Breaking News

ભેગા પરિવારમાં રેહતો દીકરો એટલો મોટો કાંડ કરીને ભાગી ગયો કે પરિવારની ઈજ્જતના કાંકરા થઈ ગયા, ઉઘરાણી વાળાની લાઈનો લાગી..!

વડીલો હંમેશા કહે છે કે જો એક સામટી પ્રગતિ કરવી હોય તો હંમેશા ભેગા પરિવારની અંદર રહેવું જોઈએ કારણ કે, ભેગા પરિવારમાં ખર્ચ ઓછો થતો હોય છે અને દરેક સભ્યોના મન એક હોવાને કારણે ગમે ત્યારે કોઈ મુશ્કેલી આવી પડીએ સૌપ્રથમ મુશ્કેલીનું સમાધાન પરિવારમાંથી જ મળી જતું હોય છે..

આ સાથે સાથે વ્યાપાર ધંધો પણ ખૂબ જ સારો ચાલે છે. કારણ કે દરેક પરિવારના સભ્યો વ્યાપાર ધંધાની અંદર મદદરૂપ બનતા હોય છે. પરંતુ અત્યારે ભેગા પરિવારમાં જ રહેતો દીકરો એટલો મોટો કાંડ કરીને ભાગી ગયો છે કે, પરિવારમાં રહેતા ત્રણ સગા ભાઈઓની ઈજ્જતના કાંકરા થઈ ગયા છે..

અને તેમના ઘરની બહાર ઉઘરાણી વાળાની ખૂબ જ મોટી લાઈનો પણ લાગી ગઈ છે. આ બનાવ રુસ્તમ કૃપા સોસાયટીની છે. આ સોસાયટીના એક બંગલામાં ત્રણ ભાઈઓનો સંયુક્ત પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો. જેમાં સૌથી મોટા ભાઈનો એકનો એક દીકરો નરેશ એવડો મોટો કાંડ કરીને ભાગી ગયો છે કે, પાછળના દરેક સભ્યોને અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીની સહન કરવાનો વારો આવ્યો છે..

નરેશ કોલેજ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારી નોકરીની શોધમાં હતો અને એ વખતે તે તેના કોલેજના મિત્રોની ખરાબ સંગતમાં આવી ગયો હતો અને તેણે તમામ વ્યસનો પણ શરૂ કરી દીધા હતા. પરિવારજનોને જ્યારે ખબર પડી ત્યારે તેને ખૂબ જ સમજાવ્યો અને આ બધા વ્યસનો મૂકી દેવા માટે જણાવ્યું પરંતુ નરેશ કોઈ પણ વ્યક્તિની વાત સમજવા માટે તૈયાર હતો નહીં..

તે ધીમે ધીમે શરતો પણ લગાવવા લાગ્યો હતો અને શેરબજારની અંદર પણ કોઈ પણ પ્રકારના નોલેજ વગર કૂદી જવાને કારણે ઘણા બધા રૂપિયાની નુકસાની કરી નાખી હતી. આ નુકસાની ભરપાઈ કરવા માટે તે રૂપિયા ઘરેથી ચોરીને અન્ય વ્યક્તિને આપવા લાગ્યો હતો તેને બહાર અન્ય વ્યક્તિઓ પાસેથી પણ રૂપિયા વ્યાજે લઈ લીધા હતા..

આમ કુલ મળીને ચાર મહિનાની અંદર નરેશે જુદી-જુદી વ્યક્તિઓ પાસેથી કુલ દોઢ કરોડ રૂપિયા વ્યાજે લઈ લીધા બાદ અચાનક જ તે ઘરેથી ભાગી ગયો હતો. પરિવારના સભ્યોને લાગ્યું કે, નરેશ કોઈ કામકાજ માટે બહારગામ ગયો હશે. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો સંપર્ક થયો નહીં ત્યારે તેને શોધવાની કામગીરી પરિવારજનોએ હાથ ધરી હતી..

ત્યારે ખબર પડી કે, નરેશ ઘર મૂકીને ભાગી ગયો છે. અને તેણે દોઢ કરોડ રૂપિયા કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના લઈ લીધા હતા અને હવે તે ચૂકવી શકવાની હાલતમાં ન હોવાને કારણે ઘર મૂકીને ભાગી ગયો છે. જ્યારે પૈસા વ્યાજે આપનાર વ્યક્તિઓને ખબર પડી કે, નરેશ હવે તેમના પરિવારના સભ્યોના કહેવામાં રહ્યો નથી..

અને ઘર મૂકીને ભાગી ગયો છે. ત્યારે તેઓ પૈસા લેવા માટે નરેશના ઘર સુધી આવી પહોંચીયા હતા. નરેશના પિતા નરેશના બંને કાકાઓ પણ કહેવા લાગ્યા કે નરેશે એવું કારનામું કરી નાખ્યું છે. જેનાથી પરિવારજનોની ઈજ્જતના કાકરા થઈ ગયા છે. કારણ કે, સમાજમાં દરેક લોકો વાતચીત કરવા લાગ્યા છે કે આ ઘર સંયુક્ત કુટુંબમાં રહીને સૌ કોઈ લોકોને એકતાના પાઠ શીખવી રહ્યું છે..

અને વ્યાપાર ધંધામાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ તેમનો જ એકનો એક દીકરો તેમનાથી સંભાળી શકાયું નથી અને હવે તે કેટલા બધા લોકોને ચુનો ચોપડીને જતો રહ્યો છે. કાલના દરેક માતા-પિતાને તેમના દીકરાને દીકરીની ખૂબ જ ચિંતા રહે છે કે, કદાચ તેમના દીકરા કે દીકરીઓ સફળ થઈને કોઈ મોટા વ્યક્તિ ન બની શકે તો કશું નહીં પરંતુ કોઈ વ્યક્તિને હેરાનગતિ પણ પહોંચાડવા જોઈએ નહીં અને હંમેશા સત્યની રાહ ઉપર સાચી નીતિથી કામ કરવા જોઈએ તો જ માતા પિતા તેમના બાળકોને સારા બાળકો સમજતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *