આજકાલના મોર્ડન જમાનામાં ઝઘડાઓના પ્રમાણ વધતા જાય છે. પછી એ ઝઘડા ભાઈ-ભાઈના હોઈ કે પછી સાસુ-વહુના. સાસુ અને વહુના ઝઘડા હંમેશા ચર્ચામાં રેહતા હોઈ છે. કારણકે તેવી નજીવી બાબતોમાં ઝઘડી પડે છે. જે વાતનો કોઈ મૂળ ન હોઈ કે તથ્ય ન હોઈ તેવી બાબતોમાં તેઓ ઝઘડી પડે છે. આજે અમે તમને એવી જ એક વાત જણાવા જઈ રહ્યા છીએ.
તમે સાભળ્યું હશે કે ઘરના કામને લઈને સાસુ વહુના ડખા થયા, કોઈ સાસુ કે વહુંના કાનમાં એકબીજા પ્રત્યે ઝેર ભરે તો પણ ડખા થાય પણ આજે તમે એક એવા કિસ્સા વિશે વાંચશો કે જે વાંચીને તમને હસવું પણ આવશે અને ચોંકી પણ ઉઠશો. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં તિરુપતિ ટાઉનશીપ ખાતે નિલેશ સેધાભાઈ બારોટ નામના મોભી રહે છે.
તેઓના પરિવારમાં તેમની માતા પુષ્પા બહેન, તેમની પત્ની જાગૃતિ બહેન રહે છે. થોડા જ દિવસો પેહલા તેમના પિતા સેધાભાઈ બારોટનું અવસાન થયું હતું તેથી તેમની માતા તેમની સાથે રેહવા માટે આવ્યા હતા. પરતું પુષ્પા બહેન અને જાગૃતિ બહેન વચ્ચે દરરોજ નજીવી બાબતોને લઈને ઝઘડાઓ થતા હતા.
એકવાર પુષ્પા બહેને તેમની પુત્રવહુ જાગૃતિ બહેનને કોઈબીજું શાક બનવવા કહ્યું હતું પરતું કોઈકારણોસર જાગૃતિ બહેને બટેકાનું શાક બનાવ્યું હતુ. બસ આજ કારણેથી સાસુ વહુને લડવાનો મોકો મળી ગયો. બને બોલાચાલી કરીને લડવા લાગ્યા અને વાત એટલી વાડી ગઈ કે વહુએ પોતાની સગી સાસુને ઢોરમાર મરાવ્યો.
બોલાચાલી વધતા વહુએ કોલ કરીને બધી જ જાણકારી તેના પિયર પક્ષમાં જણાવી દીધી હતી ત્યાર બાદ વહુના પિયરાવ તેની વૃદ્ધ સાસુ પુષ્પાબહેનને મારવા માટે પહોચી ગયા હતા. પુત્રવધુ અને તેના પિયરાવની મદદથી વૃદ્ધ સાસુને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેઓ ઉભા પણ થઈ શકતા નોહતા.
પિયરીયાઓને જાણ કરતાં વેવાઈઓએ આવી વૃદ્ધ સાસુને ધોકા વડે માર મારી પહોંચાડી ઇજાઓ હતી. હાલત ગંભીર થતા સાસુને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે સમગ્ર મામમલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ડીસા પોલીસે વૃદ્ધ સાસુએ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
પિયરીયાઓના મારથી વૃદ્ધ સાસુ ઘાયલ થયા હતા, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા. ત્યારે પુષ્પાબેનને પ્રતાપભાઈ વિઠલભાઈ બારોટ, જગદીશભાઈ ભરતભાઇ બારોટ, દલપતભાઈ ધીરજભાઈ બારોટ સામે ફરિયાદ નોંધાવી છે.
લ્યો બોલો, હવે આટલી નાની નાની વાતો પર જો લોકો ઝઘડી પડતા હોઈ તો સંસાર કેવી રીતે ચલાવી શકે. દરેક વ્યક્તિએ થોડું ઘણું કષ્ટો સહન કરીને જતું કરવાની આદત અપનાવી જોઈએ. કોઈના બે વેણ સાંભળી લેવાથી કોઈ નાનું કે મોટું નથી બની જતું. માટે પરિવારમાં સારો સુમેળ સાચવી રાખવા માટે કોઈ એક જણએ તો સમજવું જ પડે.
આ કિસ્સા જોતા એવું લાગે છે કે આ સાસુ-વહુના લડવા પર તેના દીકરા પર વધારે અસર પડે છે. તેઓ માતાનો સાથ પણ આપી શકે અને પત્નીનો સાથ પણ ન આપી શકે. એક બાજુ માતા તો બીજી બાજુ પત્ની. એક બાજુ ખાઈ તો બીજી બાજુ કુવો એના જેવું સુજી રે. એટલે માતા અને પત્ની વચ્ચે ક્યારે કમેળ ઉભો થવા દેવો જ ન જોઈએ.
કારણકે એકવાર સબંધોમાં ખટાશ આવી જાય પછી પેલા જેવી મધુરતા લાવવામાં વર્ષોને વર્ષો વીતી જાય છે. રહીમના દુહામાં તેઓએ કહ્યું છે કે રહિમન ધાગા પ્રેમ કા , મત તોડો ચટકાય… તૂટે સે ફિર જુડે નહી , જુડે .. મગર ગાંઠ પડ જાય…
એટલે કે પ્રેમનું બંધન કયારેય થોડવું ન જોઈએ.. જો એક વાર વાર તે તૂટી જાય પછી સહેલાઇથી જોઈન્ટ થતું નથી અને જો જોઈન્ટ થઈ પણ જાય પરતું તેમાં પેલા જેવી મીઠાશ આવતી નથી.. એટલે કે સબંધોમાં ગાંઠ બેસી જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]