Breaking News

ભુક્કા કાઢી નાખે તેવી ઠંડીમાં યુવક મિત્રો સાથે મેદાનમાં ગિલી-ડંડાની રમત રમતા અચાનક ઢળી પડ્યો બાદમાં થયું એવું કે, જોઇને મિત્રોના ટાંટિયા ધ્રુજી ગયા..!!

સવારે ઊઠતા જ ખૂબ જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની ઋતુ ચાલુ થતા જ કડકદડતી ઠંડી પડી રહી છે. જેના કારણે લોકો પોતાના ઘરેથી કામ વગર જવાનું ટાળી રહ્યા છે પરંતુ ઘણા બધા લોકો વહેલા ઊઠીને કડકડતી ઠંડીમાં રમતો રમવા માટે જાય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે તેમની સાથે ક્યારે શું બની જાય?..

હાલમાં એવી એક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના ગુનામાં ગ્વાલિયર ચંબલ ડિવિઝન વિસ્તારમાં આવેલી નજુલ કોલોનીમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં મહાવીરભાઈ તેમના બંને દીકરા અને એક દીકરી સાથે રહેતા હતા. જેમાં સૌથી મોટો દીકરો ઋષિ ઓઝા તેમની ઉંમર 24 વર્ષની હતી.

તે દરરોજ સવારે ગિલી-ડંડાની રમત રમવા માટે મેદાનમાં જોતો હતો. ઋષિ એક બાઈક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. તે સારી એવી નોકરી કરીને પોતાના પિતાને આર્થિક મદદ કરતો હતો અને તે પોતાના બીજા નાના ભાઈ બહેન સાથે પણ હળી મળીને રહેતો હતો. તે દરેક મિત્રો સાથે પણ ખૂબ જ હસી મજાક કરીને ખુશ કરતો હતો.

ઋષિ દરરોજ સવારે ઘરેથી નીકળીને કોસમોડા ગ્રાઉન્ડમાં મિત્રો સાથે રમવા માટે જતો હતો. દરરોજની જેમ એક દિવસ પણ ખૂબ જ ઠંડી હોવા છતાં તે ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. કોસમોડાના ગ્રાઉન્ડમાં પહોંચ્યો હતો અને ત્યાં તેમ પોતાના દરેક મિત્રોને મળીને તેમની સાથે ગિલી ડંડાની રમત રમી રહ્યો હતો.

તે સમયે અચાનક રમતા રમતા તે જમીન પર ઢળી પડ્યો. જેના કારણે તેમના મિત્રને લાગ્યું કે તે મસ્તી કરી રહ્યો છે. મિત્રોએ તેને ઉભું થઈ જવા માટે કહ્યું અને તેઓ પોતાની ગેમને આગળ વધારશે તેમ કહેવા લાગ્યા પરંતુ ઋષિ ઉભો થયો નહીં. મિત્રોએ ઋષિ પાસે જઈને જોયું તો ઋષિના શ્વાસ અટકી ગયા હતા.

તરત જ ઋષિના મિત્રોએ ઋષિના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. ઋષિના પિતા મહાવીર ઓઝા તરત જ ગ્રાઉન્ડએ પહોંચ્યા હતા અને તેમના મિત્રોની મદદથી ઋષિને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે સમયે ડોક્ટરોએ તપાસ કરતાં ઋષિનું મૃત્યુ થઈ ગયું છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ઋષિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું હતું.

તે સમયે જાણવા મળ્યું હતું કે ઋષિનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયું છે. આવી કડકડતી ઠંડીમાં તેમણે રમત રમી હતી. જેના કારણે અચાનક જ તેનો શ્વાસ અટકી જતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઋષિના મૃત્યુની જાણ થતા જ પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. અને ખૂબ જ રડી રહ્યા હતા. અચાનક દીકરાનું મૃત્યુ થઈ જતા તેઓ આઘાત સહન કરી શક્યા નહીં.

તેમના મિત્રોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. દીકરાના મિત્રોના નજરની સામે તેમણે જીવ ગુમાવ્યો હતો. જેના કારણે મિત્રો નિરાશ થઈ ગયા હતા. ઠંડીમાં ઘણા બધા યુવાન વયના યુવક યુવતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેના કારણે દરેક લોકોએ પોતાના ઘરેથી બહાર નીકળતા ચેતીને રહેવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *