Breaking News

“બસ હવે મારે નથી જીવવું” કહીને મોટા વેપારીની પત્નીએ કરી લીધો આપઘાત, અંતિમ નોટનું લખાણ વાંચીને ભલભલા ધ્રુજી ગયા..!

નાની નાની વાતમાં આજકાલ લોકો ખૂબ કંટાળી રહ્યા છે. લોકો કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને બાળકોનું માતા-પિતા ન વિચારીને તેમને નિરાધાર બનાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં એવી બની હતી કે, જે જોઈને દરેક લોકો રડવા લાગ્યા હતા.

આ ઘટના કાનપુરના કીડવાઈ નગર એચ વન બ્લોકનામાં રહેતા પરિવારની મહિલા સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની તેમની દીકરીઓ અને માતા-પિતા રહેતા હતા. પરિવારમાં રહેતી મહિલાનું નામ નેહા હતું. નેહાની ઉંમર 34 વર્ષની હતી. તે પોતાના પતિ અને બાળકો અને સાસુ-સસરા સાથે રહેતી હતી. નેહાના પતિનું નામ આકાશ છે.

આકાશ ટેક્સટાઇલ બિઝનેસમેન છે. આકાશ કાપડનો મોટો વેપારી છે. આકાશ અને નેહાને બે દીકરીઓ હતી. જેમાં એક દીકરીનું નામ વેદિકા છે અને વેદિકાની ઉંમર 13 વર્ષની છે અને તેમની બીજી દીકરીનું નામ વાણી છે. વાણીની ઉંમર 4 વર્ષની છે. આકાશના માતાનું નામ મધુબેન અને તેમના પિતાનું નામ અમર નારાયણ છે.

નેહાના માતા-પિતા બહારાઈમાં રહેતા હતા પરંતુ ઘણા સમય પહેલા નેહાના લગ્ન આકાશ સાથે ધૂમધામથી કરાવ્યા હતા. ત્યારબાદ નેહા તેમના સાસરીયે રહેતી હતી. તે દીકરીઓ અને પતિ સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી પરંતુ તેને છેલ્લા 10 દિવસથી કોઈ વાતને લઈને ટેન્શન હતું. જેના કારણે તે દસ દિવસથી અલગ રૂમમાં સૂતી હતી.

અને તેમની નાની દીકરીને પણ રૂમમાં સુવડાવ્યા બાદ તે અલગ રૂમમાં સુવા જતી રહેતી હતી. એક દિવસ નેહા તેમની બંને દીકરીઓને સાંજના સમયે અભ્યાસ કરાવી રહી હતી. ત્યારે મોટી દીકરી વૈદિકાની તબિયત સારી ન હોવાને કારણે તેણે અભ્યાસ કર્યો ન હતો. જેના કારણે આકાશ સાથે નેહાને થોડી બોલાચાલી થઈ હતી.

નેહા પણ માનસિક રીતે ત્રાસમાં રહેતી જેના કારણે એક દિવસ સવારે નેહા મોડે સુધી જાગી ન હતી અને તે સમયે આકાશ નેહાની જગાડવા માટે તેની રૂમમાં ગયો હતો. ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો. જેના કારણે આકાશે રૂમમાં જઈને જોયું તો નેહા એવી હાલતમાં મળી કે તે જોઈને બૂમ પાડી, આકાશે જોયું તો નેહા લટકી રહી હતી.

નેહાએ આપઘાત કરીને પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ બંને દીકરીઓને નેહાથી દૂર લઈ જવામાં આવી હતી અને તેમના સગા સંબંધીઓને તેમજ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. નેહાના માતા-પિતા બ્હરાયચમાં રહેતા હતા. તેમને પણ નેહાના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.

પોલીસે નેહાના રૂમની તપાસ કરતાં સમયે પોલીસને રૂમમાંથી એક અંતિમ નોટ પણ મળી અને આ અંતિમ નોટ પોલીસે વાંચી ત્યારે નેહાએ લખ્યું હતું કે, ‘હું મારી મરજીથી આપઘાત કરી રહી છું, કોઈને પરેશાન કરશો નહીં, બસ હવે મારે નથી જીવવું’ આટલું કહીને તેણે વાતને પૂરી કરી નાખી હતી. ત્યારબાદ પરિવારના લોકો નેહાના મૃત્યુને કારણે ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

બંને દીકરીઓએ તેમની માતાને ગુમાવી હતી. જેના કારણે બંને દીકરીને જોઈને પરિવાર ખૂબ જ રડી રહ્યું હતું. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે પરિવારના લોકો એક સભ્યને ગુમાવતા પરિવારમાં વેર વિખેર થઈ જાય છે. નેહાના પરિવારના લોકો નેહાના ઘરે પહોંચ્યા હતા. અને તેમના માતા-પિતા પણ ખૂબ જ રડી રહ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *