Breaking News

ગુજરાતમાં બારે મેઘ ખાંગા : મુશળધાર વરસાદથી આભ ફાટ્યું – 24 કલાકમાં 9 ઇંચ વરસાદ.. વાંચો !

ગુજરાતમાં વરસાદ અંગે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ પણ સીઝનના વરસાદની લેવલ ઉપર આવ્યું નથી. છેલ્લા 5 દિવસથી સારો વરસાદ ખાબકતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો વધારો નોંધાયો છે. તેમજ ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે.

8 તારીખે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના કુલ ૧૮૮ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાંથી ૧૦ તાલુકા એવા હતા કે જ્યાં ૪થી ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ૨૫ તાલુકામાં ૨થી ૪ ઇંચ, ૬૭ તાલુકામાં અડધાથી બે ઇંચ જ્યારે ૫૩ તાલુકામાં ૧ મીમીથી અડધો ઇંચ વરસાદ થયો હતો.

સૌથી વધુ સુત્રાપાડા અને માણાવદર ૯ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. દેડિયાપાડામાં પણ ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ ૮ નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં વીજળી પડવાથી ૪ અને ડૂબવા તેમજ તણાવાથી ૪ લોકોના મોત થયાં છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર ૪ કલાકમાં જ ૯ ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

આ ઉપરાંત દક્ષીણ ગુજરાતમાં પણ સારો વરસાદ ખાબ્ક્યો છે. વલસાડના વાપી માં 4.75 ઇંચ તો ઉમરગામમાં 4.12 ઇંચ તેમજ ધરમપુરમાં 2.12 ઇંચ તો સુરતમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ થતા જ દક્ષીણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેરો છવાઈ ગઈ હતી. કહેતો માટે જરૂરી પાણી મળી રેહશે તેમજ જે જળાશયો ખાલી હતા તે પણ ભરવા લાગ્યા છે તેથી હવે કોઈ પરેશાની નથી.

મેઘરાજાની તાંડવ સ્વરૂપ દક્ષીણ ગુજરાતમાં જ જોવા મળ્યું હતું. વલસાડ તેમજ સુરતમાં તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બુધવારે વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. દરમિયાન આખા દિવસમાં વલસાડના વાપીમાં ૪.૭૬ ઇંચ, ઉમરગામમાં ૪.૧૨ ઇંચ, વલસાડ ૩.૨૮ ઇંચ, ધરમપુર ૨.૧૨ ઇંચ, કપરાડા ૧.૮૮ ઇંચ, પારડી ૧.૭૨ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં સૌથી વધુ ૩.૩૬ ઇંચ, ગણદેવી ૩.૨૦ ઇંચ, ખેરગામ ૧.૪૪ ઇંચ, જલાલપોર ૧.૪૮ ઇંચ, નવસારી ૨.૨૧ ઇંચ અને વાંસદા ૨.૦૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.

અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ રહે. રાજ્યના ભાગોમાં હાલમાં વરસાદ કેટલાક ભાગોમાં પડી રહ્યો છે. ત્યારે આગામી તા.૮ થી ૧૨માં હજુ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મહારાષ્ટ્રના ભાગો, મુંબઈ વગેરે ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *