Breaking News

બસ હાઈવે ઉપરની હોટેલે ઉભી રઈ ત્યારે થઈ ગયું એવું કે મુસાફરો સહીત ડ્રાઈવરના ધબકારા પણ વધી ગયા, સૌ કોઈ રડવા લાગ્યા..!,

વ્યક્તિઓ સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકો પોતાના પરિવારથી દૂર રહીને રોજગારી મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. એક કરુણ બનેલી ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ઝાંસીના રક્ષા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. ઝાંસીના વિહતના ભોગનીપુર વિસ્તારના શ્યામસુંદરપુરનો રહેવાસી યુવક તેના પરિવાર પાસે આવી રહ્યો હતો.

આ યુવકનું નામ રાહુલ હતું. રાહુલની ઉંમર 22 વર્ષની હતી. અને તેના પિતાનું નામ રાજેશ પટેરિયા છે. રાહુલ પરિવારમાં તેમના માતા-પિતા અને ભાઈ-બહેન તેમજ તેમની પત્ની સાથે હળીમળીને રહેતો હતો. રાહુલના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા પરંતુ તેને હજુ સુધી કોઈ બાળક ન હતું. રાહુલ પાંચ બહેનો અને ચાર ભાઈઓમાં બીજા નંબરે હતો.

રાહુલના પિતરાઈ ભાઈ અરુણકુમાર રાહુલ સાથે રહેતા હતા. રાહુલ ગામમાં રહીને તેમના પિતા સાથે ખેતી કામ કરતો હતો પરંતુ પરિવારનું ગુજરાન ચાલે તેમ ન હતું. જેના કારણે ગામના લોકો સાથે ગુજરાતમાં બીજા રાજ્યમાં નોકરી માટે જવાનું વિચાર્યું હતું. 18 દિવસ પહેલા રાહુલ ગામના ઘણા બધા લોકો સાથે કામની શોધમાં બીજા રાજ્યમાં ગયો હતો.

પરંતુ ત્યાં જઈને કોઈ પણ કામ મળ્યું ન હતું. જેના કારણે રાહુલ ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેણે પોતાના પરિવારને તે પરત આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું. જેના કારણે રાહુલ ગુજરાતથી બસમાં બેસીને કાનપુર દેહાત પોતાના ઘરે આવી રહ્યો હતો. પરિવારમાં રાહુલ પરત આવવાને કારણે દરેક લોકો ખૂબ જ ખુશ હતા.

અને તેમની પત્ની રાહુલની ખૂબ જ રાહ જોઈ રહી હતી. રાહુલની બસ ઝાંસી પહોંચીને ટોલ પાસે નાસ્તો કરવા માટે રોકાઈ હતી. દરેક મુસાફરો નાસ્તો કરવા માટે નીચે ઉતર્યા અને રાહુલ પણ તેમના મિત્રો સાથે નાસ્તો કરવા માટે નીચે ઉતાર્યો હતો અને નાસ્તો કરીને બસ તરફ આવી રહ્યો હતો. તે સમયે અચાનક જ સામેની તરફથી એ ખૂબ જ ઝડપી સ્પીડમાં ટ્રક આવી રહ્યો હતો.

આ ટ્રક ચાલકે રાહુલને ન જોતા તેણે રાહુલ પણ ટ્રક ચડાવી દીધો હતો. રાહુલનું મૃત્યુ થઈ ગયું હતું. થોડી જ મિનિટોમાં રાહુલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકો તરત જ અકસ્માત સર્જાતા રાહુલ પાસે પહોંચી ગયા હતા અને બસ ટ્રક ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલક ભાગી ગયો હતો.

ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહુલના પાકીટમાંથી મળી આવેલા આધારકાર્ડ પરથી તેમના પરિવારજનોને રાહુલ સાથે આ ઘટના બની હોવાની જાણ કરી હતી. પરિવારના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહુલને મૃત હાલતમાં જોઈને તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. રાહુલની પત્નીને રાહુલના મૃત્યુના સમાચાર મળતા તે બેહોશ થઈ ગઈ હતી. ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *