વારંવાર પોલીસને એવી બાતમી મળતી હોય છે. જેના કારણે પોલીસ સમયસૂચકતા દાખવીને જે તે વ્યક્તિઓ પર નજર રાખીને બેસે છે. અને મોકો મળતાની સાથે જ તેઓના કાળાકામોને દબોચી લે છે. સાથે જ તેઓને પણ જેલ ભેગા કરી દે છે. હાલ છેલ્લા ઘણા સમયથી મુંગા પશુઓને કતલખાનામાં ધકેલવાનો વેપલો ચાલી રહ્યો હતો..
જેમાં ઘણા બધા લોકોની ધરપકડ થઈ ચુકી છે. અને ઘણા બધા લોકો હજી પણ આ પ્રકારની હરકતો કરી રહ્યા છે. પરંતુ પોલીસની નજર આવા લોકો પર હંમેશા રહે છે. મોકો મળતાની સાથે જ તેઓ ને દબોચી લેવામાં આવતા હોય છે. જિલ્લા પોલીસને એક અરજી મળી હતી. એ મુજબ નડિયાદ જિલ્લાના બારકોશીયા રોડ ઉપર આવેલી યાકુબ ડેરી ફાર્મ માંથી એક ટ્રકની અંદર કુલ ૧૪ મૂંગા જીવોને ભરીને કોઈ બીજી જગ્યા પર લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી છે..
આ માહિતી મળતાની સાથે જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ નજીક નજર ગોઠવવામાં આવી હતી. બાતમી મળેલી ટ્રક હાઇવે પરથી પસાર થતાંની સાથે જ પોલીસે આ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રક ચાલકને જાણ થતાની સાથે જ તેણે ટ્રકને પૂર ઝડપે ભગાડી મૂક્યો હતો..
એટલા માટે પોલીસે તેમનો પીછો કરવા માટે મજબૂર બની હતી. પોલીસે પૂર ઝડપે ટ્રકની પાછળ પોતાની ગાડી દોડાવી હતી. અને મહેમદાવાદ પાસે આ ટ્રકને અટકાવી દીધો હતો. ત્યારબાદ તેને ઊભો રાખીને તેની તલાસી લેવામાં આવી હતી. પાછળના ભાગેનું શટર ઊંચું કરતાની સાથે જ સૌ કોઈ લોકો હચમચી ગયા હતા..
કારણકે ટ્રકની અંદર થી ૧૩ ભેંસ અને 1 પાડો મળી આવ્યો હતો. આ તમામ જીવોને કતલખાનામાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પોલીસની સૂઝબૂઝ અને સહજ ભર્યા કામને કારણે આજે મૂંગા જીવ નો જીવ બચી ગયો છે. આ ટ્રકઇશાક કૈયુમ દઉવા નામનો યુવક ચલાવી રહ્યો હતો..
તેમની સાથે મોહંમદ અમિન પણ સામેલ હતો. પોલીસે ૧૩ ભેસ, એક પાડો, 3 મોબાઈલ ફોન અને કુલ ૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ ભેંસો યાકુબ સુલેમાન ગરબડ નામના યુવકની હોવાનું સામે આવ્યું છે. આ તમામ પશુઓને પાટણ લઈ જવામાં આવતા હોવાની માહિતી સામે મળી છે..
હકીકતમાં મૂંગા જીવોની સાથે આ પ્રકારનું કામ કરવું એ ખૂબ જ ખરાબ બાબત કહેવાય. પોલીસે આ લોકોની સાથે સાથે અન્ય કેટલાક યુવકો મળેલા છે. આ બધી માહિતી મેળવવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. આગળ પણ એક મહિલા પોલીસે અંદાજે ૪૦થી ૫૦ જેટલા મૂંગા જીવોને કતલખાનામાં ધકેલતા પહેલા બચાવી લીધા છે..
હકીકતમાં ગુજરાત પોલીસના સાહસ અને મહેનત ભર્યા કામને સૌ કોઈ લોકો સલામ કરે છે. કારણ કે જુઓ પોલીસની સમયસૂચકતા આજે સામે આવી ન હોત તો કુલ ૧૪ જેટલા મૂંગા જીવ નો જીવ આજે જતો રહ્યો હોત. હકીકતમાં પોલીસના કામ ને સલામ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]