Breaking News

ભૂત-પ્રેતે જકડી રાખતા મહિલાએ મગજ ઉપરથી કાબુ ગુમાવી દીધો અને ટોઇલેટ સાફ કરવાની એસીડ પીઈ લેતા થયું મોત, પરિવારે કહ્યું એવું કે જાણીને ટાંટિયા ધ્રુજી જશે..!

આજના ડિજિટલ યુગની અંદર ઘણા બધા લોકો હજુ પણ એવા વહેમ અને અંધશ્રદ્ધાની અંદર જીવન જીવી રહ્યા છે કે, તેમાંથી બહાર કાઢવા તેમને ખૂબ જ મુશ્કેલ છે. ઘણા બધા લોકો અંધશ્રદ્ધાની અંદર રહેલા અન્ય લોકોને આ વહેમ અને શંકામાંથી બહાર કાઢવાની ઘણી બધી કોશિશ કરે છે. પરંતુ તેમની તમામ કોશીશ વ્યર્થ જતી હોય તેવું લાગી રહ્યું છે..

અત્યારે મધ્યપ્રદેશના ખંડવામાંથી એક વધુ ચોકાવનારી ઘટના સામે આવી ગઈ છે. અહીં પદમનગર વિસ્તારમાં દાદાજી વોર્ડ પાસે 28 વર્ષની માધુરી વર્મા તેના પરિવાર સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી માધુરીની હાલત બરાબર ન હોય તેવું લાગતું હતું. પરિવારજનોએ તેની ઘણી બધી દવા પણ કરાવી પરંતુ કોઈ પણ દવાથી તેની અસર થઈ નહીં..

અને તેની માનસિક સ્થિતિ દિન પ્રતિ દિન બગડવા લાગી હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે માધુરીને માનસિક રોગ છે, તેના પતિ આશિષ વર્માએ ઘણી બધી ડોક્ટરોની સલાહ લીધી પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસેથી તેનો ઈલાજ મળ્યો નહીં. ત્યારે પરિવારજનો એ વિચાર્યું કે, કદાચ તેમના દીકરાની વહુ માધુરીને ભૂતપ્રેતનો વળગાડ હશે..

એટલા માટે તેઓએ માધુરીને એક રૂમની અંદર બંધ કરી દીધી હતી. અને તેના ઉપર સતત ધ્યાન રાખવામાં આવતું હતું. તે અવારનવાર એવી હરકતો કરી બેસતી હતી કે તેને જોતાની સાથે જ સૌ કોઈ લોકોને સમજી જતા કે નક્કી માધુરી ઉપર ભૂત પ્રેત તેમજ વળગાડ નો હાથ રહેલો છે..

તેમજ ભૂત આત્માને તેને બરાબર જકડી લીધી છે. ઘણી બધી વાર માધુરીએ લટકીને પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે પરિવારજનો તેની પાસે પહોંચી જતા તેનો જીવ બચી જતો હતો. આ અગાઉ પણ તેણે એક વખત જહેર ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એ વખતે પણ તેનો જીવ પરિવારજનોએ બચાવી લીધો હતો..

પરંતુ આ વખતે પરિવારજનો ધ્યાન ભંગ થતાં માધુરી આપઘાત કરવામાં સફળ બની ગઈ હતી અને તેણે ટોયલેટ સાફ કરવાનું એસિડ પીઈ લેતા આપઘાત કરી લીધો છે. જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો ત્યાં હાજર હતા નહીં અને જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો માધુરીના હાથમાં એસિડ ભરેલી બોટલ હતી અને તેના મોઢામાંથી પણ એસિડની વાસ આવી રહી હતી.

તેનું સમગ્ર શરીર ખદખદી ઉઠ્યું હતું અને તેનું મૃત્યુ પણ થઈ ચૂક્યું હતું, જ્યારે ઘટનાના સમાચાર નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા કે સંજયનગરના દાદાજી વોર્ડમાં રહેતી માધુરીનું આપઘાત કરવાથી મૃત્યુ થઈ ગયું છે. ત્યારે પોલીસની ટીમ અહીં આવી પહોંચી હતી. તેના સાસરિયાના લોકોના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા..

જીવવામાં તેઓએ જણાવ્યું કે, માધુરીને ભૂત પ્રેત આત્માએ ઝકડી રાખી હતી, જેના કારણે તેનો જીવ જતો રહ્યો છે. તો બીજી બાજુ માધુરીના માતા-પિતાને પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે, તેમને કોઈ પણ વ્યક્તિ ઉપર શંકા નથી. તેમજ સાસરીયાના લોકો પણ ખૂબ જ સારા છે..

સાસરીયાના લોકોએ તેમની દીકરીનો જીવ બચાવવામાં ઘણી બધી મદદ કરી પરંતુ આ ભૂતપ્રેતે તેમની દીકરીનો જીવ લઈ લીધો છે. બંને પક્ષ અંધશ્રદ્ધા અને વહેમની અંદર એટલા બધા પ્રવેશી ગયા હતા કે, તેઓને આ ઘટના બિલકુલ સામાન્ય લાગતી હતી. પરંતુ તપાસ કરનાર લોકોને આ ઘટના વિશે કંઈક જુદો જ વળાંક લાગી રહ્યો છે..

એટલા માટે આ ઘટનાની ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ આપણી નજર સામે આવે છે ત્યારે આપણે ખૂબ જ હચમચી જતા હોય છે. માધુરીના સાસરિયાવાળા લોકોનું કહેવું છે કે, માધુરી સંપૂર્ણ શાકાહારી છે, છતાં પણ તે ઘણી બધી વાર ખોરાકમાં મરઘી તેમજ બકરાની પણ ડિમાન્ડ કરતી હતી..

નક્કી તેના શરીરની અંદર આત્મા કે પ્રેતનો વાસ હતો. તેવું તેમને લાગી રહ્યું હતું, તેની નજીક જવામાં પણ પરિવારના સભ્યોને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. આ ઘટનાને લઈને કેટલાક લોકો ઘરેલું વિવાદને સ્થાન આપી રહ્યા છે તો કેટલાક લોકો આ ઘટનાને ખુબ જ રહસ્યમય બતાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *