જે લોકોને કોઇપણ પ્રકારનું કામ ધંધો ન કરવો હોય. તેવા લોકોને મનમાં અજીબો-ગરીબ વિચાર આવતા હોય છે. પૈસાની ખાસ જરૂર હોવાથી તેઓ ન કરવાના કામો અંતે કરી બેસતા હોય છે. હાલ એવી જ ગેંગનો પર્દાફાશ થયો છે કે જે લોકોને ભોળવીને સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયાની લૂંટ ચલાવતા હતા.
પરંતુ ગુજરાત પોલીસની નજર આવા લોકો ઉપર અવિરત પણે હોય છે. જેના કારણે સહેજ પણ મોકો મળતાની સાથે જ તાત્કાલીક તેઓને દબોચી લેતાં હોય છે. ગાંધીનગર પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં આ ગેંગ સાધુ,સંત,બાબાનું રૂપ ધારણ કરીને રીક્ષા લઇ ફરતા હતા..
અવાર નવાર લોકો ઉપર નજર નાખીને બેઠા હોય છે. જે લોકો મનના એકદમ ભોળા દેખાઈ તેવા લોકોને આ ગેંગ નિશાન બનાવતી હતી. સાધુ સંતો નો વેશ ધારણ કરીને તેઓ તેની પાસે જતા હતા. આપણો ભારત દેશે માનવતાવાદી દેશ છે. તેમજ સાધુ સંતોને ખૂબ જ માન આપવામાં આવે છે..
એટલા માટે આ ગેંગના સૌ કોઈ લોકો સાધુ સંતોનો વેશ ધારણ કરી લેતા હતા. જેથી કરીને કોઈ પણ વ્યક્તિઓને આ ગામના લોકો ઉપર વિશ્વાસ આવી જાય. કોઈપણ વ્યક્તિની પાસે જઈને તેઓ અગરબત્તીનો ધૂપ કરતા હતા. અગરબત્તી ની અંદર એવા પદાર્થો મિલાવટ કરવામાં આવી હતા કે જે સંતની સાથે જ સામે ઊભેલી કોઈપણ વ્યક્તિનું મન બેથી ત્રણ મિનિટ સુધી કામ કરવાનું બંધ કરી દેતું હતુ.
આ સાથે સાથે તેઓ વિશિષ્ટ પદાર્થોની મિલાવટ વાળું ઉત્તર પણ સળગાવી દેતા હતા. અગરબત્તી અને અત્તરની કામગીરી કર્યા બાદ સામેવાળી વ્યક્તિ થોડા સમય સુધી બેભાન જેવી થઇ જતી હતી. અને આ સમયનો મોકો લઈને આ ગેંગ તેમણે પહેલું સોના ચાંદી ના ઘરેણાની સાથે સાથે જેટલા રૂપિયા હોય તે તમામ પદાર્થો ની લૂંટ ચલાવી લેતું હતું.
અવારનવાર દે લોકોના ઘરે જઈને આ પ્રકારની લોટ બોલાવતા હતા. આજથી બે વર્ષ પહેલા તે એક સોસાયટીમાં વ્યક્તિને પોતાની વાતોમાં ફોસલાવીને અગરબત્તી અને અત્યાર સુધી આવ્યા બાદ તેમનો સોનાનો દોરો લઈ લીધો હતો. અને તેના થોડા દિવસ બાદ એક સોનાની વીંટી પણ કઢાવી લીધી હતી.
અવારનવાર તે લોકોના ઘરે જઈને આ પ્રકારના કારનામાઓ કરતા હતા. જે તેમણે મહિલાઓ એકલી હોય તે ઘરે તો આ લોકો પહેલા નિશાન બનાવતા હતા. ઘરમાં રહેલું વ્યક્તિ બેભાન થયા બાદ સમગ્ર ઘરને ખાંખાખોળા કરીને કીમતી ચીજ વસ્તુઓ શોધીને લૂંટ ચલાવી ફરાર થતાં હતા..
પરંતુ પોલીસની નજર આ લોકો ઉપર હતી. જાણે આ ગેંગના લોકો ચોરી કરેલો મુદ્દામાં વેચવા માટે બહાર નીકળ્યા એટલે પોલીસે તરત જ એને દબોચી લીધા હતા. તેઓની કડક પૂછતાછ કરતાં જણાવ્યું છે કે આ ગેંગનો મુખ્ય આરોપી તેના સાગરિતોને દરેક ચોરી ઉપર 5000 રૂપિયા આપતો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]