Breaking News

સાધુ સંતને ગળુ દબોચીને બેરેહમીથી પતાવી દીધા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી, ઘટના પાછળનું કારણ જાણીને હોશ ઉડી જશે તમારા…!

સવાર પડતા ની સાથે જ આપણીઆસપાસ બનતી ઘટનાની વિગતો જયારે સમાચાર માં જાણવાનો પ્રયત્ન કરવી ત્યારે ખરેખર વાસ્તવિક નો પણ ખ્યાલ આવતો હોયછે હાલમાં જ એવી જ એક ચકચાર મચાવતી ઘટના સામે આવે છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો 4 માર્ચના રોજ જેતપુરના દાસીજીવણપરા પાસે આવેલી,

કેનાલમાંથી સાધુનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઇ હતી. બાદમાં તુરંત જ નગર પાલિકાના ફાયર વિભાગની મદદથી ફાયર વિભાગના માણસો ધ્વરા કેનાલમાંથી મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યારબાદ સાધુની ઓળખ કરવા પોલીસે તપાસ કરતા તેમનું નામ રૂદ્રાનંદગીરી હોવાનું તેના શિષ્ય કિશોર દેવરાજભાઇ નારોદાએ જણાવ્યું હતું.

ફોરેન્સિક રિપોર્ટમાં સાધુની ગળેટૂંપો દઈ હત્યા કર્યાનું ખૂલ્યું, રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયેલા સાધુના મૃતદેહનું પીએમ થતા ખુલાસો થયો હતો કે તેમને ગળેટૂંપો આપી હત્યા નીપજાવવામાં આવી હતી. ગુનાનો ભેદ ઉકેલવા રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સીસીટીવી ચકાસતા તેમાં એક શંકાસ્પદ સફેદ કલરની સ્વીફ્ટ કાર જીજે-24-એએ-0363 હોવાનું જણાયું હતું.

આ કાર જયેશ ગૌરીશંકર દવેની હોવાની માહિતી મળી હતી. આથી જયેશને ઉઠાવી લઇ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાંચે જયેશ ઉપરાંત દર્શક ઉર્ફે દર્શન રતિલાલ દેગામા, દિનેશ છગન ભાદાણી અને વિજય ઉર્ફે કાળુ પરસોતમ વઘાસિયાને ઝડપી લઇને પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત આપી હતી કે,

વિજયને હૃદયની બીમારી હોય તેણે આયુર્વેદિક દવા માટે રૂદ્રાનંદગીરી બાપુનો સંપર્ક કર્યો હતો. જેમાં બાપુ સાથે પરિચયમાં આવી જતા સાધુને શેરબજારમાં રોકાણ કરવા વિજયે કહ્યું હતું. આથી સાધુએ વિજયને રૂ. 2.50 લાખ આપ્યા હતા. જયેશ અવારનવાર આશ્રમમાં જતો હોવાથી સાધુ સાથે સંપર્ક થયો હતો બાદમાં,

વિજયે સાધુને માત્ર 50 હજાર જ પરત કર્યા હતા. જેને લઈને સાધુએ બીજા બે લાખની ઉઘરાણી શરૂ કરી હતી. આ તરફ જયેશ અવારનવાર આશ્રમે જતો હોવાથી તે સંપર્કમાં આવ્યા બાદ સાધુ સાથે પૈસાની લેતી દેતીમાં બોલાચાલી કરતો હતો. એક વખત સાધુએ જયેશને અપમાનિત કરીને આશ્રમની બહાર કાઢી મુક્યો હતો.

આ તમામ બાબતોનો ખાર રાખી આરોપીઓએ સાધુની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ કારના આધારે હત્યારાઓનું પગેરું મળ્યું પોલીસની એક ટીમે સીસીટીવી ફુટેજ ચેક કરતાંસફેદ કલરની એક કાર જેના નંબર GJ 24-A4-0363 રાત્રીના સમય પસાર થતી જોવા મળી હતી,

જેની તપાસ કરાતાં આ કાર જપેરાભાઇ ગૌરીશંકર દવે રહે. સુલતાનપુર હાલ રાજકોટ ગોપાલનગરની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે જયેશની શોધખોળ આરંભી હતી અને એ દરમિયાન બાતમી મળી કે જયેશ મૌવૈયા ચોકડી પાસે અન્ય ત્રણ અજાણ્યા શખ્સ સાથે ઉભો છે. આથી પોલીસે જયેશ સાથે અન્ય ત્રણ શખ્સ દર્શક ઉર્ફે દર્શનભાઇ રતીલાલ દેગામા, દિનેશભાઇ છગનભાઇ ભાદાણી અને વિજયભાઇ ઉર્ફે કાળુભાઇ પરસોતમભાઇ વઘાસીયા મળી આવ્યા હતાં.

મહંતની હત્યા બાદ હવે લાશનું શું કરવું ? અહીં આશ્રમમાં લાશ છોડાશું તો ક્યાંક પકડાઈ જઇશું તેવા ડરથી ચારેય પોતે જે કારમાં આવ્યા હતાં તે કારમાં જ લાશને સાથે લઈ જેતપુરના બોરડી સમઢીયાણા ગામ પાસેની કેનાલ નજીક આવ્યા હતા અને નિર્જન રસ્તા પર કાર થોભાવી મહંતની લાશના હાથ પગ એક રસીથી બાંધીને કેનાલમાં ફેંકી દીધી હતી. ગુનાની કબુલાત બાદ પોલીસે ચારેયની ધરપકડ કરી કાર્યવાહી આરંભી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *