાત દિવસ મહેનત કરીને પૈસા ભેગા કરી રહ્યા હતા. વૃદ્ધ દંપતી એક દિવસ લોસાલ પાસે આવેલા સાંગલીયા આશ્રમમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને તેઓ સાંગલીયા આશ્રામી જઈ રહ્યા હતા. પોતાની બાઈક લઈને તેઓ મુસાફરી કરી રહ્યા હતા.

દંપતી જાત મહેનત કરીને તેમનો પરિવાર ચલાવી રહ્યું હતું પરંતુ તેઓના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. નાની ગામના રહેવાસી રાજકુમાર સોલંકી અને તેમની પત્ની સીતા દેવી બાઈક લઈને મુસાફરી કરી રહ્યા હતા. તેઓ મુંદવાડામાં સાંઈ બાબા મંદિર પાસેના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે પાછળની તરફથી ખૂબ જ ઝડપી સ્પીડમાં બોલેરો કાર આવી રહી હતી. જેમાં રાજકુમાર સોલંકી પોતાની બાઇક ખૂબ જ ધીમી ગતિએ ચલાવી રહ્યા હતા. તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેઓ પોતાની બાઈકની કંટ્રોલમાં રાખીને ચલાવી રહ્યા હતા પરંતુ પાછળની તરફથી આવતી બોલેરો કાર ખૂબ જ ઝડપી હતી.

અને કારચાલકે પોતાના કાર પરનું અચાનક કાબુ ગુમાવ્યું હતું. તેમણે આગળ જઈ રહેલી દંપતીની બાઇકને ટક્કર મારી દીધી હતી. બાઈક પર મુસાફરી કરી રહેલા પતિ પત્નીને ટક્કર લાગતાં તેઓ રોડ ઉપર ફગોળાઈ ગયા હતા. જેના કારણે તેઓ ખૂબ જ ઈજાગર્સ્ત થયા હતા. આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

પરંતુ પતિ પત્નીને બચાવે તે પહેલા આજ પતિ પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે સદર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી. દંપતીના દીકરાઓને તેમના માતા પિતા સાથે બનેલા અકસ્માતની જાણ પોલીસે કરી હતી.

ટક્કર મારીને બોલેરો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેના કારણે પોલીસ કારચાલકની તપાસ કરી રહી હતી અને બોલેરો તેમજ ભાંગી ગયેલી બાઈકને પોલીસે જપ્ત કરી લીધો હતો. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી. વૃદ્ધાવસ્થામાં શાંતિની આશાએ જીવી રહેલા દંપતિ સાથે અચાનક જ આવી ઘટના બની જતા તેઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *