દેશમાં ઘણી બધી વખત આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા હોય છે કે પરિણીતાને સાસરિયા વાળા તરફથી અસહ્ય પીડા આપે તેવા બનાવો સાંભળ્યા છે અને પરણિતાને ખૂબ જ હેરાન પણ કરવામાં આવે છે જ્યારે પરિણીતાના પતિ બહારગામ અથવા તો વ્યવસાય માટે બીજે રહેતા હોય તો પરણિતાની દશા ખૂબ જ ખરાબ કરી દેતા હોય છે.
અને ઘણી બધી વખત તો આવી અસહ્ય પીડા આપતા પરિણીતા આખરે આપઘાત કરી લેવાનું વિચારતી હોય છે આપઘાત કરતી પરિણીતા તે પણ જોતા નથી કે તેને બાળક અને તેના પતિનું શું થશે પરંતુ તેની અસહ્ય પીડાને કારણે તે આપઘાતનું પગલું અપનાવે છે.આવો જ બનાવ કંઈક ગત દિવસમાં બન્યો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામ વાડામાં કિરણસિંહ મોટા બહેન ના લગ્ન કઠલાલના મોતીપુરા ગામે ઉમેશ કુમાર ઝાલા સાથે દસ વર્ષ અગાઉ થયા હતા.
બહેનના પતિ ઉમેશ કુમાર આર્મીમાં નોકરી કરતા હતા એટલે કે તેઓ દેશની સેવા કરતા હતા તારીખ 14 જાન્યુઆરી 2020 ના રોજ પીપળીયા કમાલબંધ વાસણા વચ્ચે તેઓનું ભયાનક અને અચાનક અકસ્માત થયો હતો તેમાં તેઓનું મૃત્યુ થયું હતું આ બાદ સરકાર તરફથી તેઓને તેઓની બચતમાંથી અને તેઓના પરિવારજનોને મદદ મળે તે માટે ૪૦ લાખ જેટલી રકમ સરકાર તરફથી સહાય અને નોકરી સમયે કરેલ બચત સાથે મળી હતી.
આ પૈસા મૃતક આર્મી જવાન ઉમેશ કુમારની પત્ની પિંકલબેન ના ખાતા માં જમા થયા હતા અને તેના દ્વારા પિંકલ બેન તેઓના પરિવાર ચલાવી શકે તે માટે સરકાર દ્વારા ૪૦ લાખ આપવામાં આવ્યા હતા પરંતુ મૃતક ઉમેશ કુમાર નાભાઈ એટલે કે પરણિતા ના દિયરની અને તેના સાસુ એટલે કે ઉમેશ કુમાર ના માતા ની નજર આ ચાલીસ લાખ ઉપર બગડી હતી.
જેથી ખાતા માંથી પૈસા ઉપાડવા અંગે પિંકલ બેન ને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો પરિણીતા પૈસા આપવાની ના પાડે તો તેની સાથે ઝઘડો કરતા હતા તેને માર પણ માનવામાં આવતો હતો અને વળી પરણિતાના સાસુ આખો દિવસ માનસિક ત્રાસ આપતા હતા જેથી કંટાળી પરિણીતાએ તેના ત્રણ પુત્રોનો વિચાર્યા વગર આખરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
આ બનાવ અંગે પરિણીતાના ભાઈ કિરણસિંહ સરદાર સિંહ પરમાર કઠલાલ પોલીસ મથકે બહેનના દિયર કિસ્મત સિંહ સોમસિંહ ઝાલા અને સાસુ વિજુબેન સોમસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથે કરી હતી પરણીતાએ વારંવાર આ અંગે પિયરમાં જાણ કરતાં તેઓએ દ્વારા સમય સાથે બધું જ સારું થઈ જશે તેમ કહી મામલો થાળે પડતા હતા પરંતુ દિયર અને સાસુ નો ત્રાસ અસહ્ય બની રહ્યો હતો.
અને તેઓની નજર આ ચાલીસ લાખ પાછળ હતી ત્યારે આખરે પરિણીતાએ પોતાના ત્રણ બાળકો નું કશું પણ વિચાર્યા વગર ગળાફાંસો ખાઈને પોતાની જિંદગીનો અંત લાવ્યાં હતા ત્યારબાદ પોલીસ દ્વારા વધુને વધુ જાણકારી માટે તેઓના પિયરીયા અને મૃતક આર્મીના ઓફિસર ઉમેશ કુમાર ના માતા અને તેઓના ભાઈની વધુ પૂછપરછ હાથ ધરી છે પરિણીતાના ત્રણ બાળકો હતા.
પિંકલ બેન ના લગ્ન ઉમેશ કુમાર ઝાલા સાથે દસ વર્ષ અગાઉ થયા હતા તેમને લગ્ન જીવન દરમિયાન બે દીકરી અને એક દીકરો મળી કુલ ત્રણ સંતાનો હતા ત્રણ સંતાનો સાથે તેઓનું જીવન શાંતિથી પસાર કરી રહ્યા હતા પરંતુ તેના દિયર અને સાસુના અસહ્ય ત્રાસથી તેઓએ બાળકોનું વિચાર્યા વગર આખરે આપઘાત કરવાનું નક્કી કર્યું તેમાં સૌથી મોટી દીકરી તનુ તેની ઉંમર આઠ વર્ષની જ હતી અને તેની બીજી દીકરી માહી તેમની ઉંમર ચાર વર્ષની જ હતી.
અને તેઓનો દીકરો એટલે કે પૃથ્વીરાજ ઉમેશ કુમાર ઝાલા તેઓની ઉંમર માત્ર અને માત્ર બે વર્ષની જ હતી આ ત્રણેય સંતાનો ને આટલી નાની ઉંમરે તેઓ ના માતા અને પિતાના છત ગુમાવી દીધી હતી માતાએ આપઘાત કર્યા બાદ ત્રણેય સંતાનો વલોપાત કરતા રહી ગયા હતા આ અંગે કઠલાલ પીએસઆઇ બી.એમ માળીનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું
દિયર કિસ્મતસિંહ સોમસિંહ ઝાલા ની અટકાયત કરી હતી, સાસુ વિષ્ણુ બેન સોમસિંહ ઝાલા ભાગી ગયા હોવાથી ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે, પરિણીતાએ કંટાળી જઈ એક લાખ ઉપાડી આપ્યા હતા પરંતુ આ બાદ દિયર ના લગ્ન અગાઉ તેઓના લગ્ન માટે કોરા ચેક ઉપર સહી કરાવવા ઝઘડો કર્યો હતો તેથી ચેકમાં પાંચ લાખની રકમ ભરી આપી હતી પછી ઈકો ગાડી લેવા અંગે ૧૦ લાખની માગણી કરી હતી.
જો પૈસા નહીં આપું તો ત્યાંથી તેઓ તેને ત્યાંથી જીવવા નહીં દે તેવી ધમકી આપતા હતા જેથી કરીને પિંકલ બેન તેઓને દસ લાખ રૂપિયા આપી દે પરંતુ આખરે અસહ્ય ત્રાસ આપતા પિંકલ બેન એ આપઘાત કર્યો અને પોલીસ દ્વારા વધુ ને વધુ જાણકારી એકઠી કરવામાં આવી રહી છે અને પિંકલ બેન ના સાસુ અને ઉમેશ કુમાર ઝાલા ના માતાશ્રી ને શોધવાની કામગીરી પણ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]