Breaking News

બાથરૂમમાં પગ લપસતા જ 5 વર્ષનો દીકરો ગરમ પાણીની ડોલમાં પડ્યો, દાઝી જતા રીબાઈ રીબાઈને થયું મોત, માં-બાપ ચેતજો..!

નાના બાળકો રમત રમતમાં પોતાની સાથે જીવન ઘટનાઓ સર્જી રહ્યા છે. બાળકોને અણસમજ હોવાને કારણે તેમના માતા-પિતા બાળકોનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે પરંતુ ક્યારેક માતા-પિતાનું ધ્યાન ન રહેતો બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના ગ્વાલિયરમાં આવેલા માધોનગરમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો રહે છે. જેમાં પતિનું નામ રવિ કુમાર છે. તે પોતાની પત્ની અને બંને બાળકો સાથે ખૂબ જ રાજી ખુશીથી પરિવારમાં રહે છે. રવિ કુમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેના કારણે તે પોતાના પરિવારનું ખૂબ જ સારી રીતે ગુજરાન ચલાવતા હતા.

રવિ કુમારને પરિવારમાં 2 બાળકો છે જેમાં એક 5 વર્ષનો દીકરો અને તેનાથી નાની દીકરી છે. દીકરાનું નામ નક્ષ છે. નક્ષ પરિવારનો લાડકો દીકરો છે. તેને પરિવારના લોકો ખૂબ જ પ્રેમ કરતા હતા. પરિવારમાં પતિ-પત્ની તેમના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. રવિ કુમાર સવારના સમયે ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે જતા હતા.

અને સાંજ થતા તેઓ પરત આવતા હતા. જેના કારણે તેમની પત્ની બંને બાળકોને સાચવતી હતી. એક દિવસ પત્ની તેમના બંને બાળકોને સવારના સમયે નવડાવી રહી હતી. તે સમયે પત્નીએ બાળકોને નવરાવવા માટે ગરમ પાણી કર્યું હતું અને બાળકોને નાહવા માટે આવવા કહ્યું હતું. ગરમ પાણીને પત્ની પહેલા બાથરૂમમાં ડોલમાં નાખી આવી હતી.

બાદમાં નક્ષને લઈને પત્ની બાથરૂમમાં ગઈ હતી. બાથરૂમમાં જતા પત્નીને યાદ આવ્યું કે તે નક્ષનો ટુવાલ બહાર ભૂલી ગઈ છે, જેના કારણે તે બાળક નક્ષને ત્યાં બેસાડીને ટુવાલ લેવા માટે ગઈ હતી, નક્ષ બાથરૂમમાં રમત કરી રહ્યો હતો. તે સમયે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ડોલમાં ભરેલા ઉકળતા પાણીમાં પડ્યો હતો.

ડોલમાં તે માથાના ભાગેથી પડ્યો હોવાને કારણે ગરમ પાણી નક્ષ માથે પડ્યું હતું. અને નક્ષ ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયો. નક્ષને શરીર બળી રહ્યું હતું. તે અચાનક જ મોટે મોટેથી રડવા લાગ્યો જેના કારણે તરત જ તેમની માતા દોડીને આવી હતી. અને તેણે જોયું તો નક્ષ ઉકળતા પાણીની ડોલમાં હતો. જેના કારણે તરત જ માતાએ ડોલની બહાર તેને કાઢ્યો હતો.

અને આસપાસના પાડોશીના લોકોને માતાએ તરત જ આ વાતની જાણ કરી હતી. પાડોશીના લોકોએ મળીને નક્ષને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા અને નક્ષની સારવાર ચાલુ કરવામાં આવી હતી પરંતુ નક્ષ ગરમ પાણીથી દાઝી ગયો હોવાને કારણે તેની હાલત ખૂબ જ નાજુક હતી. આખો દિવસ તે ઘરમાં તોફાન કરતો હતો.

અને તેની નાની બહેનને હેરાન કરતો હતો. તે દીકરો હવે શાન થઈ જતા તેમની માતા ખૂબ જ રડી રહી હતી નખ ને આ હાલતમાં જઈને માતા-પિતા પોતાનું ભાન ભૂલી ગયા હતા. તેમને આશા હતી કે તેનો દીકરો જલ્દીથી સાજો થઈ જશે પરંતુ ભગવાનને કંઈક બીજું જ કરવું હતું. જેના કારણે હોસ્પિટલમાં નાજુક હાલતમાં રહેલો નક્ષ અચાનક જ મૃત્યુ પામ્યો હતો.

તેમને સારું થયું નહીં જેના કારણે પરિવારના લોકોએ પોતાના દીકરાને ગુમાવ્યો હતો. માતા ખૂબ જ રડી રહી હતી તેનું થોડું ધ્યાન દૂર જતા બાળકે પોતાની સાથે આવી ઘટના કરી નાખી હતી. નક્ષના મૃત્યુને કારણે માતાને ખૂબ જ આઘાત લાગી ગયો હતો. જેના કારણે તેણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. જેના કારણે માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *