Breaking News

ભુપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : માત્ર આ જીલ્લાના ખેડૂતોને જ મળશે કૃષિ સહાયની રકમ, વાંચી લો કયા વિસ્તાર છે સામેલ!

આ વર્ષે ઓકટોબર અને સપ્ટેમ્બર મહિનામાં અતિશય અને અનિયમિત વરસાદ વરસવાને લીધે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, ભાવનગર ,જૂનાગઢ અને પોરબંદર તેમજ દ્વારકાના ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે. કારણકે સતત બે અઠવાડિયા થી લઈને વધુ સમય સુધી વરસાદ વરસવાને લીધે આખા ખેતરો પાણીથી ભરાઇ ગયા હતા.

તેમજ ઘર પણ તણાઈ ચૂક્યા છે. આટલા મોટા નુકસાનમાં ખેડૂતો પોતાનું બધું જ કુદરતના સમર્પિત કરી બેઠા છે. ત્યારે ભુપેન્દ્ર સરકારે ખેડૂતોને કૃષિ સહાય પેકેજ આપવાની જાહેરાત કરી હતી. એ જાહેરાત મુજબ ગામે ગામ ખેતરોમાં સર્વે થશે. અને ત્યારબાદ કયા ખેડૂતોને કેટલું વળતર આપવું એ નક્કી કરવામાં આવશે.

પરંતુ કેટલા ખેડૂતોનું કહેવું એમ હતું કે સર્વે કરવા આવનાર અધિકારીઓ વ્યવસ્થિત રીતે સર્વે કરતા નથી. તેમજ અન્ય ખેડૂતો સાથે અન્યાય નો માહોલ ઉભો થયો છે. જેથી તેઓએ ભુપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપ્યો હતો કે નુકસાનનું યોગ્ય રીતે સર્વે થાય અને ત્યારબાદ તેઓને કૃષિ સહાય પેકેજ આપવામાં આવે.

જેથી ભુપેન્દ્ર સરકારે વધુ જિલ્લામાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા જાહેર કરી દીધું હતું. જેમાં બનાસકાંઠા, ભરૂચ, કચ્છ ,સાબરકાંઠા, ગીર સોમનાથ તેમજ આણંદ નો સમાવેશ થાય છે.

ભુપેન્દ્ર સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાના ૧૪ હજારથી વધારે ખેડૂતોને 30 કરોડ રૂપિયા સુધીની સહાય ચુકવવામાં આવી છે. અને હજી પણ અન્ય સાત જિલ્લાઓમાં સર્વેની કામગીરી થઈ રહી છે. જેમાં બોટાદ, અમરેલી ,અમદાવાદ ,સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને પંચમહાલ નો સમાવેશ થાય છે.

અરજી કરવા માટે આ પુરાવાની પડશે જરૂર : ખાતા દીઠ એક જ ખેડૂતને સહાય મળશે, લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતાધારક હોવો જોઈશે, એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળશે.

તલાટીનો દાખલો , એક કરતાં વધુ ખાતા હશે તો પણ એક જ વખત સહાય મળશે,ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારોએ પેઢી નામુ રજૂ કરવું પડશે. વન અધિકાર પત્ર મેળવેલા ખેડૂતને પણ સહાય મળશે.

કેવી રીતે અરજી કરી શકશો? જાણો :  ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી કરવી પડશે. સાચી ડેટા એન્ટ્રી થાય તેની જવાબદારી વીસીઈની રહેશે. અરજી પર ખેડૂત તથા વીસીઈની સહી હોવી જોઈશે.

સહીવાળી અરજી સબંધિત ગ્રામ સેવકને વીસીઈ દ્વારા પહોંચાડવાની રહેશે. ગ્રામ સેવક દ્વારા આ અરજીની ચકાસણી બાદ તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની રહેશે . તાલુકા વિકાસ અધિકારીએ અરજી ચકાસ્યા બાદ જીલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાની રહેશે. તમામ અરજીને રેકર્ડ સ્વરૂપે રાખવાની રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *