Breaking News

લગ્નગાળો નજીક આવતા કપડાની ખરીદી કરવા ગયેલા એક જ પરિવારના 4 દીકરાઓને જીપે કચડી નાખતા થયા મોત, ઓમ શાંતિ..!

આપણને જોવા મળે છે કે આપણી આસપાસના વિસ્તારોમાં ઘણા બધા વાહનો વધતા અકસ્માતો થઈ રહ્યા છે. આવા અકસ્માતો ક્યારેક જીવલેણ બની જતા લોકોના એકસાથે મૃત્યુ થઈ રહ્યા છે, એક જ પરિવારના સભ્યો પોતાના જીવન ગુમાવતા પરિવાર પર શું વીતે છે તે આપણે જાણી શકીએ છીએ. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના ખૂબ જ કરુણ બની ગઈ ઘટના અલવર જિલ્લાના બાંસુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કાનપુરા ગામમાં ત્રણ ભાઈઓનો પરિવાર રહેતું હતું. ત્રણેય ભાઈઓ રાજી ખુશીથી પોતાના પરિવાર સાથે રહેતા અને તેમના દીકરા પણ સરખી ઉંમરના હોવાને કારણે ગમે ત્યાં બહાર જાય ત્યારે સાથે જતા હતા. જેમાં એક ભાઈનું નામ વિજયસિંહ રાજપૂત હતું.

બીજા ભાઈનું નામ ઓમપાલ રાજપૂત અને ત્રીજા ભાઈનું નામ ધરમપાલ રાજપુત હતું. ઓમપાલ અને ધરમપાલને એક-એક દીકરા હતા અને વિજય સિંહ રાજપુત ને બે દીકરા હતા. જેમાં એક દીકરાનું નામ પ્રદીપ વિજયસિંહ રાજપૂત અને બીજા દીકરાનું નામ લલિત વિજયસિંહ રાજપૂત હતું. ઓમપાલ રાજપુત ના દીકરા નું નામ રાહુલ હતું.

અને ધર્મપાલ રાજપુત ના દીકરાનું નામ નવીન હતું, જ્યારે ભાઈઓ ખૂબ હળીમળીને રહેતા હતા. પ્રદીપની ઉંમર 18 વર્ષની અને લલિતની ઉંમર 19 વર્ષની હતી. ત્યારે રાહુલની ઉંમર 18 વર્ષની અને નવીનની ઉંમર 17 વર્ષની હતી. પ્રદીપ અને લલિત બંને સગા ભાઈઓ હતા અને તેમના પિતાના તેઓ ખૂબ જ લાડકા દીકરા હતા.

રાહુલના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા પ્રદીપ અને રાહુલ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને નવીન અને લલિત ધોરણ 12 માં ભણતા, એક જ પરિવારના ચારે દીકરાઓ તેમના સગા-સંબંધીને ત્યાં લગ્ન હોવાને કારણે એક દિવસ ખરીદી કરવા માટે ગામની બહાર નીકળ્યા જ્યારે દીકરા પોતાની બાઈક લઈને કપડાં ખરીદવા માટે બીજા ગામ ગયા હતા.

સગા સંબંધીને ત્યાં ઘરે લગ્નને કારણે તેઓ ખૂબ જ ખૂબ જ ખુશ હતા જેના કારણે બાંસુર તેઓ કપડા ખરીદવા માટે બજારમાં ગયા કપડાં ખરીદ્યા બાદ તેઓ પોતાના ગામ પર જઈ રહ્યા હતા. તે સમયે રાત થઈ જતાં અંધારું થઈ ગયું અને તેઓ કોટપુટલી રોડ પર આવેલા ન્યુ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક જીપ સામેની તરફથી આવી રહી હતી.

જીપ ચાલક પોતાની જીપ ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો. જેના કારણે આ ચારેય ભાઈઓની બંને બાઈક સાથે જીપ ચાલકે ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા જ બાઈકના ટુકડે ટુકડા થઈ ગયા હતા અને તેમાં બેઠેલા ચારે દીકરાઓ ઉછળીને બીજી બાજુ પર પડ્યા જેના કારણે અકસ્માત ખૂબ જ ગંભીર બનતા સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અને જોતજોતામાં લોકોના ટોળેટોળા થઈ ગયા તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને જ્યારે બાંસુર હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ જ્યારે યુવકોનું મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી.

ચારેય દીકરાઓના પરિવારજનોને દીકરાઓના મૃત્યુની જાણ કરવામાં આવી હતી, જ્યારે દીકરાના મોતના સમાચાર પરિવારજનોને મળતા તેઓ આઘાતમાં ઢળી પડ્યા હતા બે સગા ભાઈઓ અને બીજા બે કાકાના દીકરાના મૃત્યુ થઈ ગયા હતા. પરિવારના 4 દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવાર આઘાતમાં આવી ગયો હતો.

ગામમાં પણ એકસાથે ચાર યુવકોની અંતિમયાત્રા નીકળતા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો, એક જ પરિવારના કુળદિપકએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેના કારણે પરિવાર આઘાત સહન કરી શક્યો નહીં અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેને કારણે લોકોએ પોતાના ઘરેથી બહાર નીકળતા પોતાના વાહનોને ખૂબ જ જાળવીને ચલાવવા જોઈએ

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *