Breaking News

ભારે વરસાદ! આ જીલ્લાઓમાં આભ ફાટ્યું , ચારે કોર પાણી જ પાણી – વરસાદની હજી એક મોટી આગાહી .. વાંચો!

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં મુશળધાર વરસાદ પડશે તેવી આગાહીઓ આપી હતી. તેમાં ખાસ કરીને તારીખ 7 થી 9 ની વચ્ચે કડાકા સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી. આગાહી મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે કેટલીક જગ્યાએ તો આભ પણ ફાટયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ સતત બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં પાંચ-પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યાં છે. દાતા અને પાલનપુર તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં માત્ર બે જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડીસા અને વડગામ તાલુકામાં તેમજ સાબરકાંઠા વિજયનગર તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

વરસાદ જે પણ વિસ્તારમાં પડે છે તે વિસ્તારમાં સાંબેલાધાર વરસી જાય છે આજે સૌરાષ્ટ્રના હળવદમાં ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા બનાસકાંઠામાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં પાલનપુરમાં પાંચ ઇંચ અને ઉમરગામમાં ચાર ઇંચ વરસાદ પડતાં જ નદીઓમાં પાણી વહેવા લાગ્યા છે પાટણના સિદ્ધપુરમાં તેમજ સરસ્વતી અને રાધનપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના પણ કિસ્સા સામે આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ખરાબ હાલાકીનો ભોગ બનાવું પડ્યું છે. ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આમ આખા રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે.

તેમજ હવામાન વિભાગ અને રાજ્યના હવામાન નિષ્ણાતો ની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ વરસાદ ખૂબ સારો પડશે એવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સુરત માં છેલ્લા પાંચ દિવસથી અતિભારે વરસાદ વરસતા તેમજ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતાં ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલથી દોઢ ફૂટ જ ઓછી છે.

હાલ ઉકાઇ ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમજ સુરતની તાપી નદી બે કાંઠે થઈ જતા શહેરમાં આવેલો વિયર કમ કોઝવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં સિઝનનો ૫૯ ટકા વરસાદ વરસી ચૂક્યો છે છતાં પણ રાજ્યના મોટા ભાગનાં જળાશયો હજુ ખાલી જ છે. નર્મદાનું સરદાર સરોવર તેમજ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે તેથી જો બીજા વિસ્તારોમાં જળાશયો ખાલી હશે તોપણ ઉનાળાનું પાણી મળી રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *