ઘણી બધી વાર એવું બની જતું હોય છે. જ્યારે પરિવારમાં ખુશીનો માહોલ આવી પડે ત્યારે જ સાથે સાથે દુઃખનો માહોલ પણ આવી પડતો હોય છે. જ્યારે પણ પરિવારમાં કોઈ શુભ પ્રસંગ શરૂ થવાનો હોઈ એ પહેલાં ઘરના વડીલો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, આ શુભ પ્રસંગ કોઈ વિધ્ન વગર પાર પડી જાય તો સારું..
કારણ કે શુભ પ્રસંગની સાથે સાથે હંમેશાં દુખ પણ આવી પહોંચતા હોય છે. હાલ એ પ્રકારનો જ એક બનાવ વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. વાઘાદીયાના રવાલ ગામમાં કનુભાઈ ભગવાનભાઈ ગોહિલ પોતાના પરિવારજનો સાથે રહે છે. કનુભાઈના દીકરાને ઘરે માત્ર થોડા દિવસ પહેલાં જ પુત્રનો જન્મ થયો હતો.
ઘરે પારણું બંધાતાની સાથે જ ઘરના સૌ કોઈ સભ્યો ખુશખુશાલ થયા હતા. અને ઘરે નવા મહેમાનનું વધામણાં કરવા લાગ્યા હતા. તાજા જન્મેલા દીકરાને ભેટમાં ચાંદીનું કડું આપવા માટે કનુભાઈ નાના ભાઈ મણિલાલભાઈ અને તેમની પત્ની સીતાબેન ભત્રીજાના પુત્રને ભેટ આપવા માટે ખરીદી કરવા લઈને જઈ રહ્યા હતા..
તેઓ જ્યારે સાંજના સમયે વડોદરા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હતા ત્યારે કપૂરે બ્રિજથી થોડાક આગળ રેલ્વે બ્રીજ આવેલો છે ત્યાં પાછળથી ફૂલ ઝડપે એક ડમ્પર આવી રહ્યું હતું. અને તેણે મણિલાલ ભાઈના ટુ વ્હીલરને અડફેટે લઈ લેતા મણિલાલ ભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે સીતાબેન ખુબ ગંભીર રીતે રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા..
પરંતુ ત્યાં ડોક્ટરે તેઓને તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ પણ મૃત્યુ પામ્યા છે. ભત્રીજાના પુત્રનું મોઢું જોવે એ પહેલા જ મણિલાલ ભાઈ અને સીતા બહેનનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થતાં સમગ્ર રવાલ ગામમાં અરેરાટી મચી ગઇ છે. તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ભત્રીજાના દીકરાને ભેટમાં આપવા માટે લેવા જતી વસ્તુ તેમનો જીવ લઇ લેશે..
અકસ્માત સર્જયા બાદ ડમ્પર ચાલક પુરઝડપે ચલાવીને ત્યાંથી ભાગી ગયો હતો. કેટલાક લોકોએ તેનો પીછો પણ કર્યો હતો. પરંતુ ડમ્પર ચાલક એટલી બધી જ ચલાવી રહ્યો હતો કે, કોઈની પકડમાં આવ્યો હતો નહીં. એટલા માટે મણિલાલ ભાઈના પરિવારજનોએ ચાલક સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..
અને તેને ધરપકડ કરવાનું પણ જણાવ્યું છે. જ્યારે ભગવાન ભાઈ ગોહિલને જાણ થઈ કે તેમના નાના ભાઈ મણિલાલ ભાઈનું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. કારણ કે ભગવાનભાઈ ને પોતાના જીવનમાં મણિલાલ ભાઈ એ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. અને મુસીબતના દરેક સમયે તેઓ સાથે ઉભા રહ્યા હતા..
એકાએક તેમના ભાઇનું મૃત્યુ થઇ જતાં તેઓ ચાલ્યા ગયા છે. આ સાથે જ ગોહિલ પરિવારમાં દીકરો જન્મવાની ખુશીનો માહોલ હતો તે તમામ માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. હકીકતમાં આ બનાવ બન્યા બાદ આસપાસના ગામડાના લોકો અકસ્માત અને વાહન ચાલવાને લઈને ખુબ જ જાગૃત થયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]