ગુજરાત રાજ્ય માંથી અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવ્યા છે. જેમાં ઘણા બધા નિર્દોષ વ્યક્તિના જીવ પણ જાય છે. વાહન ચાલકોની ડ્રાઇવિંગ પ્રત્યેની અસમજણને કારણે નિર્દોષ વ્યક્તિઓનો જીવ જોખમમાં મુકવો યોગ્ય બાબત કહેવાય નહીં. છતાં પણ મન ફાવે તેવી ગતિએ લોકો વાહનો ચલાવતા હોય છે.
હાલ ભાવનગરના તળાજા પંથકમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રોહિત કાંતિભાઈ ભટ્ટ તેમજ તેમની સાથે રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજરાતના હિંમતભાઈ નવલભાઇ પરમાર બંને ફુલસર ગામ પાસેથી મસ્તરામ ધારા ભાગવત કથામાં હાજરી આપવા માટે ગયા હતા.
ત્યાંથી તેઓએ ભાગવત કથા સાંભળીને બપોરના સમયે પ્રસાદી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ ફુલસર ગામ પાસે નાવલી નદી પાસે પહોંચ્યા હતા. નાવલી નદીના પુલ ઉપર એક બોલેરો પીકપ ખૂબ વધારે પડતી ગતિથી તેમની સામે આવી રહ્યું હતું. અત્યારે રોહિતભાઈ અને હિંમતભાઈ બંને એક બાઈક પર સવાર હતા..
તેઓને લાગ્યું કે, બોલેરો પીક અપના ચાલકે કાબુ ગુમાવી દીધો છે. એટલા માટે તેઓએ ગાડી સાઇડમાં ઊભી રાખી દીધી હતી. પરંતુ બોલેરો પીક અપ તેમની સાથે ફૂલ ઝડપે અથડાયું હતું. જેના કારણે બાઇકના કુચે કુચા બોલી ગયા હતા. તો બીજી તરફ બોલેરો પીક અપના પણ કુચા બોલી ગયા હતા..
અને બાઈક પર સવાર હિંમતભાઈ રોહિતભાઈ બંને ફંગોળાઈને દૂર રોડ ઉપર પડ્યા હતા. જેમાં હિંમત ભાઈને માથાના ભાગે ઇજા થતાં તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે રોહિતભાઈના હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત થતાની સાથે જ બોલેરો પીકપ વાહનચાલક તાત્કાલિક ધોરણે ત્યાંથી ફરાર થઈ ગયો હતો..
હિંમતભાઈ પરમાર કે જેઓની ઉંમર 24 વર્ષની હતી. તેઓ મૂળ રાજસ્થાન રાજ્યના છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર પંથકમાં છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારે છે. તેના પરિવારમાં તેમના માતા-પિતાની સાથે સાથે ચાર ભાઈઓ અને એક બહેનનો પણ સમાવેશ થાય છે..
જેમાં હીમંતભાઇ પટેલ પરિવારના મોટા સભ્ય હતા. પરિવારનો જુવાનજોધ દીકરો ગુમાવતાની સાથે જ પરિવારમાં માતમ છવાઇ ગયો છે. તો બીજી બાજુ હિંમતભાઈના મિત્ર રોહિતભાઈ કાંતિભાઈ ભટ્ટે તળાજા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર બોલેરો પીક અપ વાહન ચાલક ની સામે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે તળાજા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]