Breaking News

ભારતના ધનવાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કહ્યું એવું જે દરેકે જાણી લેવું જોઈએ..! જાણો..

અત્યારે “ના ભૂતો ના ભવિષ્યતી” સમાન પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશના મોટા મોટા ઉદ્યોગ પદ્ધતિથી માંડીને દરેક ક્ષેત્રના સારા સારા શ્રેષ્ટીઓએ હાજરી આપીને પોતાના નિવેદનો પણ આપ્યા હતા. આ શતાબ્દી મહોત્સવની નોંધ અત્યારે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે..

આ ઉપરાંત શતાબ્દી મહોત્સવનો ડંકો અત્યારે સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. ત્યારે ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી કે જેવો અદાણી ગ્રુપના ચેરમેન છે, તેઓએ શતાબ્દી મહોત્સવ તેમજ પ્રમુખસ્વામી મહારાજને બીએપીએસ સંસ્થા વિષે જે શબ્દો કહ્યા છે તે શબ્દો દરેક વ્યક્તિએ જાણી લેવા જોઈએ..

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, તેઓએ પ્રમુખસ્વામીના દરેક કામોને ખૂબ જ ચીવટથી જોયા છે અને પ્રમુખસ્વામીના દરેક કામથી તેઓ ખૂબ જ અભિભૂત પણ થયા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે પ્રમુખસ્વામીના કામની તોલ ઉપર કોઈ પણ વ્યક્તિ ન આવી શકે. આ સાથે સાથે તેઓએ જણાવ્યું કે, બીએપીએસ સંસ્થાની અંદર સ્વયંસેવકોનું જે સમર્પણ છે.

તે અકલ્પનીય અને એકદમ જુદા જ લેવલનું છે. માત્ર એક હાકલથી સૌ ભક્તો સેવાકીય કાર્યોમાં લાગી જતા હોય છે. આ ઉપરાંત તેઓએ સ્વામિનારાયણ નગરમાંથી ઘણી બધી શીખો પણ લીધી છે. આ સાથે સાથે તેઓએ જણાવ્યું કે, અબુધાબીની અંદર જે બીએપીએસનું મંદિર બન્યું છે. તે જણાવે છે કે, માનવતાના મૂલ્યો આપણા દેશની સરહદ સુધી જ સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વ સુધી પહોંચી ગયા છે.

દેશના સૌથી ધનવાન ગૌતમ અદાણીના મોઢેથી આ શબ્દો સાંભળીને અત્યારે સૌ કોઈ લોકો ગર્વ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું કે, આજે સ્વામી બાપા જ્યાં પણ હશે ત્યાંથી તેઓ તેમને જોતા હશે, કારણ કે તેમના જીવનના ઘડતરની અંદર ડગલેને પગલે સ્વામી બાપા સાથે વાતચીતો થતી હતી..

આ ઉપરાંત સ્વામી બાપા નરેન્દ્ર મોદીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા અને અવારનવાર તેમની સાથે ફોન પર વાતચીત થતી હતી. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવએ દુનિયાભરના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી કેસ સ્ટડી છે. અહીં મુખ્ય મહેમાનોમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, ઝાયડસ કેડીલા ગ્રુપના પંકજ પટેલ..

નિરમા ગ્રુપના માલિક તેમજ રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીરભાઈ મહેતા તેમજ જીએમઆર ગ્રુપના ચેરમેન જી.એમ.રાવ સહિતના ઘણા બધા સમાજ સૃષ્ટિઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. આ તમામ વ્યક્તિના નિવેદન સાંભળી અત્યારે દરેક વ્યક્તિના મનમાં ગર્વનો જુસ્સો ભરાઈ ગયો છે..

રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટે જણાવ્યું કે, આ સભા જે જગ્યા પર યોજાઇ રહી છે તે એક ધામ છે. અને અહીંયા પ્રમુખસ્વામીની હાજરી પણ છે. તેઓએ જણાવ્યું કે, સ્વામિનારાયણના મંદિરો માત્ર મંદિર નથી હોતા પરંતુ તે માનવતાના ઉત્કર્ષ મંદિર છે. જ્યાં હંમેશા સેવા અને માનવતાલક્ષી કાર્યો પણ થાય છે. આ ઉપરાંત જ્યાં ઈશ્વર છે ત્યાં પ્રમુખસ્વામી મહારાજ છે.

તો ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીરભાઈ મહેતાએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજનું આખું જીવન માનવતા અને આધ્યાત્મિકતા માટે સૌ કોઈ લોકો માટે સમર્પિત હતું. તેઓ સાચા અર્થમાં સમાજના ગુરુ હતા અને તેમણે જ સૌ કોઈ લોકોને વસુધેવ કુટુંબકમનું સૂત્ર આપ્યું છે. તેઓએ જણાવ્યું કે તેમને પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની અંદર સામેલ થવાની તક મળી એ બદલ તેઓ તેમને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *