ભાઈના લગ્ન હોવાથી તૈયાર થવા બ્યુટી પાર્લર જતી બહેન સાથે થયું એવું કે લગ્ન બંધ રાખવા પડ્યા, મહેમાનો રડી રડીને બેહાલ થયા..!

જ્યારે પણ પરિવારમાં લગ્ન પ્રસંગ આવી પહોંચે છે. ત્યારે પરિવારના સૌ સભ્યો આ લગ્ન પ્રસંગને લઈને ખૂબ જ ખુશ ખુશાલ હોય છે. સૌ કોઈ લોકો વિચારે છે કે, ક્યારે આ લગ્ન પ્રસંગ આવે અને તેઓ પ્રસંગનો આનંદ મન ભરીને લઈ શકે પરંતુ આવા સમયે ઘરના વડીલો ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે કે, તેમના ઘરે આવેલો પ્રસંગ રાજી ખુશીથી પૂર્ણ થઈ જાય તો સારું…

અને કોઈ પણ પ્રકારના વિધ્નો ન નડે તો સારું, અત્યારે એક ઘરની અંદર દીકરાના લગ્ન લેવાયા હતા. પરંતુ આ દીકરો ઘોડી ઉપર ચડીને પરણવા માટે જઈએ પહેલા તો એવી ઘટના બની ચૂકી છે કે, લગ્ન બંધ રાખવા પડ્યા છે. રામજીભાઈના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો તેમના દીકરા પ્રીતમના લગ્ન હતા..

પ્રીતમની બહેન હેમાલી આ લગ્નને લઈને ખૂબ જ ખુશ હતી. તે પોતાના ભાઈના લગ્ન નજીક આવતાની સાથે જ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે જતી હતી. ત્યારે રસ્તામાં એક ડમ્પર ચાલકે હેમાલીની મોપેડને ટક્કર મારી દીધી હતી અને તેને રોડ ઉપર ખસેડી નાખતા હેમાલીનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું..

આ ઘટના પ્રીતમના લગ્નના માત્ર બે દિવસ અગાઉ જ બની હતી. બે દિવસ બાદ આ લગ્ન પ્રસંગ શરૂ થવાનો હતો. પરંતુ એ પહેલા જ ઘરમાં દુઃખની ઘડી આવી પહોંચી છે અને વરરાજાની સગી બહેનનું મૃત્યુ થઈ જતા લગ્નને બંધ રાખવાની ફરજ પડી છે. લગ્ન પ્રસંગ નજીક આવી પહોંચ્યો હતો..

એટલા માટે ઘણા બધા મહેમાનો પણ તેમના ઘરે રહેવા માટે આવી ગયા હતા અને લગ્નની તૈયારીઓમાં લાગી ગયા હતા. જ્યારે પરિવારના સભ્યો સુધી ઘટનાની જાણકારી પહોંચી કે, હેમાલીને માર્ગ અકસ્માત મૃત્યુ થયું છે. ત્યારે મહેમાનો સહિત સૌ કોઈ લોકોના રડી રડીને બેહાલ થયા હતા.

હેમાલીના માતા પિતા તો દુઃખની આ ઘડી સહન કરી શક્યા નહીં, હેમાલીના માતા ચકકર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તો બીજી બાજુ વરરાજો પણ પોતાની બહેનના મૃત્યુને લઈને ખૂબ જ દુઃખી છે. સમગ્ર પરિવારજનોને સંભાળવા માટે આસપાસના પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે..

અને તેમને સાંતવના પાઠવી રહ્યા છે. બીજાના જે ઘરમાં લગ્ન પ્રસંગ હતો. એ ઘરની જ ખુશીઓ અત્યારે મોતના માતમમાં છવાઈ જતા ભારે રોકકળનો માહોલ સર્જાઈ ગયો છે. હાલમાં હેમાલીને અંતિમ વિદાય આપવામાં આવી છે. ડમ્પર ચાલક પુર ઝડપે આવતો હતો, જેણે કાબુ ગુમાવી દેતા હેમાલીને અડફેટે લઈ લીધી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment