દુનિયાના ઘણા સંબંધો એવા હોય છે. કે જે વ્યવહાર જીવનમાં ક્યારેય શક્ય બનતો નથી. પરંતુ એ સંબંધો નિભાવવા માટે ઘણા લોકો ખૂબ મથામણ કરી રહ્યાં હોય છે. તેમજ અશક્ય સંબંધને પણ શક્ય બનાવવા માટે દોષનો ટોપલો એકબીજાને માથે ઢોળવાના બનાવ સામે આવી ચુક્યા છે..
હાલ ઓલપાડ તાલુકાના કીમ ગામ માં એવા જ એક સંબંધના કારણે એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. કિમ ગામમાં શિવ સોસાયટીમા સુનિલભાઈ છેડાલાલભાઈ નિશાદ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના ભાઈ ભાભી માતા-પિતા અને તેમની પત્ની પૂજા બેનનો સમાવેશ થાય છે.
લગ્ન બાદ સુનિલભાઈ અને પૂજાબેન નું લગ્નજીવન ખૂબ સરસ ચાલી રહ્યું હતું. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ તેઓની વચ્ચે ઝઘડાઓ અને મોટી મોટી માથાકૂટ વધવા લાગી હતી. જેની પાછળનું એક કારણ પૂજાબેનને સમજાઈ ચૂક્યું હતું. પૂજા બેનને પોતાના પતિ સુનિલભાઈ અને પોતાના જેઠાણીના આડા સંબંધોની જાણ થઈ ચૂકી હતી…
હકીકતમાં પૂજાબેનના પતિ પોતાની ભાભી સાથે આડાસંબંધ રચાવી રહ્યા હતા. આ વાતની જાણ પૂજા બેનને થતાં જ તેઓ ખૂબ જ દુઃખી હતા. કારણ કે હસતું ખીલતું લગ્નજીવન મૂકીને તેમના પતિ ગેરવ્યાજબી સંબંધો રચાવવામા રસ દાખવતા હતા. જે બિલકુલ ખોટું છે. પૂજાબેનએ આ બાબતને લઈને જેઠાણી સોની બહેનને પણ ઘણી વખત વાત કરી હતી..
છતાં પણ આ બાબતનો કોઈ ચોક્કસ નિવેડો આવ્યો હતો નહીં. તેમજ તેણે પોતાના પતિને પણ આ પ્રકારની હરકતો ન કરવા માટે જણાવ્યું હતું. અને આગામી સમયમાં સુધરી જવા માટે કહ્યું હતું. છતાં પણ તેનો પતિ સુનિલ અને તેની જેઠાણી ની બહેન બંને આ બાબતને ધ્યાનમાં ન લેતા આખરે પૂજાબેન કંટાળી ગયા હતા…
તેમજ આ વાતને લઈને સુનીલ અને તેની બહેન બંને પૂજાબેન સાથે ગાળાગાળી અને મારપીટ કરતા હતા રોજ ની માથાકૂટ ને લઈને પૂજાબેન કંટાળી ગયા હતા. એટલા માટે એક દિવસ તેણે રૂમ બંધ કરીને ઘરના પંખા સાથે દુપટ્ટો લટકાવીને ફંદો તૈયાર કર્યો હતો ત્યારબાદ તે ફંદા પર લટકીને જીવન ટૂંકાવી દીધું હતું.
આ બાબતની જાણ પોલીસને મળતાની સાથે જ તેઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં પ્રાથમિક તપાસ કરતાં જણાયું છે કે સુનિલ નીશાદ અને સોનીબહેન નીશાદ બને મૃતક પૂજાની બહેનને મારપીટ અને ગાળાગાળી કરતા હતા તેમજ રોજ તેને ત્રાસ પહોંચાડતા હતા..
જેના કારણે પૂજા બહેને કંટાળીને પગલું ભરી લીધું છે. પોલીસે પૂજાબેન લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી છે. જ્યારે પતિ અને પૂજાબેન ની જેઠાણી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]