Breaking News

ભાડે રેહતી મહિલાના ઘરે રોજ એક પાર્સલ આવતું જોઈને મકાન માલિકને શંકા ગઈ, એકવાર ચોરીછુપે પાર્સલ ખોલીને જોયું ત્યાં તો ઉડી ગયા હોશ..!

અમુક ઘટના આટલી બધી ચોંકાવનારી સાબિત થઈ છે, જેના વિશે ક્યારેય આપણે વિચાર પણ કર્યો ન હોય સામાન્ય રીતે જિંદગી જીવતા લોકો આવી હચમચાવી દેતી ઘટનાને સહન કરી શકતા નથી, જો તેમને કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ દેખાય તો તેઓ તરત તંત્રની મદદથી પણ પહોંચી જતા હોય છે..

અત્યારે અતિશય ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, આ ઘટના સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈના મકાનમાં બની છે, પ્રકાશભાઈને તેમના મકાનના નીચેનો માળ રેખા નામની એક મહિલાને ભાડે આપ્યો હતો. રેખા 5000 રૂપિયા દર મહિનાનું ભાડું ભરીને આ મકાનમાં રહેતી હતી..

મકાનમાલિક પ્રકાશભાઈ પણ ખૂબ જ ખુશ ખુશ હતા કારણ કે, તેમને ખૂબ જ સારા ભાડુઆત પણ મળી ગયા હતા અને તેઓ સમયસર ભાડું પણ આપી રહ્યા હતા, પરંતુ તેમને એવી તો શી ખબર કે તેમના મકાનની અંદર જ ખૂબ જ કાળા કારનામાં ચાલી રહ્યા છે, રોજબરોજ સાંજે 7:00 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના સમયગાળામાં એક યુવક એક બોક્સનું પાર્સલ લઈને રેખાબેનના ઘરે આવી પહોંચતો હતો..

અને બેલ વગાડીને આ પાર્સલ આપીને ત્યાંથી જતો રહેતો હતો, રોજબરોજ આ યુવકને પાર્સલ આપતા જોઈને પ્રકાશભાઈને ખૂબ જ શંકા ગઈ હતી કે, એવું તો શું થઈ રહ્યું છે કે રોજ રાત્રે રેખાબેનના ઘરે આ યુવક પાર્સલ આપવા માટે આવી રહ્યો છે. આ પાર્સલ ની અંદર એવું તો શું હશે કે જેની જરૂરિયાત રેખા બંને રોજ પડી રહી છે..

તેને શંકા જતા ની સાથે જ એક દિવસ તેને ચોરી છુપે આ પાર્સલ ખોલીને જોવાની કોશિશ કરી હતી, ત્યારે અંદરથી તેને એવી ચીજ વસ્તુ દેખાય કે તેના હોશ છૂટી ગયા હતા, આ પાર્સલનું બોક્સ ખોલતાની સાથે જ અંદરથી ખૂબ જ વિચિત્ર ચીજ વસ્તુઓ મળી આવી હતી અંદર વિદેશી દારૂની ઘણી બધી બોટલ મૂકવામાં આવી હતી..

આ ઉપરાંત તેમના મકાનના નીચેના માળે ભાડેથી રેહતી રેખા મકાનના પાછળના ભાગે આવેલી એક રૂમમાં આ પાર્સલને મૂકી દેતી હતી, તે દારૂનો સંગ્રહ કરતી અને જરૂર પડે તેવી રીતે રોજ સવારના સમયે થેલામાં દારૂની બોટલો નાખીને અન્ય કોઈ વ્યક્તિને પહોંચાડી દેતી હતી. આ ઘટનાનો પરદાફાશ કરવા માટે પ્રકાશભાઈ તરત જ નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને ત્યાં પોલીસ અધિકારીને જણાવ્યું કે..

તેઓના મકાનની અંદર ભાડેથી રહેતી મહિલા વિદેશી દારૂનો ધંધો ચલાવી રહી છે, શરૂઆતમાં તો તેમને ખૂબ જ અજુગતું લાગ્યું. તે ખૂબ જ ચોકસાઈથી આ ધંધો ચલાવતી હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ખબર હતી નહીં, પરંતુ શંકા જતા પ્રકાશભાઈ જ્યારે તપાસ ચલાવી ત્યારે આ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો હતો..

પોલીસને મળતી માહિતી અનુસાર તેઓએ થોડી ઘણી પ્રાથમિક માહિતી મેળવવાની કોશિશ કરી અને એક દિવસ રેખાના ઘરે છાપો મારી દેતા આ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો હતો, પાછળના ભાગે આવેલી રૂમની અંદર અંદાજે 100 લિટર કરતા પણ વધારે દારૂનો જથ્થો મળી આવ્યો હતો..

તે રોજ સવારના સમયે શાકભાજી લેવાની થેલીની અંદર દારૂની બોટલ લઈને અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડી દેતી હતી અને સાંજના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ પાર્સલ મારફતે તેના ઘરે દારૂ પહોંચાડી દેતો. આ મહિલા ખૂબ જ વધારે રૂપિયાની કમાણી કરતી હતી, પરંતુ બે નંબરના રૂપિયા કમાવવા કરતાં મહેનતની રોટલી ખાવી વધારે સારી હોય છે..

તેવી જ રીતે અત્યારે આ મહિલાને પકડી પાડવામાં આવી છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. તેની સાથે આ બિઝનેસની અંદર કયા વ્યક્તિ જોડાયેલા છે, તે તેને દારૂની ડિલિવરી કોણ કરતું હતું અને તે કયા વ્યક્તિ સુધી આ માણસ પહોંચાડતી નથી વગેરેની પણ માહિતી મેળવવી રહી છે..

બીજી બાજુ પોલીસે પ્રકાશભાઈને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા કારણ કે, તેઓએ શહેરની અંદર ગુનાખોરી ટાળવા માટે પોલીસને ખૂબ જ વિશિષ્ટ મદદ કરી હતી અને પોતાના જ મકાનમાં ભાડેથી રેહતી મહિલા સામે પુરાવાઓ પણ એકત્ર કરીને આપ્યા હતા, ખરેખર સોસાયટીના લોકો પણ પ્રકાશભાઈને ખુબ જ માન સન્માન આપી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *