આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે સમગ્ર દેશમાં હજુ પણ ઘણા બધા લોકો એવા હોય છે કે પોતે ગેરકાનૂની ધંધા ચલાવતા હોય છે પરંતુ તેઓ કોઈનાથી ડરતા જ ન હોય તેવી રીતના વર્તન કરતા હોય છે આજના સમયમાં અમુક લોકો સરકારના કડક નિયમો હોવા છતાં ગેરકાનૂની ધંધો કરી રહ્યા છે અને સમાજના બીજા લોકો આ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવા માટે બંધ કરવા નું તો નથી જ કહેતા પરંતુ ઊલટાનું તેઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.
આવી ગેર કાનૂની પ્રવૃત્તિઓ માં જોઈએ તો સૌથી વધુ પ્રમાણમાં દારૂ ને લઈને ગત દિવસોમાં કેસો આવી રહ્યા છે આમાં ઘણી બધી વખત દારૂની હેરફેર કરવામાં પણ ઘણા બધા વ્યક્તિઓ ઝડપાય છે છતાં પણ હજુ આ દારૂની હેરફેર કરનાર વ્યક્તિઓ પોતાના આ ગેરકાનૂની ધંધા ને બંધ કરતાં જ નથી અને રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લોકો ખુલ્લેઆમ દારૂ નું મોટાપાયે વેચાણ કરીને દારૂનો ધંધો ગેરકાયદે સરકરી રહ્યા છે.
દારૂબંધીના કારણે લોકો દારૂ બંધ કરવાની જગ્યાએ ઊલટાનું ચોરીછૂપી ગમે ત્યાંથી ગેરકાનૂની રીતે પણ આવા લોકો પાસે થી દારૂ લઈને છુપી રીતના દારૂનો નશો કરતા હોય છે તેવું પણ ઘણા બધા કેસમાં જણાઈ રહ્યું છે આ દારૂનો વેપાર કરતા લોકોને પકડી પાડયા ની ઘટના ગત દિવસોમાં જ સામે આવી છે આ ઘટના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલી રહી હતી અને ત્યાં પોલીસના અંગત જાસુસોના કહેવા પ્રમાણે તેઓએ આ ગેરકાનૂની ધંધા ને બંધ કરાવવામાં આવ્યો અને તે ગેરકાનૂની ધંધા કરાવનાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ધાંગધ્રા વિસ્તારમાં કોર્ટ અને ભરડા ગામ માં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલુ કરવામાં આવી હતી.
અને આ ગામના લોકો ને તેઓ જે દારૂ બનાવતા હતા તે દેશી દારૂની લત લગાડવામાં આવી હતી અને ત્યાં ખુલ્લેઆમ દારૂનો મોટાપાયે વેચાણ કરવામાં આવતું હતું આ લોકો દ્વારા સૌપ્રથમ તો તે ભઠ્ઠી ચલાવનાર વ્યક્તિ પ્રહલાદ સિંહ ઝાલા તેણે યુક્તિ વાપરી હતી તેણે સૌપ્રથમ સમગ્ર ગામમાં આ દેશી દારૂનું વ્યસન ફેલાવી દીધું હતું અને આ પ્રહલાદસિંહ ઘણા સમયથી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હતા.
અને તેના ત્યાં ઘણા લોકો દારૂ પીવા માટે પણ આવતા હતા એક દિવસ સાંજના સમયે પોલીસે આ ઘટનાની જાણ થતા કોર્ટ ગામમાં ખેતરમાં દરોડા પાડયા હતા તે સમયે પ્રહલાદજી ઝાલા ના ખેતર મા દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતીમળી આવે છે અને ત્યાં ચાર વ્યક્તિ દારૂ પિતા પણ ઝડપાયા હતા દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી અને ચલાવનાર વ્યક્તિને પણ ઝડપી લીધા હતા.
અને આ ભરાડા ગામ માં દરોડા પાડીને દેશી દારૂની ભઠ્ઠીઓ અને તેના સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે અને દારૂ પીધેલા વ્યક્તિઓને પણ પોલીસ પકડી લીધી હતી અને તેના પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે ગામમાં બીજા લોકો પણ ત્યાં હતા પરંતુ પોલીસને જાણ થતા બધા તરત જ ત્યાંથી ભાગી ગયા હતા. અને તાત્કાલિક નિકલના પગલાંઓ પણ હાથ માં ઉપાડી લીધા હતા.
અને આમ સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ પોલીસે આ પ્રહલાદજી પર લગાવ્યા હતા અને દારૂનું વેચાણ કરવા બદલ પણ તેઓના પર કેસ લગાવ્યો હતો આવી રીતે ઘણા ગામોમાં હજુ પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે તેને પકડવા માટે પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે કોંઢ અને ભરાડા ગામ માં દેશી દારૂ ધંધાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]