હાલના સમયમાં અને કોઈ વ્યક્તિ પાસેથી વસ્તુ કે મકાન અને પ્લોટ અને જગ્યાઓ વગેરે જેવી ચીજવસ્તુઓ પણ પડાવી લેવાની ભાવનાઓ ચાલી રહી છે. એમાં પણ જો સામે વાળી વ્યક્તિ થોડો ઘણો ઢીલો દેખાય કે તરત જ મનથી ચતુર લોકો તેમની સંપત્તિ પડાવવા માટે મીઠી મીઠી વાતો કરીને ફોસલાવી લેતા હોય છે..
હાલ એક દુકાન પચાવી પાડવાના બહાને એક યુવકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના ઝઘડિયા ચોકડી વિસ્તારમાં એક ૭૦ વર્ષીય વડીલે પોતાની દુકાન એક વ્યક્તિને ભાડે આપી હતી. જેથી કરીને એ દુકાનનું ભાડું આવે તે ઘર ખર્ચમાં વાપરી શકાય એટલા માટે તેઓએ ધોરાજીમાં રહીને જૂનાગઢમાં ઈલેક્ટ્રીક નો ધંધો કરનાર એક યુવકને આ દુકાન ભાડે આપી હતી..
પરંતુ શરૂઆતના થોડા દિવસોમાં જ યુવકે પોતાની કાળી કરતુતો દેખાડી દીધી હતી. તે યુવકને દુકાન ભાડે આપી હતી. તે ખૂબ જ માથાભારે હોવાનું સામે આવ્યું છે. તેણે બે મહિનાનું ભાડું મકાનમાલિકને આપ્યું હતું. પરંતુ ત્રીજા મહિનાથી તેને દુકાનમાંથી પોતાનો સામાન ખાલી કરી અન્ય બીજા ભાડુઆતને આ દુકાન ભાડે આપી દીધી હતી..
ત્યારબાદ તેણે તેની પાસેથી ભાડું વસુલ કરીને અન્ય એક બીજા ભાડુઆતને પણ દુકાન ભાડે આપી દીધી હતી. અને ત્યાં તેણે એક મહિલાને પણ બેસાડી દીધી હતી. ધીમે ધીમે તે જુદા જુદા વ્યક્તિઓને આ દુકાન ભાડે આપવા લાગ્યો હતો અને આ દુકાને પચાવી પાડવાનું મન બનાવીને બેઠો હતો..
જ્યારે જ્યારે મકાનમાલિકના ફોન ભાડુઆત ઉપર જાય ત્યારે તે મકાન માલીકને કહેતો હતો કે દુકાનનું ભાડું તમને આપવાનું થતું નથી. તમે દુકાને પણ ભાડુ લેવા માટે જતા નહીં. જો તમે દુકાને ભાડુ લેવા માટે જતો હતો. ત્યાં બેસી રહેલી મહિલા દ્વારા તમારા પર છેડતીની ફરિયાદ દાખલ કરાવી દેવામાં આવશે..
આ ઉપરાંત તેણે ઘણી બધી ધમકીઓ પણ આપી હતી. ભાડુઆતને લાગ્યું હતું કે આ મકાન માલિક તેમની ધાક ધમકીથી ડરી જશે અને આ દુકાને આપી દેશે. પરંતુ મકાનમાલિક પણ આ યુવકને મેથીપાક ચખાડવા માટે તૈયાર થઈ ગયા હતા. તેણે તેના દીકરાની મદદથી પોલીસમાં ડીવાયએસપીને મળ્યા હતા અને આ મામલાની જાણ કરી હતી..
તેમનો દીકરો એક સિક્યુરિટી કંપનીમાં નોકરી કરે છે. તેઓ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા અને ત્યાં તેઓએ આ તમામ બાબતોની જાણ કરી હતી. પ્રદીપસિંહ જાડેજાએ હેડ કોન્સ્ટેબલને આ મામલાની જાણ કરી હતી. અને કોન્સ્ટેબલ તાત્કાલિક ધોરણે આ મામલાને તપાસવા માટે ત્યાં પહોંચી ગયા હતા.
અને ભાડવાત ને બરાબર ઠપકો આપ્યો હતો ત્યારબાદ તેમની પાસેથી દુકાન પણ ખાલી કરાવી હતી. અંતે ભાડુઆતને ધમકી આપવાના આધાર પર ફરિયાદ દાખલ કરી છે. ભાડુઆત આ ફરિયાદ બાદ સીધો દોર થઈ ગયો છે અને આજીજી કરવા લાગ્યો હતો. હકીકતમાં એક બીજાની વસ્તુઓ પચાવી પાડવાના ઈરાદે હેરાનગતી પહોચાડવી એ સારી બાબત નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]