એક જ ઘરની અંદર રેહતા તમામ સભ્યો હળીમળીને રહે તો જીવન ખૂબ સુખમય રીતે પસાર થતું હોય છે. પરંતુ એકબીજાને અણગમો પેદા થાય તેવા કાર્યો કરવાથી પરિવાર ક્યારેય એક રહેતો નથી. અને અવારનવાર ઝઘડાઓ પણ થવા લાગે છે. હાલ ઉત્તર પ્રદેશના બરેલીમાં સુભાષ નગર પાસે મઢીનાથ સોસાયટી આવેલી છે..
આ સોસાયટીમાં રહેતા એક પરિવાર ઉપર ખૂબ જ મોટી આફત આવી પડી છે. ઉત્તર પ્રદેશના પોતાના કનેરા ગામમાં રહેતી વિનીતા નામની મહિલાના લગ્ન સુભાષ નગરના બિહાર કોલોનીમાં રહેતા વિપિન સકસેના નામના યુવક સાથે થયા હતા. વીપીનના પિતાનું નામ રાજકુમાર ભાઈ હતું. તેમજ તેમની માતાનું નામ સુનિતા બેન અને તેના નાના ભાઇનું નામ આકાશ હતું..
વીપીન અને તેનો નાનો ભાઈ બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. વિનીતાને લગ્નજીવન દરમ્યાન છ વર્ષની દીકરી પણ હતી. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ એની તમને જાણ થઈ કે તેનો પતિ વિપિન અને તેનો દિયર આકાશ બંને તેમની શેરીમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલા છે. ઘરના બંને પરણી ભાઈઓ તેમની સોસાયટીમાં રહેતી એક યુવતીના પ્રેમમાં પડી જતા તેઓ ઘરમાં કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા હતા નહીં…
વારંવાર ઘરના સભ્યોને હેરાનગતિ પહોંચાડતા હતા અને તેમની પ્રેમિકા યુવતીને ઘરે લાવીને અંગત પળો પણ વિતાવવા લાગ્યા હતા. વિનીતા અવારનવાર આ બાબતનો વિરોધ કરતી હતી. પરંતુ તેનો પતિ અને તેનો દિયર બંને તેને ઢોર માર મારીને ત્યારે વિરોધ ન કરવા પર મજબુર કરી દેતા હતા.
વીપીન ઈલેક્ટ્રીકનું કામ કરતો હતો. એટલા માટે તે પોતાના પરિવારજનોને મૂકીને કાશગંજ શહેરમાં નોકરી માટે જતો રહ્યો હતો. એવામાં વિનીતા પોતાની દીકરી તેમજ સાસુ-સસરા અને દિયર સાથે રહેવા લાગી હતી. તેની સાસુ એક હોસ્પિટલમાં રાત્રે કામ કરવા માટે જાય છે. જ્યારે તેના સસરા જાત્રાએ ગયા હતા. ઘરમાં માત્ર તેની દીકરી અને તેનો દિયર હતા..
એવામાં તેનો દિયર તેની પ્રેમિકાને ઘરે લઈને આવ્યો હતો. ત્યારે સુનીતાએ આ બાબતનો ફરી એક વખત વિરોધ કર્યો હતો. અને આ વિરોધથી ખૂબ જ ગુસ્સે ભરાયેલો તેનો દિયર તેને મારપીટ કરવા લાગ્યો હતો. વિનીતાની 6 વર્ષની દીકરી આ તમામ દ્રશ્ય નિહાળી રહી હતી. અને તે વારંવાર તેના કાકા ને કહી રહી હતી કે, કાકા તમારી મમ્મીને શા માટે મારો છો.
તમે મારા મમ્મીને મારવાનું બંધ કરી દો. પરંતુ વિનીતાનાં દિયર આકાશે તેની 6 વર્ષની ભત્રીજીને જણાવ્યું કે, બેટા તું ચિંતા ન કર તારી માતા આખા ગામને ખૂબ જ ખોટી બાબતો ફેલાવી રહી છે. તેમજ તે આપણા ઘરની ઈજ્જતને વેચી રહી છે. એટલે આપણે તારી માતાને મારી નાખીશું અને તારા માટે નવી મમ્મી લઇ આવશું.
આટલું કહ્યા બાદ આકાશે વર્ષની ભત્રીજીની અંદર રૂમમાં મોકલી દીધી હતી. અને ત્યારબાદ વિનીતાને માથું પકડીને નજીકમાં રહેલા પથ્થર વડે ઢોર માર મારીને કાઢી નાખી હતી. જ્યાં સુધી વિનીતાનાં શરીરમાં જીવ હતો ત્યાં સુધી તેને પથ્થર વડે ઘા માર્યા હતા. ઘા મારી મારીને મોઢું છૂંદી નાખ્યું હતું આટલું કરુણ મૃત્યુ તમે આજદિન સુધી કયારેય નહીં જોયું હોય..
એટલું જ નહીં પરંતુ તે તેની ભાભીની હત્યા કર્યા બાદ આરોપી આકાશ રાતના સમયે પોતાનું ઘર મૂકીને ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે જ્યારે સવારના 10:00 આસપાસ પાડોશમાં રહેતા રાજકુમારી નામની મહિલા વિનીતાને શાક આપવા માટે ઘરે આવી હતી. ત્યારે ઘરે જોયું કે માત્ર છ વર્ષની દીકરી એટલે બેઠી બેઠી રડી રહી છે અને અન્ય કોઈપણ વ્યક્તિ ઘરમાં હાજર છે નહીં..
તેણે રૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી અને જોયું તો ત્યાં વિનીતા પડી હતી અને ખૂબ જ લોહી લુહાણ હાલતમાં લાશ જોતાની સાથે જ ચીસાચીસ કરવા લાગી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. અને આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી.
પોલીસને તપાસ બાદ જાણ થઈ કે હકીકતમાં ઘરના બંને યુવકો એક જ યુવતીના પ્રેમમાં પડી ગયા હતા. જે બાબતની જાણ ઘરના તમામ પરિવારજનોને હતી. પરંતુ ઘરની પરણિત વહુ આ બાબતને લઈને વિરોધ થવા લાગી હતી. જેના કારણે આકાશ નામના ત્યારે તેની ભાભીની હત્યા કરી નાખી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]