Breaking News

બાતમીના આધારે મુંબઈથી આવતી બસને પોલીસે પકડી પાડી, ચેકિંગ કરતા જ કેબીનમાંથી મળી એવી વસ્તુ કે મુસાફરોને તાબડતોબ નીચે ઉતારી દેવા પડ્યા…!

બાતમીના આધારે કેટલાય લોકોને પકડી પાડવામાં આવે છે. ગુજરાત પોલીસને અવારનવાર કાળા કામોની બાતમી મળી જતી હોય .છે જેના કારણે તેઓ જે તે જગ્યા પર દરોડા પાડીને કાળા કામ કરનાર લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડે છે. ગઈકાલે વધુ એક આ પ્રકારની પોલીસ સ્ટેશનમાં ઈમાનદારીથી ફરજ બજાવતા પોલીસ કર્મી વિક્રમભાઈ ધુળાભાઈને મળી હતી..

તેઓને ઇન્ફોર્મેશન મળી હતી કે, મુંબઈથી અમદાવાદ તરફ જતી એચ.કે.ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં ખૂબ જ કામ થઈ રહ્યા છે. આ બાતમીને આધારે તેઓએ પોલીસની ટીમોને ધુમાડ ચોકડી પાસેના રસ્તા પર ગોઠવી દીધી અને વોચ શરૂ કરી હતી. જ્યારે આ બસ રસ્તા પરથી પસાર થઈ ત્યારે તેને અટકાવવામાં આવી હતી..

અને બસની અંદર ચેકિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે બસના કેબિનની અંદર ચેકિંગ કરવામાં આવ્યું અને અંદરથી જે વસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા. કારણ કે બસના બે ડ્રાઇવર અને કંડક્ટરો પાસેથી 30 બોટલ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ ડ્રાઇવર અને કંડકટર મુંબઈથી વિદેશી દારૂ બસમાં રાખીને અમદાવાદ સુધી લઈ જતા હતા. બસના ડ્રાઈવરનું નામ શંકરલાલ પદ્માજી છે. જે મૂળ ઉદયપુર રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે બીજો ડ્રાઇવરનું નામ દેવીલાલ પદ્માજી છે. તે પણ જયપુર રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે કંડકટર મગનલાલ રમાલાલ કે જે પોતે રાજસ્થાનનો રહેવાસી છે..

આ ત્રણેય પાસેથી કુલ 30 બોટલ જેટલી વિદેશી દારૂ મળી આવ્યો છે. આ મોટી ઘટના બનવાને કારણે પોલીસે તાત્કાલિક ધોરણે આ બંને ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે. તેમજ એચ.કે.ટ્રાવેલ્સ નામની આ બસને પણ જમા કરી લીધી છે. આ વીદેશી દારૂ તેમજ આ ખાનગી બસ સહિતની કુલ 6 લાખ 31 હજાર રૂપિયાનો મુદ્દામલ પોલીસે કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે..

આ બસની અંદર ઘણા બધા મુસાફરો પણ બેઠેલા હતા. જ્યારે પોલીસે અંદર ચેકિંગ કરવી ત્યારે તેઓના પણ હોશ છૂટી ગયા હતા અને વિચારવા લાગ્યા કે, હવે તેવું શું કરશે..? પોલીસને અંદરથી દારૂ મળતા જ બસને જપ્ત કરી લીધી હતી અને મુસાફરોને બીજી ગાડીની વ્યવસ્થા કરી આપી તેઓને પોતાના મુકામે પરત મોકલ્યા હતા.

આજકાલ બુટલેગરો અવનવા કીમયાવો અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પોલીસને ક્યાંકને ક્યાંક બાતમી પણ મળી જાય છે. જેના આધારે તેવો તપાસ ચલાવીને જે તે વ્યક્તિને પકડી પાડે છે. હકીકતમાં ગુજરાતની પોલીસને સલામ છે. કારણ કે તેઓ પોતાના જીવને જોકમ નાખીને શહેર તેમજ શહેરમાં રહેતા નાગરિકોના રક્ષણમાં પૂરેપૂરી જવાબદારીઓ દાખવે છે અને કર્મનિષ્ઠતા અને ઈમાનદારીએ ક્યારેય ભૂલતા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *