Breaking News

CM ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીને પોલીસ પકડવા પહોચી તો અચાનક થયો મોટો ચમત્કાર, વાંચીને દંગ રહી જશો..

ગુજરાતમાં ગઈકાલે સોશિયલ મીડિયામાં આવેલા એક વાયરલ વીડિયોએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. હકીકતમાં એ વીડિયોમાં બનાસકાંઠાના વાવ વિસ્તારના રામ કથાકાર બટુક મોરારી બાપુ નામનો વ્યક્તિ ગુજરાતના નામજોગ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ધમકી આપતાં નજરે પડે છે કે મને સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મોકલાવી દેજે નહીં તો હું ગુજરાતમાં કોઈપણ પટેલોને રાજ નહીં કરવા દઉ..

તેમજ મુખ્યમંત્રી પણ અકસ્માતમાં માર્યો જશે. આ પ્રકારની ધમકી આપનાર રામ કથાકાર બટુક મોરારી ગુજરાત સરકારને ખુલ્લી ચેલેન્જ આપતા નજરે પડ્યો હતો. આ ધમકી આપતો વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ પોતાની જાતને મોટો કથાકાર તેમજ લાખો ભક્તો ધરાવનાર બટુક મોરારી બાપુ કહે છે..

તેઓએ વધારે જણાવ્યું હતું કે ૧૧ દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા ગમે ત્યાંથી મોકલાવી દેજો.. જેમાં એક રૂપિયો ઓછો પણ નહીં ચાલે.. બટુક મોરારી એ ઉલ્લેખ કર્યો કે અમે જ તમને ગાદી પર બેસાડ્યા છે, એટલે એક કરોડ રૂપિયાની દક્ષિણા જલ્દીથી જલ્દી પહોંચાડી જજો.

નહીં તો ત્રણ મહિનાની અંદર અંદર તમને ઉપાડીને ફેંકી દઈશ. આ પ્રકારની બોલી સાંભળ્યા બાદ ગુજરાતની જનતા રોષમાં ચડી હતી અને તે વ્યક્તિની ધરપકડ અંગે માંગ કરી રહી હતી. તેથી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આ બટુક મોરારી અને રાજસ્થાનના રેવુદર ના દંત્રાલ ગામ નજીકથી ઝડપી પાડયો છે..

બનાસકાંઠાની એલસીબી તેમજ વાવ થરાદ પોલીસ પણ બટુક મોરારી અને ઝડપી પાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. પરંતુ ચમત્કારની વાત તો એ હતી કે ગુજરાતના નામજોગ મુખ્યમંત્રીને ધમકી આપવી તે કંઈ સહેલી વાત નથી એટલે કે આપણે સમજી શકીએ છીએ કે આ બટુક મોરારી માં કેટલું મોટું સાહસ હશે.

સૌ કોઈ લોકો તેને ખૂબ સાહસીક માણસ કેહતા હતા. પરંતુ ચમત્કાર તો ત્યારે થયો કે જ્યારે પોલીસ બટુક મોરારી ને પકડવા માટે પહોંચી ગઈ ક્યારે બટુક મોરારી પોલીસને જોઈને થર થર ધ્રૂજવા લાગ્યો હતો અને પોલીસ ને પગે પડીને માફી માંગતો હતો કે મારી ભૂલ થઈ ગઈ મારાથી ભૂલથી તે વિડીયો બની ગયો હતો.

તે મોટે મોટે રડવા લાગ્યો. અને ધમકી આપીને આટલા મોટા મોટા ફાકા જીન્ક્યા બાદ તે પોલીસની સામે ઘૂંટણીયા ભેર થઈ ગયો અને રડવા લાગ્યો તે ચમત્કારથી ઓછું નથી. હકીકતમાં આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે..

કોઈ કહ્યું છે કે આ બાપુને ભૂખ લાગી હશે, તો કોઈ કહી રહ્યું છે કે આ બાપુ એ જે કીમિયો અપનાવ્યો તે પૈસા કમાવવા માટેનો સૌથી સરળ કીમિયો છે. તો કોક વળી આ બાપુને મોટી મોટી ગાળો પણ ભાંડી રહ્યું છે. હાલમાં આ બાબતને લઈને ખુબ જોક્સ વાયરલ થઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *