Breaking News

ભેંસ માટે ઘાસનો ચારો લઈને આવતા ખેડૂતને યુવકે ઉભો રાખી યુવકોએ ગાળો આપી ઢોરમાર માર્યો, કારણ છે ખુબ જ ચોંકાવનારૂ..!

આજકાલ એકબીજા ઉપર શંકાને કારણે સારા સારા સંબંધોને તૂટતાં અને બગડતા આપણે જોયા છે. નજીવી બાબતોને લઇને વારંવાર ઝઘડા થવા લાગે છે. જેના કારણે વાદવિવાદ વધે છે અને અંતે એકબીજાની હત્યા સુધી પણ વાત પહોચવા લાગી છે. હાલ કરજણ તાલુકાના શરૂપૂરટીંબી ગામ માંથી સામે આવી છે.

આ ગામમાં નવીનગરી વિસ્તારમાં હરિશ વસાવા નામનો એક ખેડૂત રહે છે. તે પોતાના ખેતરમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે પોતાના ઘરે એક ભેંસ પણ રાખે છે. તે અવારનવાર તેના ખેતર તેમજ સીમમાં ઉગેલા સુંઢયાના પૂળાને પોતાની ભેંસ માટે લાવતો હતો. રોજની જેમ તે ખેતરેથી સુઢીયાનો પુળો લઈને ઘરે આવી રહ્યો હતો….

એવામાં એક દિવસ તે ઘરે પહોંચે એ પહેલા જ ગુલામ અલી નામનો એક યુવકે તેને ઊભો રાખ્યો હતો. અને પૂછ્યું હતું કે તું આ ક્યાંથી લાવ્યો છે અને શા માટે રોજ રોજ આ પૂળા લઈને જા છો. આ પોછતાની સાથે જ હરીશે જવાબ આપતા જણાવી દીધું હતું કે, આ પૂળો હું ગમે ત્યાંથી લાવું, તમારે શું પડાપૂછ છે.

આ સાંભળતાની સાથે જ ગુલામ અલી ગુસ્સે ભરાઈ ગયો હતો. અને તેની એક બુમ પડતાની સાથે જ ઘણા બધા લોકો ભેગા થઇ ગયા હતા. અને હરીશને પૂછવા લાગ્યા હતા કે તું શા માટે આ પુળા લઈને જા છો અને કોના ખેતરમાંથી આ પૂળા લઈને આવે છે. આ સાથે સાથે હરીશને અપશબ્દો કહ્યા હતા. સાથે સાથે તેની જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યા હતા..

તેમજ એ વ્યક્તિએ ધારિયાના પાછળના લાકડીવાળા ભાગેથી હરીશને માથા અને પગના ભાગે ઢોર માર માર્યો હતો. આ માર મારતાની  સાથે જ હરીશ ખૂબ જ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. હકીકતમાં ગુલામ અલી નામના વ્યક્તિને એવી શંકા હતી કે હરીશ આ પૂળા તેના ખેતરમાંથી લાવી રહ્યો છે. પરંતુ હરીશ પોતાના ખેતરમાંથી આ પૂળા લાવતો હતો..

પરંતુ શંકા જવાને કારણે ગુલામ અલી નામના વ્યક્તિએ હરીશને ઢોર માર માર્યો હતો. એટલા માટે હરીશ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુલામ અલી સામે ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયો હતો. પોલીસે ગુલામ અલી સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. અને આગળની તપાસ શરૂ કરી છે. હકીકતમાં નાની નાની બાબતોને લઈને આજકાલ ઝઘડા થવા લાગ્યા છે..

જેના કારણે સરકારી ચોપડે ઘણા બધા કેસ નોંધાઈ રહ્યા છે. આ પહેલા પણ ગામના એક ખેડૂત સાંજના સમયે ખેતરથી બળદ ગાડું લઈને ઘરે આવી રહ્યા હતા. એવામાં ગામના બે માથાભારે તત્વો તેમના ગાડાની પાછળ પાછળ મોટી ગાડી લઈને આવી રહ્યા હતા. ગામડા નો રસ્તો ખૂબ જ સાંકડો હોવાને કારણે બળદગાડું આ મોટી ગાડીને સાઈડ આપી શકે તેમ હતા નહીં..

છતા પણ આ બંને યુવકો વારંવાર હોર્ન મારીને પરેશાન કરી રહ્યા હતા. પરંતુ બળદગાડું ખેડૂતે સાઇડ ન કરતા આ બંને યુવકો કારમાંથી નીચે ઉતરીને ખેડૂતને ઢોર માર મારવા લાગ્યા હતા. આ બાબતને લઈને પણ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હકીકતમાં નાની નાની બાબતોને લઈને લોકો ગુસ્સે થઈ જાય છે જેના કારણે અંતે ખરાબ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *