Breaking News

ભાઈ-બહેનના લગ્ન હોવાથી સાફ સફાઈ કરતા બે ભાઈઓ પર દીવાલ પડતા જ લગ્નની ખુશી પરિવાર માટે માતમમાં ફેરવાઈ, ઓમ શાંતિ..!

ઘરની અંદર જો લગ્ન પ્રસંગ હોય તો તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હોય છે. લગ્ન શરૂ થાય એ પહેલા જ ઘરમાં મહેમાનોને કાફલો ગોઠવાઈ ગયો હોય તેમ જ ઘરના સૌ સભ્યો ઘરને સજાવતા હોય છે. ફૂલોની સુગંધી ઘર સુગંધિત બન્યો હોય છે. જ્યારે શરણાઇના સૂરથી માહોલ એકદમ સરસ થતો હોય છે..

લગ્ન પોતાની પહેલાં જ ઘરની અંદર સાફ સફાઇ પણ કરવામાં આવે છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દીધડીયા ગામમાં કાંજીયા પરીવારમાં દીકરા અને દીકરીના લગ્ન હતા. શુભપ્રસગ ઘર આંગણે આવીને ઊભો હતો. એટલા માટે હકાભાઇ તેમજ વિપુલભાઈ બંને ઘર પાસે સફાઈ કરતા હતા..

એ સમય દરમિયાન ઘરની નજીક આવેલી એક દિવાલ અચાનક જ તેમના પર ધારાશાયી થઈ હતી અને તેમના પર મોત બનીને ત્રાટકી પડી હતી. દિવાલ તેઓ ઉપર પડતાની સાથે જ પરિવારના સભ્યો ત્યાં તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા. આ બંને ભાઈઓની સાથે સાથે તેમનો ભત્રીજો મહેશ પણ સાફ-સફાઈ કરતો હતો..

આ ત્રણેય યુવાનોના દિવાલ ધરાશાયી થવાના કારણે મોત થયા છે. આવતી કાલે ઘરે ભાઈ બહેનના લગ્ન હતા. અને આગળના દિવસે એક સાથે ત્રણ ભાઈઓના મોત થવાથી પરિવારમાં લગ્નની ખુશી મોતના માતમમાં છવાઈ ગઈ હતી. આ બનાવ લગ્નના આગળના દિવસે ઘરે માતાજી ના માંડવા ના કાર્યક્રમમાં બન્યો હતો..

એક સાથે ત્રણ ભાઈઓના મોત થતા સમગ્ર પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો. લગ્નને લઈને સૌ કોઈ લોકોમાં એટલો બધો ઉત્સાહ હતો કે જેની ન પુછો વાત.. પરંતુ પરિવારમાં એક સાથે ત્રણ યુવકોના મોત થતા કાળ ત્રાટકી પડ્યો છે. અને લગ્નની તમામ ખુશીઓ ભૂલાવીને લોકો શોકમાં માહોલમાં ગરકાવ થઈ ગયા છે..

જ્યારે બીજી તરફ મહેમાનોમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાની સાથે જ આ લગ્નને રોકી દેવામાં આવ્યા છે. પરિવારજનોએ વિચાર્યું પણ નહીં હોય કે આ લગ્ન પ્રસંગ પહેલા તેમના પરિવારના ત્રણ દીકરાઓ એક જ સાથે જીવ ગુમાવી દેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *