Breaking News

ભત્રીજાના વરઘોડામાં ડિસ્કો કરતા આધેડનું થયું રહસ્યમય મોત, બધાની નજર સામે જ મોતનો વિડીયો થઈ ગયો કેદ.. જુવો..!

આ લગ્ન પ્રસંગમાં સૌ કોઈ લોકો મન મૂકીને આનંદ માણતા હોય છે. ઘરે આવી પહોંચેલા મહેમાનો સ્નેહીજનો સગા સંબંધીઓની સાથે સાથે દુલ્હા અને દુલ્હનના નજીકના વ્યક્તિઓ પણ આ લગ્ન પ્રસંગના આનંદમાં વ્યસ્ત થઈ જતા હોય છે. આપણે પાછળના કેટલાક સમયમાં જોયું કે વ્યક્તિનું મોત કેવી રીતે આવી જાય છે તેનું નક્કી હોતું નથી..

અત્યારે એક લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિનું મૃત્યુ એવી રીતે આવી પહોંચ્યું છે કે, લગ્ન પ્રસંગની ખુશી મોતના માતમમાં છવાઈ ગઈ છે. આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે. અહીં પીપલાની સર પાસે ઓંથડનાથ નામની કોલોની આવેલી છે. આ કોલોનીમાં એક લગ્ન પ્રસંગનો કાર્યક્રમ યોજાયો હતો..

જેમાં હાજરી આપવા માટે તમામ મહેમાનો આવી પહોંચ્યા હતા. આ લગ્ન પ્રસંગની અંદર 40 વર્ષના મનોજભાઈ વિશ્વકર્મા નામના વ્યક્તિ પણ આવી ગયા હતા. તેમના ભત્રીજાના લગ્ન હોવાથી તેવું મન મૂકીને વરઘોડામાં ડિસ્કો કરી રહ્યા હતા. આ ડિસ્કો કરતી વખતે જ અચાનક તેમનું મૃત્યુ આવી ગયું છે..

જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયુ વેગે વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને સૌ કોઈ લોકોના મોટા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા છે. ભત્રીજાના લગ્નમાં મનોજભાઈ વિશ્વકર્મા મન મૂકીને ડાન્સ કરતા હતા અને આસપાસના સૌ કોઈ લોકો તેમના ડાન્સનો વિડીયો ઉતારી રહ્યા હતા..

તેમનો ડાન્સ કંઈક અલગ જ અંદાજમાં દેખાઈ આવતો હોવાને કારણે સૌ કોઈ લોકોનું ધ્યાન ત્યાં ખેંચાઈ ગયું હતું. પરંતુ ધીમે ધીમે મનોજભાઈ સાવ વિચિત્ર ડાન્સ કરતા હોય તેવું જણાવ્યું હતું અને તેઓ આ ડાન્સ કરતા કરતા અચાનક જ નીચે ઢળી પડ્યા હતા. ઘડીક વાર તો સૌ કોઈ લોકોને લાગ્યું કે, તેઓ મજાક મસ્તી કરી રહ્યા છે..

પરંતુ પાંચ સેકન્ડ પછી પણ મનોજભાઈ આંખો ન ખુલતા તેમના પરિવારના સભ્યો સમજી ગયા હતા કે, મનોજભાઈને ખૂબ જ મોટી તકલીફ પડી ગઈ છે. તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને તપાસ કરીને મૃત જાહેર કરી દીધા હતા. વરરાજો પોતાની જાન લઈને પરણવા માટે પોતાના લગ્ન મંડપ સુધી પહોંચે એ પહેલા તો 40 વર્ષના મનોજભાઈ નું મૃત્યુ થઈ જતા..

આ લગ્ન પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો અને આ પ્રસંગ અટકાવી દેવામાં આવ્યો હતો. મનોજભાઈની પત્ની તેમના બાળકો સહિત સૌ કોઈ સગા સંબંધીઓ ઊંડા શોકના માહોલમાં ચાલ્યા ગયા છે. તેમને હૃદય રોગનો હુમલો આવવાને કારણે મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યો છે..

જ્યારે આ ઘટના બની ત્યારે લગ્ન પ્રસંગમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. થોડા દિવસ પહેલા પણ લગ્નમાં સ્ટેજ ઉપર ડિસ્કો કરતા જીજાજી અચાનક જ ઢળી પડ્યા હતા. તેમનું પણ આવી રીતે રહસ્ય મય મૃત્યુ થઈ ગયું હતું. અને થોડા દિવસની અંદર અંદર વધુ એક કિસ્સો આ પ્રકારનો સામે આવતા ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *