Breaking News

ભાઈના લગ્ન હોવાથી ઘરની સફાઈ કરતી સગી બહેન સાથે થયું એવું કે લગ્ન અટકાવીને સ્મશાને દોડ્તું થવું પડ્યું, મહિલાઓ ખાસ ચેતજો..!

જે ઘરમાં લગ્ન પ્રસંગ આવવાનો હોય તે ઘરમાં જુદી જુદી તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જતી હોય છે. જેમાં ઘરની સાફ-સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે, મકાનને રંગ કરવામાં આવે છે. તેમજ લાઇટિંગથી આખા મકાનને જગમગાટ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ આ તમામ કામગીરીઓની વચ્ચે પરિવારના સભ્યોએ ડગલેને પગલે ખૂબ જ ચેતીને કામકાજ કરવું પડે છે..

સહેજ અમથી પણ ચુક થઈ જાય તો ખૂબ જ મોટા બનાવવાનો સામનો કરવો પડતો હોય છે. ઉત્તર પ્રદેશના ફતેપુરમાંથી ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બાકા વિસ્તારના અકબરબા ગામની અંદર કામતા પ્રસાદ નામના વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો. તેમના દીકરા કીર્તન પ્રસાદના લગ્ન લેવાયા હતા..

આ લગ્ન નજીક આવતા હોવાથી કામતા પ્રસાદની પત્ની મંજુલા તેમજ કામતા પ્રસાદની 22 વર્ષની જુવાન જોધ દીકરી સુમન ઘરની સાફ-સફાઈ કરવા લાગ્યા હતા. આ સાફ-સફાઈની અંદર એવી ઘટના બની ગઈ છે કે, લગ્ન પ્રસંગ અટકાવી દઈને પરિવારજનોને સ્મશાને દોડતો ઉઠવું પડ્યું છે.

જ્યારે આ મા-દીકરી ઘરની સાફ-સફાઈ કરતા હતા, ત્યારે અચાનક જ વીજળીનો તાર તૂટીને સુમન ઉપર પડ્યો હતો અને તે આ કરંટની ચપેટમાં આવી જતા ત્યારે ત્યાં જ ઉછાળીને ફેંકાઈ ગઈ હતી અને નીચે પટકાતા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેને આ કરંટ લાગ્યો ત્યારે પરિવારના સભ્યો ત્યાં જ હાજર હતા..

પરંતુ કોઈ પણ વ્યક્તિ તેને બચાવવામાં સમર્થ બની શકયા નહીં, તેને તાબડતોબ દવાખાને પણ લઈ જવામાં આવી પરંતુ ત્યાં હાજર રહેલા ડોક્ટરે જણાવ્યું કે, સુમનનો શ્વાસ બંધ થઈ ગયો છે. અને તેનું મૃત્યુ થઈ ગયું છે. ઘરની સાફ-સફાઈ કરતી વખતે કરંટની ચપેટમાં આવી જતા 22 વર્ષની આ જુવાનજોધ દીકરીનું મૃત્યુ થઈ જતા એકાએક મોતનો માતમ છવાઈ ગયો હતો.

બિચારી આ સુમન પોતાના ભાઈના લગ્નની ખુશીને લઈને ખૂબ જ ખુશખુશાલ હતી. તેને એવી તો શી ખબર કે ઘરની સાફ-સફાઈ કરતી વખતે જ તેનું મૃત્યુ થશે અને તેના ભાઈના લગ્ન પણ અટકી પડશે, પરિવારજનોએ સુમનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દેતા તેને લાશ સોંપી દેવામાં આવી છે..

અને તેના અંતિમ સંસ્કારની કામગીરી કરવા માટે પરિવારજનો શ્મશાને દોડતા થયા છે. લગ્ન પ્રસંગની અંદર ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેમાં પણ આ કિસ્સો સામે આવતા મહિલાઓએ ખૂબ જ ચેતી જવું જોઈએ, અને હંમેશા જોઈ વિચારીને દરેક કામકાજ કરવા જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *