Breaking News

બસમાં બાજુમાં બેઠેલા મુસાફરે વેપારીને બિસ્કીટ ખવરાવતા જ વેપારી બેભાન થયો અને પછી જ થયું તે દરેકે જાણીને ચેતી જવું જોઈએ… જાણો..!

ગુજરાતીઓના સ્વભાવ એકબીજા સાથે ભળી જવાના ગુણ છે. માત્ર પાંચ કે દસ મિનિટની વાતચીત કર્યા બાદ તેઓ એકબીજાના સ્વભાવમાં ભળી જતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્વભાવથી છેતરપંડી થતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે અમદાવાદ થી ખૂબ જ ભયંકર બનાવ સામે આવ્યો છે..

મૂળ સુરતના વેપારી કે જેમનું નામ વાલ્મિક ભાઈ ચંદનભાઈ મહેશ્વરી છે. તેઓ જયરાજ સોસાયટી હજીરા રોડ ઉપર રહે છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. બીજના દિવસે ચંદન પીરના મેળામાં તેઓ તેમની માતા સાથે અમદાવાદ ગયા હતા. જ્યારે મેળાનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે તેઓએ તેમની માતાને સંબંધીને ત્યાં અમદાવાદમાં જ મૂકી તેઓ રાત્રે 12:00 વાગ્યા આસપાસ એક ખાનગી બસ મારફતે સુરત આવવા માટે નીકળ્યા હતા..

તેઓએ સીટીએમ ચાર રસ્તા પાસેથી એક ખાનગી બસ પકડી હતી. અને આ બસમાં તેઓ બેસી ગયા હતા. આ બસની અંદર મુસાફરી દરમિયાન તેમની બાજુમાં એક અન્ય મુસાફર બેઠો હતો. જે થોડી ઘણી વાતચીત કરી અને ત્યારબાદ તેણે એક બિસ્કીટનું પેકેટ કાઢ્યું હતું આ બિસ્કીટ તેઓએ વાલ્મીક ભાઈને પણ ખવડાવ્યા હતા..

આ બિસ્કીટ ખાતાની સાથે જ વાલ્મિકભાઈને ચક્કર આવ્યા અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા. મમ્મી ભાઈ જેવા બેભાન થઈ જતા આ મુસાફરે વાલ્મિક ભાઈએ પહેરેલા તમામ કિંમતી ઘરેણાઓ ચોરી લીધા હતા. જેમાં એક તોલાની સોનાની ચેન, એક સોનાનું પેન્ડલ, બે સોનાની વીંટી તેમજ ડાબા હાથની પણ એક સોનાની વીંટી સહિત કુલ બે લાખ રૂપિયા આસપાસની ચોરી કરી લીધી હતી..

અને ત્યાંથી આ ઘટ્યો બસમાંથી નીચે ઉતરી ગયો હતો. વાલ્મિક ભાઈ 36 કલાકે હોશમાં આવ્યા ત્યારે તેઓએ જણાવ્યું કે, મને કશું યાદ નથી. પરંતુ બિસ્કીટ ખાતાની સાથે જ તરત જ તેઓને ચક્કર આવવા લાગ્યા. ત્યાર બાદ આંખે દેખાતું ધીમે ધીમે બંધ થઈ ગયું અને હવે તેઓએ જ્યારે આ ખોલી ત્યારે તેઓ હોસ્પિટલમાં છે.

તેઓ જાગ્યા ત્યારે જાણ થઈ કે તેમના શરીર ઉપરના તમામ દાગીના ચોરી થયા છે. તેઓએ પોલીસમાં તપાસ નોંધાવી છે. આ તપાસ નોંધીને વરાછા પોલીસ સ્ટેશનને પકડવા માટે જરૂરી તાજવી ચલાવી છે. આ ખૂબ જ આવનારો મામલો સાબિત થયો છે. આ અગાઉ પણ ફળોના વેપારીને એક માટે અનુભવ થયો હતો.

તેઓ સુરત બસ સ્ટેશન પાસે રીક્ષા પકડીને જતા હતા. એવામા રિક્ષામાં બેઠેલો અન્ય મુસાફર તેમને પાન મસાલા ખાવાની ઓફર કરી હતી. આ પણ મસાની લેતાની સાથે જ તેઓ બેભાન થઈ ગયા હતા. અને તેમની થેલીમાંથી પૈસા લઈ ઠગીયો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તો સૌ કોઈ લોકો માટે ખૂબ ફેસવો સાબિત થયો છે.

કોઈપણ વ્યક્તિએ અજાણ્યા લોકોની ચીજ વસ્તુઓ ખાતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ મુસાફરી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને હવે તો આવા બનાવો છાશવારે સામે લાગતા ડગલેને પગલે ચેતવણી રાખવી પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *