Breaking News

બેંગ્લોરથી આવતી ખાનગી બસમાં ચેકિંગ કરતા જ મળી આવી એવી વસ્તુઓ કે જોઈને ભલભલાના ઉડી ગયા હોશ, ચોંકાવનારો બનાવ આવ્યો સામે..!

જે વસ્તુ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ છે તે વસ્તુને કોઈને કોઈ રીતે કાળા કામ કરનાર લોકો ઘુસાડી દે છે. ખાનગી બસોમાંથી ઘણી વખત ચેકિંગ કરતા સમયે ખૂબ જ ચોકાવનારી વસ્તુઓ પણ મળી આવે છે. ગઈકાલે શાહીબાગના નમસ્તે સર્કલ પાસેથી વધુ એક ખાનગી બસમાં ચેકિંગ કરતા ખૂબ જ પાંચ મચાવી દે તેવી વસ્તુઓ મળી આવી છે..

હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી બસ કે જે બેંગ્લોરથી ગુજરાત તરફ આવી રહી છે. આ બસની અંદર રહેલા કિંમતી ચીજ વસ્તુઓ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા છે. પોલીસે વોચ ગોઠવીને તમામ બસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. બેંગ્લોરથી પાર્સલની મારફતે કપસીરપ ગુજરાતમાં લાવવામાં આવી રહી હતી…

હકીકતમાં આ કફસીરપનો ઉપયોગ નશા સાથે જોડાયેલો છે. તેમજ મેડિકલના લાયસન્સ વગર કફસીરપની ખરીદ વેચાણ કરવી એ ખૂબ જ ગેરકાનૂની કામ છે. છતાં પણ કેટલાક લોકો કફ સીરપના નામે નશાના કારણે કારોબાર કરી રહ્યા છે. બેંગ્લોરથી આવતી આ ખાનગી બસની અંદર 592 બોટલ કફ સીરપો મળી આવી છે..

આ ઉપરાંત જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણ્યું કે, અમદાવાદના બાવળા તાલુકાના જીયાળા ગામમાં રહેતા કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિ આ તમામ ઘટના પાછળ જવાબદાર છે. પોલીસે આ વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કરણસિંહ ચૌહાણ પાસે મેડિકલ કોઈ પણ લાઇસન્સ નથી છતાં પણ તે કફ સીરપનો જથ્થો બેંગ્લોરથી ખાનગી બસના માધ્યમથી મંગાવી લેતો હતો..

ખાનગી બસમાં ચેકિંગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવતું હોય છે. એટલા માટે તે ખાનગી બસનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં કુલ 25 થી 30 વખત ના મોટા મોટા બોક્સમાં મંગાવી ચૂક્યો છે. અને વેચાણ પણ કરી ચૂક્યો છે. પરંતુ પોલીસને બાતમી મળતા તેઓએ ટ્રાવેલ્સની ઓફિસેથી પાંચ બોક્સ ની અંદર કુલ 592 બોટલ કફ સીરપની પકડી પાડી છે..

અને આ ઘટના પાછળ જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. ખાનગી બસની અંદર ચેકિંગ કરતા ખુબજ ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા હોવાના મામલા અગાઉ સામે આવી ચૂક્યા છે. છોટાઉદેપુરમાં રહેતી બે મહિલાઓ ખાનગી બસમાં ઉપયોગ કરીને પાડોશી રાજ્યની બોર્ડર ક્રોસ કરીને ક્યાંથી દારૂ જેવા નશાકીય ચીજ વસ્તુઓ ખરીદી..

ગુજરાતમાં પ્રવેશ કરી ગુજરાતમાં વેચતા હતા. પરંતુ પોલીસને માહિતી મળતા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. એ ઘટનાના હજુ એક મહિના પણ પૂર્ણ નથી થયો ત્યાં વધુ એક આ પ્રકારનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. પાડોશી રાજ્યોમાંથી નશાકીય ચીજ વસ્તુઓની ઘુસણખોરી અટકાવવામાં પોલીસ ખુબ જ મહેનત કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *