Breaking News

ભજીયાની દુકાન ચલાવતા યુવકે માનસિક ત્રાસમાં કંટાળીને ઘરે પહોંચતા પહેલા કર્યું એવું કે, જોઇને પરિવાર બેધાર આંસુએ રડી પડ્યો..!!

દરેક લોકો પોતાના પરિવારને ખુશ રાખવા માટે ઘણી મહેનત કરે છે. ગમે તેવું મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ આજકાલ લોકોને આર્થિક અને માનસિક ત્રાસ મળતો હોવાને કારણે તેઓ પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. આવી એક ઘટના કલોલમાં આવેલા ગાયોના ટેકરા પાસે મોટા ઠાકોરવાસમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી.

પરિવારમાં વિનોદજી ઠાકોર તેમની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. વિનોદજી ઠાકોરની ઉમ્ર 29 વર્ષની હતી. પરિવારનું ગુજરાન તેઓ ખૂબ જ સારી રીતે ચલાવવા માગતા હતા અને પરિવારના લોકોને ખુશ રાખવા માગતા હતા. જેના કારણે વિનોદજી ઠાકોર ભજીયાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ આ ધંધાની મોટો કરવા માટે તેને ધંધામાં ખૂબ જ રૂપિયાની જરૂરિયાત હતી.

જેના કારણે તેઓએ પોતાના સગા સંબંધીઓ તેમજ મિત્રો પાસેથી અમુક પૈસા લીધા હતા. તેઓ આ પૈસાનું વ્યાજ પણ ચૂકવી રહ્યા હતા પરંતુ સગા સંબંધીઓને તેમના મિત્રો તેમની પાસે વ્યાજ મળતું હોવા છતાં વધુ વ્યાજ અને પેનલ્ટી જેવી બાબતો કહીને ઉઘરાણી કરીને વિનોદભાઈને ત્રાસ આપતા હતા.

વિનોદજીભાઈ પોતાના માનસિક રીતે ખૂબ જ કંટાળી ગયા હતા. તેઓ અંદરો અંદર ચિંતામાં રહેતા હતા અને તેઓ અંદરો અંદર જ તૂટી ગયા હતા. તેઓ પોતાના પરિવારને આ વાત જણાવતા ન હતા. કારણ કે પરિવાનના લોકોને આ વાતની જાણ થતા તેઓ પણ દુઃખમાં રહેશે તેમ વિચારીને વિનોદભાઈએ પોતાની મુશ્કેલીને સહન કરી રહ્યા હતા.

પરંતુ તેમની ભજીયાની ચાલી રહેલી લારી પણ ચાલતી બંધ થઈ ગઈ હતી અને એક દિવસ તેઓ સાંજના સમયે ભજીયાની લારી બંધ કરીને પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે તેઓ રામનગર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા અને રસ્તામાં તેઓ ઉભા રહી ગયા હતા. તેમણે કેનાલ તરફ બે વખત જોયું હતું.

અને નર્મદા કેનાલમાં પોતાની બાઈક મૂકીને અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ કડી તાલુકાના કરણનગરની કેનાલ પાસે ગામના લોકો ગયા હતા. ત્યારે તેમણે આ કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ દેખાયો હતો. જેના કારણે ગામમાં હોબાળો મચી ગયો હતો અને દરેક ગામના લોકોને આ વાતની જાણ થતા તેઓ જોવા માટે કેનાલ પહોંચી ગયા હતા.

મોટી સંખ્યામાં ગામના લોકો કેનાલે ભેગા થયા હતા અને પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આ યુવકની ઓળખ કરતા તેઓ વિનોદજી ઠાકોર હોવાની જાણ થઈ હતી.

જેના કારણે વિનોદજીના પરિવારના લોકોને તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. જાણ કરતા જ પરિવારના લોકો આઘાતમાં રડવા લાગ્યા હતા. વિનોદભાઈની તપાસ કરતા વિનોદભાઈના ખીસામાંથી વ્યાજખોરોના હિસાબ અને તેમના નામ સાથેની અંતિમ નોટ મળી આવી હતી. વિનોદજીભાઈએ દરેક લોકો પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા.

પરંતુ તેઓ વ્યાજ ચૂકવી રહ્યા ન હતા છતાં પણ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે તેમણે પોતાનું પરિવાર હેરાન ન થાય તે માટે આ પગલું ભરી લીધું હતું. વિનોદભાઈને હેરાન કરી રહેલા વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી હતી અને તેઓની શોધ ખોળ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ કરી હોવાને કારણે પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *