આજકાલ પ્રેમસંબંધમાં એવા ડખાઓ ઉભા થઇ રહ્યા છે. કે જેનો હલ કાઢવો મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકિન હોય છે. અમદાવાદની એક યુવતીને તેના દિયર સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ સબંધ તેને ખૂબ જ ભારે પડ્યો છે. કારણ કે હાલ તેની સાથે એવી ઘટના બની છે કે, ત્યારબાદ તે તેના પ્રેમી કે સાસરિયાવાળા ની બંનેમાંથી કોઈ એકની પણ રહી નથી.
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી એક યુવતીએ અભિયમની હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે, તેને તેના પ્રેમીએ જબરજસ્તી એક રૂમમાં બાંધીને રાખી છે. તેને તેના પ્રેમી સાથે રહેવું નથી. છતાં પણ તેની સાથે જબરજસ્તી કરવામાં આવી રહી છે. મહિલા હેલ્પલાઇનની ટીમે આ મહિલાને સરનામું પૂછ્યું હતું..
પરંતુ સરનામું જણાવે પહેલાં જ ફોન કટ થઈ ગયો હતો. અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરવા લાગ્યો હતો. હેમખેમ કરીને મહિલાની મદદ તેમની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. ત્યાર બાદ યુવતીએ જણાવ્યું હતું કે, તેનો પ્રેમી તેને રસ્તા ઉપર મુકીને ભાગી ગયો છે. હકીકતમાં આ યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા..
ત્યારબાદ તેના માસીના દીકરા એટલે કે તેના દિયર સાથે તેને પ્રેમ સંબંધ થઈ ગયો હતો. તેનો દિયર તેને ખૂબ સારી રીતે સાચવણી કરતો હતો. તેમજ બોલાવીને તેની સાથે અંગત પળો પણ વિતાવતો હતો. ધીમે ધીમે તે આ યુવતીને બ્લેકમેલ પણ કરવા લાગ્યો હતો. અને તેની અંગત પળોના ફોટો યુવતીના સાસરિયા વાળા ને બતાવી દેશે તેવી ધમકી આપવા લાગ્યો હતો..
એક દિવસ દિયરે ભાભી અને દિયર બંનેના અંગત ફોટો ભાભીના સાસરીયા વાળાઓને બતાવી દીધા હતા. જેના કારણે સાસરીવાળા તેમની પુત્રવધૂ પર ખુબ જ ગુસ્સે ભરાયા હતા. અને તેમને ઘરમાંથી કાઢી મુકી હતી. તો બીજી બાજુ પ્રેમીઓ પણ તેની પ્રેમિકાને એક મહિના સુધી રૂમમાં પૂરી રાખી હતી. અને તેના પર સતત ત્રાસ ગુજાર્યો હતો..
મહિલા માટે બંને રસ્તાઓ બંધ થઈ ચૂક્યા હતા. એક બાજુ સાસરીયા વાળો ઘરમાં ઘૂસવાની ના પાડતા હતા. તો બીજી બાજુ પ્રેમી તેને સાચવવાની ના પાડતો હતો. તેમજ તેને ત્રાસ પહોંચાડતો હતો. એટલા માટે મહિલાએ અભિયમની ટીમની મદદ લીધી હતી.
હાલ અભિયમની ટીમે આ મહિલાને સમજાવીને પોતાના ભાઈ ભાભી પાસે મૂકી છે. અને આ યુવતીને તેના પ્રેમીની કરતૂતોથી બચાવી છે. હકીકતમાં ઘણી બધી વાર પ્રેમ સબંધ કરવો ખૂબ જ ભારે પડી જતો હોય છે. જ્યાં સુધી બંન્નેમાં પ્રેમ હોય ત્યાં સુધી મામલો સારી રીતે ચાલે છે. પરંતુ જ્યાં સુધી એકબીજા પ્રત્યેના પ્રેમ ભાવ પૂર્ણ થઈ જાય ત્યાંથી ન બનવા ના બનાવો શરૂ થવા લાગે છે. જેના કારણે ગુનાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]