અત્યારના આધુનિક સમયની અંદર આપણી પાસે એટલી બધી સુખ સગવડના સાધનો છે કે, આપણા દરેક કામ ખૂબ જ સરળતાથી બની જાય છે. પરંતુ આ સુખ સગવડના સાધનોને કારણે અમુક વખત આપણું જીવન મુશ્કેલીમાં પણ મુકાઈ જતું હોય છે. તો અમુક વખતે જીવને જોખમ પણ રહે છે..
અત્યારે ભીલવાડા વિસ્તારમાં કંઈક એવી જ ઘટના બની જવા પામી છે કે, જેમાં કેટલાય લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભીલવાડાના કરેડા નિવાસ પાસે મૂળ ઉત્તર પ્રદેશ ગોરખપુરના કેટલાક કારીગરો રૂમ ભાડે રાખીને રહેતા હતા. આ તમામ કારીગરો ત્યાં નજીકમાં આવેલી ફેક્ટરીમાં કામકાજ કરતા અને આ ભાડાની રૂમમાં સાથે ખાવાનું બનાવીને સાથે ત્યાં જ સૂઈ જતા..
અને હળી મળીને રહેતા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી તેમને ગરમીનો અનુભવ થતા તેઓ તેમના રૂમના ઉપરના ભાગે આવેલા ટેરેસ ઉપર સુવા માટે જતા હતા. તેઓએ સાંજના સમયે ફેક્ટરીએથી આવીને ખાવાનું બનાવ્યું હતું. અને ત્યારબાદ સાથે ભોજન લીધા પછી ટેરેસ ઉપર સુવા માટે ચાલ્યા ગયા હતા..
જ્યારે તેઓ સવારે તેમની રૂમ ઉપર આવ્યા ત્યારે દરવાજો ખોલીને જેવો બલ્બ શરૂ કર્યો કે, તરત જ ધડામ દઈને ખૂબ જ મોટો ધડાકો થયો હતો. શરૂઆતમાં તો સમજાયું નહીં કે, આટલો મોટો ધડાકો શાનો થયો છે. અને શા માટે એટલી બધી આગ નીકળી રહી છે. ત્યારબાદ ધીમે ધીમે ખબર પડી કે તેમના ઘરની અંદર રહેલો ગેસનો બાટલો ફાટ્યો છે..
અને આગ પકડી લેતા તેમની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. આ કારીગરોમાં બીરજુ, ઉમેશ, સુરેશ તેમજ રાજેશ નામના ચાર યુવકો નો સમાવેશ થાય છે. જ્યારે બિરજુએ બલ્બ શરૂ કર્યો ત્યારે અચાનક ગેસનો બાટલો ફાટી નીકળ્યો હતો. અને સૌ કોઈ લોકોને ત્યાંથી દૂર ફેંકી દીધા હતા. આ ધડાકો એટલો બધો જોરદાર હતો કે, આસપાસના પડોશના લોકોમાં તો ફફડાટ મચી ગયો હતો..
તાત્કાલિક ધોરણે ત્યાં કેટલા બધા લોકો ત્યાં હાજર થઈ ગયા અને પોતાના ઘરેથી પાણી લાવીને અહીં આગ બુજાવાની કોશિશ કરી હતી. ટૂંક સમયની અંદર જ આગ બુઝાય પણ ગઈ પરંતુ આ ઘટનાની અંદર એક વ્યક્તિ નું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય ત્રણ કારીગરો ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા છે..
આવી ઘણી બધી ઘટનાઓ રોજબરોજ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે કે, દિન પ્રતિદિન કયા વ્યક્તિ સાથે કઈ ઘટના બને તેનું નક્કી હોતું નથી. આવી બધી ઘટના ખૂબ જ હજમચાવી દેતી હોય છે. આ ત્રણેય ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તેમના પડોશીઓ તાત્કાલિક ધોરણે હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા..
જ્યારે તેઓ બોલી શકે તેવી હાલતમાં આવી ગયા ત્યારે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે, કદાચ સાંજના સમયે જ્યારે ખાવાનું બનાવ્યું ત્યારે ગેસનું બટન ખુલ્લું રહી ગયું હશે અને ગેસ લીકેજ થઈ જવાને કારણે જ્યારે તેઓએ બલ્બ શરૂ કર્યો ત્યારે અચાનક જ આ ગેસનો બાટલો ફાટી ગયો હતો…
બિરજુનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેના પરિવારજનોને ગામડે સમાચાર પહોંચાડવામાં આવ્યા કે, બિરજુનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે તેના મા બાપ માટે આ ઘડી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ ગઈ હતી. તેઓ રડતા રડતા કહેવા લાગ્યા કે, તેઓએ બિરજુ ને પૈસા કમાવા માટે બીજા રાજ્યમાં મોકલ્યો હતો..
પરંતુ તેઓને એવી તો શી ખબર કે પૈસા કમાવાની આ રેસની અંદર તેમના દીકરાનો જીવ પણ ઓચિંતા રીતે જતો રહેશે. હાલ ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો છે કારણ કે આ ઘટના ખૂબ જ ચોંકાવી દેતી છે. જાતે રાંધીને ખાતા આ કારીગરોની રૂમ પણ બળીને ખાખ થઈ ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]