Breaking News

બાતમીના આધારે પોલીસે છાપો માર્યો, આઘું ઘર વીખી માર્યું અને અંતે છત ઉપર મુકેલા છોડના કુંડામાં દેખાયું એવું કે જોઈને ઉડી ગયા બધાના હોશ.. વાંચો..!

રાજ્ય અને શહેરની સુરક્ષાએ તંત્રની જવાબદારી ગણાય છે. એટલા માટે તંત્રના અધીકારીઓની નજર શહેરમાં તેમજ ગામડામાં રહેતા દરેક નાગરિકો ઉપર હોય છે. અને એમાંથી પણ જો કોઈ વ્યક્તિ કાળા કામ કરતો જણાય તો તેના ઉપર પહેલા વોચ ગોઠવવામાં આવે છે. અને ત્યારબાદ બાતમી મળતાની સાથે જ તેને દબોચી લેવામાં આવતો હોય છે..

છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા બધા લોકોને પકડી પાડવામાં આવ્યા છે કે, જેઓ રાજ્યની શાંતિમાં દખલગીરી કરતા હોય અને કાળા કામ કરનાર લોકોને વેગ આપતા હોય, ઉપરાંત તેઓ પણ કાળા કારનામા સાથે જોડાયેલા હોય અત્યારે પંજાબના લુધિયાણીમાં પોલીસની સ્પેશિયલ ટાસ્કની ટુકડીએ બાતમી મળતાની સાથે જ એક છાપો માર્યો હતો…

અને આ છાપા દરમિયાન તેઓએ આખા ઘરને વિખી માર્યો હતો. પરંતુ કોઈ પણ ચીજ વસ્તુઓની જાણ મળી આવી નહીં અને અંતે છત ઉપર મુકેલા છોડના કુંડામાંથી એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, તે પોતાની સાથે જ સૌ કોઈ લોકોના છોડી ગયા હતા. પોલીસની સ્પેશિયલ ટાસ્કને બાતમી મળી હતી કે, અંદાજે 10 કરોડ રૂપિયાની નશાકારક ચીજ વસ્તુઓનો સામાન શહેરમાં રહેતા..

હની નામના યુવકના ઘરે રહેલો છે. આ ઉપરાંત આ કામમાં તેની પત્ની પણ તેની સાથે જોડાયેલી છે. જ્યારે પોલીસને આ માહિતી મળી ત્યારે એની ઉપર તપાસ ગોઠવવામાં આવી હતી, તે ક્યાં જાય છે..? અને શું કરે છે..? તેની જાણકારી મેળવવામાં આવી એક દિવસ સવારના સમયમાં પોલીસે તેના ઘર ઉપર છાપો મારી દીધો હતો..

અને આખા ઘરમાં તપાસની કામગીરી શરૂ કરી દીધી હતી. દરેક અધિકારીઓ જુદા-જુદી જગ્યાએ તપાસ કરવા લાગ્યા હતા. પરંતુ આખા ઘરમાંથી ક્યાંય પણ આ તમામ ચીજ વસ્તુઓનો અતો પતો મળી આવ્યો નહીં અને અંતે જ્યારે છત ઉપર તપાસ ચલાવવામાં આવી ત્યારે છત ઉપર રહેલા છોડના કુંડાની અંદરથી અંદાજે બે કિલો અને 50 ગ્રામ પાવડર મળી આવ્યો હતો..

જેની કુલ કિંમત અંદાજે 10 કરોડ રૂપિયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે ઘરે માત્ર હની હાજર હતો. તેની પત્ની અલિસા પોતાની સ્કૂટી લઈને તાજપુર રોડ ઉપરથી વર્ધમાન ચોક તરફ જઈ રહી હતી. પોલીસની ટીમે તેની પાછળ પીછો કરીને તેને પણ પકડી પાડવામાં આવી હતી.

પોલીસને મળેલી બાતમી મુજબ બંને વ્યક્તિ મોતીનગર વિસ્તારમાં કેટલાક લોકોને આ માલ સામાનની ચીજ વસ્તુઓ પૂરી પાડતા હતા. આ ઉપરાંત તેમની પાસેથી એક ફોર્ચ્યુનર ગાડી, એક સ્વીફ્ટ, એક એસેન્ટ, એક મર્સિડીઝ અને એક આન્સર ગાડી મળી આવી હતી. આ સાથે સાથે એક અલ્ટો, જીપ્સી અને એક અન્ય મોપેડ પણ જપ્ત કરવામાં આવી છે..

આ ઉપરાંત તેના બેંક ખાતામાંથી ઘણી બધી સંપત્તિ પણ મળી આવી છે. આ તમામ ચીજ વસ્તુ અને પકડી પાડવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી બેસાડવામાં આવી છે. દીન પ્રતિ દિન આજકાલના યુવાન લોકોને નશાકારક ચીજ વસ્તુઓની લત લગાડવા માટે કેટલાક લોકો સક્રિય થઈ ગયા છે..

પરંતુ શહેરનું તંત્ર ખૂબ જ કડક, સતર્ક અને કર્મનિષ્ઠ હોવાને કારણે તેઓ પોતાના મનસુબામાં સફળ થઈ શકતા નથી અને એક ને એક દિવસ તેમના કાળા કારનામાનો પરદાફાશ જરૂર થઈ જતો હોય છે. આવી ઘટનાઓ વધારે માત્રા બનવા લાગી છે જે દરેક લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *