Breaking News

ભાઈની નજર સામે જ એકતરફા પ્રેમીએ યુવતીને રહેંસી નાખતા મોઢામાંથી રાડ ફાટી ગઈ, હચમચાવતો કિસ્સો આવ્યો સામે..!

રોજબરોજની જિંદગીમાં અમુક વખત આપણે ખૂબ જ મુશ્કેલ બનાવવું પણ સહન કરવાનો વારો આવી જતો હોય છે, કેટલાક માથા ફરેલા વ્યક્તિઓના કારણે અન્ય સામાન્ય વ્યક્તિઓને મુશ્કેલી પડતી હોય છે. જ્યારે પણ વ્યક્તિને મુશ્કેલી એનો અનુભવ થાય ત્યારે તે તંત્ર પાસે મદદ માટે જતા હોય છે..

અત્યારે એક યુવક ઉપર ખૂબ જ મોટી મુશ્કેલી આવી પડી હતી, તે તંત્રની મદદ લેવા પહોંચે એ પહેલા જ એવી ઘટના ઘટી ગઈ કે, માથા ફરેલા એક તરફ આ પ્રેમીએ યુવતીને રહેંસી નાખી હતી, આ અરેરાટી ફેલાવતો બનાવ ઝીલપાર્ક કોલોનીનો છે, આ કોલોનીમાં અમૃતભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે..

પરિવારમાં તેમનો દીકરો દિલીપ તેમજ તેમની દીકરી નિકિતા તેમજ તેમની પત્ની પરીતાબેનનો સમાવેશ થાય છે, અમૃતભાઈ એક કારખાનાની અંદર મેનેજર તરીકેનું કામકાજ કરે છે, જ્યારે દિલીપ કોલેજનો અભ્યાસ કરી રહ્યો છે, તેમની દીકરી નિકિતાએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો છે..

અને હવે તેઓ નિકિતા માટે કોઈ સારો મુરતિયો શોધીને તેના લગ્નની કામગીરીઓ શરૂ કરવા જઈ રહ્યા હતા, પોતાની દીકરીના લગ્ન માટે ઉત્સુક પિતા અન્ય કોઈ બાબત સમજાય એ પહેલાં તો તેની દીકરી સાથે એવી ઘટના બની ગઈ કે, બિચારીનું કરુણ મૃત્યુ પણ થઈ ગયું હતું. ઝીલ પાર્ક કોલોનીમાં અમૃતભાઈની પડોશમાં રહેતા એક યુવકે નિકિતા ઉપર નજર બગાડી નાખી હતી..

નિકિતાએ તેના પિતાને થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેમના પડોશમાં રહેતો નિકુંજ નામનો યુવકો તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડી રહ્યો છે. સોશિયલ મીડિયા માટે અવારનવાર મેસેજ કરે છે, અને ઘણી બધી વાર તો તે ધમકી પણ આપવા લાગ્યો હતો. અમૃતભાઈએ તેના પડોશમાં રહેતા આ યુવકને બરાબર ખખડાવી નાખ્યો અને સમજાવી દીધું હતું કે, જો આજ પછી ક્યારેય પણ તે નિકિતાને સામું જોશે તો..

તે કાયદેસરની કાર્યવાહી કરી નાખશે, પરંતુ અમૃતભાઈની વાત સાંભળીને સમજ્યો નહીં અને નિકિતાને હેરાનગતિ કરવાની શરૂ જ રાખી હતી, એક દિવસ નિકિતા તેના ભાઈને સાથે લઈને શાક માર્કેટમાં ખરીદી કરવા માટે જઈ રહી હતી. ત્યારે તેના પડોશમાં રહેતો નિકુંજ નામનો આ નરાધમ યુવક તેની પાસે આવી પહોંચ્યો અને નિકિતા સાથે ખૂબ જ જબરજસ્તી કરવા લાગ્યો હતો..

આ દ્રશ્ય જોઈને નિકિતાના ભાઈ દિલીપે જોયું ત્યારે તેનો પિત્તો ફાટી ગયો અને તેણે નિકુંજને એક તમાચો મારી દીધો હતો કારણ કે, નિકુંજ જાહેરમાં તેની બહેન સાથે ખૂબ જ વધારે પડતા અડપલા કરવા લાગ્યો હતો. આ અડપલાને દિલીપ જોઈ શક્યો નહીં, એટલા માટે તેણે નિકુંજને એક તમાચો મારી દીધો હતો..

આ તમાચો વાગતાની સાથે જ નિકુંજ વિફરી ગયો અને તેણે પોતાની પાસે રહેલું એક ધારદાર સાધન કાઢ્યું હતું અને નિકિતાના ગળા ઉપર રાખીને તેને રહેંસી નાખી હતી, જ્યારે આ ઘટના બની ત્યારે સૌ કોઈ લોકોના મોઢામાંથી તો રાડ ફાટી ગઈ હતી અને માર્કેટની અંદર આ હચમચાવતો કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારે લોકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો..

એક તરફ આ પ્રેમની અંદર આ યુવકે નિકિતાને મોતને ઘાટ ઉતારી નાખી હતી અને બીજી બાજુ દિલીપ તેની બહેનને બચાવે એ પહેલાં તો આ સમગ્ર ઘટના ઘટી ગઈ હતી, બિચારો દિલીપ આંખો ફાડીને જોતો રહી ગયો અને તેની બહેનનું તેની નજર સામે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતાની સાથે જ નિકુંજ ત્યાંથી ભાગવા લાગ્યો હતો..

જ્યારે દિલીપ તેની બહેનને હોસ્પિટલે લઈ જવા માટે સડક પરથી પસાર થતા કેટલાક લોકોની મદદ માંગવા લાગ્યો હતો. એક વ્યક્તિએ તેની મદદ કરી અને હોસ્પિટલે પહોંચાડ્યા પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું લોહી જવાને કારણે બીચારી નિકિતાનું મૃત્યુ થઈ ગયું હતું, આ દુખ ભર્યા સમાચાર જ્યારે કોલોનીમાં ફેલાયા ત્યારે સૌ કોઈ લોકો આ નાના યુવક નિકુંજના ઘર પાસે એકત્ર થઈ ગયા હતા..

અને તેમનામાં રોશ પણ ફાટી નીકળ્યો હતો, કારણ કે નિકુંજે હસ્તી ખેલતી જીવન જીવતી એક ફુલ જેવી જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી નાખી હતી, આ યુવકને બરાબરનો મેથીપાક ચખાડીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું સૌ કોઈ લોકો જણાવી રહ્યા છે. નિકિતાના પિતા અમૃતભાઈના તો હોસ ઉડી ગયા..

તેમજ નિકિતાની માતા પરીતાબેન પણ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, જ્યારે જ્યારે આવા બનાવો આપણે સાંભળીએ છીએ ત્યારે દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે, આખરે આવા નરાધમોને એક તરફ પ્રેમની અંદર યુવતીઓનો જીવ લઈ લેવાની હિંમત ક્યાંથી આવતી હશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *