Breaking News

ગુજરાતના નવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની આ વાતો ભાગ્યે જ કોઈક જાણતુ હશે – જાણો !

ખુબ જ લાંબા સસ્પેન્સીવ ખેલ બાદ આખરે ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવવામાં આવ્યા છે. તેઓનું નામ ઘોષિત થતા જ લોકો ગુગલ સર્ચ કરવા મજબુર બની ગયા છે કે ભુપેન્દ્ર પેટેલ છે કોણ ? મીડિયા અને રાજકીય વિશ્લેષકોને એવી આશા હતી કે 2022 ની ચુંટણીને જીતવા માટે પાટીદાર નેતાનો મોટો ચેહરો જે જનતામાં જાણીતો હોઈ તેવા ચેહરાને મુખ્યમંત્રી બનાવે તેવી આશા હતી. પરતું ફરી એકવાર મીડિયા અને રાજકીય વિશ્લેષકોને મોદી-શાહ એ ખોટા પાડ્યા છે.

લાંબી ચર્ચાનાં બાદ આખરે ગુજરાતના નવા CMની જાહેરાત કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલને નવા CM તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવા સીએમ તરીકે સવારથી જે નામો પર ચર્ચા ચાલતી હતી તે બધી ખોટી પડી છે. ફરી એક વખત ગુજરાતની જનતાને સરપ્રાઈઝ આપવામાં આવી છે.

આજે સવારે ભુપેન્દ્ર પટેલે તેમના મતવિસ્તાર બોપલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આજે તેમને ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, ભુપેન્દ્ર પટેલ પ્રથમ મુળ અમદાવાદી મુખ્યમંત્રી બનશે. મહેસાણા જિલ્લાનું લાંગણજ તેમનું સાસરું છે.

ભુપેન્દ્ર પટેલનો જન્મ 15 જૂલાઈ 1962માં થયો હતો અને તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ છે. તેઓ પ્રથમવાર 2017માં ઘાટલોડીયા બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને હવે સીએમ પદનો કાર્યભાર સંભાળશે. તેઓ વ્યવસાયમાં કંટ્રક્શન સાથે સંકળાયેલા છે.

તેમના સામાજીક પ્રવૃતિ વિશે વાત કરીએ તો, ટ્રસ્ટી, ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલાછે.ભુપેન્દ્ર પટેલ જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામ અર્થાત્ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટના પણ ટ્રસ્ટી છે. સાથે સાથે સરદારધામ ટ્રસ્ટના પણ ટ્રસ્ટી છે.

આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલ ઉમિયા માતાજી સંસ્થા, ઉંઝાના પણ એક્ટિવ મેમ્બર છે. જો તેમના શોખની વાત કરીએ તો તેમને રમત ગમતમાં ક્રિકેટ અને બેડમિન્ટન પસંદ છે. આ ઉપરાંત તેઓ ઘણી આધ્યાત્મિક પ્રવૃતિ સાથે પણ સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વધારે ગતિશીલ બનશે તેવી આશાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા અને અમિત શાહનો આભાર માનું છું. ગુજરાતના સી આર પાટીલ અને વિજયભાઈની ટીમનો આભાર માનું છું. આનંદીબેનના આશીર્વાદ હંમેશાં રહ્યાં છે અને રહેશે. ગુજરાતના જે કામો છે. તે અમે સંગઠન અને સરકાર સાથે મળીને અત્યારસુધી જે સારા કામો થયા છે. છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હવે જે કામ બાકી હશે તે અમે નવેસરથી પ્લાન કરી સંગઠન સાથે બેસી ખૂબ સારી રીતે આગળ વધે તેના માટે પ્રયત્નો કરીશું.

રૂપાણીએ જ પ્રસ્તાવ મુક્યો : અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *