Breaking News

BAPS સ્વામિનારાયણ સંસ્થાને બેહરીન માં મંદિર માટે જમીન ફાળવાઈ, નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો

તમામ ભારતીયો જે ભારતમાં હાલ વસે છે તથા જેઓ ઘણા લાંબા સમયથી પોતાના મૂળ ભારતીય વતન કે શહેરો થી દૂર આરબ દેશો માં સ્થાયી થયેલા છે એ તમામ લોકો માટે ખુબ આનંદ ના ગૌરવવંતા સમાચાર સામે આવી રહ્યા છે તમામ ભારતીયો ના મનમાં પણ એક અનેરો ઉત્સાહ અને એતિહાસિક, ગૌરવપૂર્ણ ક્ષણ જ ગણી શકાય કંઈક એવા સમાચાર પ્રાપ્ત થયા છે,

મળતા સમાચારો પર વિસ્તારમાં વાત કરવામાં આવે તો ભારતીયો માટે ગૌરવપૂર્ણ અને ઔતિહાસિક ધટના બની છે કે બહેરિનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાને સ્વામિનારાયણ મંદિર માટે જમીન ફાળવી છે. બહેરિનમાં સ્વામિનારાયણ મંદિર માટે જમીનની ફાળવણી થઈ છે. જેમાં ખાસ ઉલ્ખનીય છે કે આ જમીનની ફાળવણી BAPS સ્વામિનારાયણ સંસ્થાને કરવામાં આવી છે.

આ ઉપરાંત સંસ્થા ના હાલમાં પણ અનેક મંદિર નિર્માણ ના કાર્યો ચાલુ છે જેમાં મુખ્યત્વે દુબઈ અબુધાબી મંદિર નો સમાવેશ થાય છે આ ઉપરાંત અમેરિકામાં પણ સમગ્ર ભારતીયો ની શાન સમું અક્ષરધામ નું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે એવામાં વધુ એક પ્રકલ્પ અહીં જોડાય ચુક્યો છે હવે બહેરીનમાં પણ baps સંસ્થાનું મંદિર સ્થપાશે.

સમગ્ર માહિતી પર નજર કરવામાં આવે તો બહેરિનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાને સ્વામિનારાયણ મંદિર માટે જમીન ફાળવી છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ટ્રિવટ કરતાં જણાવ્યું છે કે ‘હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ સલમાન બિન હમદ-અલ-ખલીફા, ક્રાઉન પ્રિન્સ અને પ્રાઈમ મિનિસ્ટર ઓફ બહેરિન સાથે ઉમળકાસભર વાતચીત થઈ. ખાસ કરીને ભારતીય સમુદાય માટે સ્વામિનારાયણ મંદિર માટે જમીનની ફાળવણી બદલ આભાર માનું છું.’

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે આ એતિહાસિક પ્રસંગ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બહેરિનના ક્રાઉન પ્રિન્સ અને પ્રાઈમ મિનિસ્ટર, હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ સલમાન બિન હમ્દ-અલ-ખલીફાનો હૃદયપુર્વક આભાર માનીયે છીએ. સાધુ બ્રહ્મવિહારીદાસજીએ ઉમેર્યું કે,

વર્ષ- ૨૦૧૯માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે આયોજિત સત્સંગ સભામાં ક્રાઉન પ્રિન્સ સવિશેષ પધાર્યા હતા. તેઓની મુલાકાત દરમિયાન સભામાં રાખવામાં આવેલી બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના દાદાજી રોખ ઈસાની તસવીર જોઈને ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે ‘ત્રણ પેઢીથી આપણા પ્રેમના સંબંધ છે.’ ક્રાઉન પ્રિન્સે પોતાના દાદાજીના પ્રસંગને યાદ કરીને પુનઃ એક વાક્ય દોહરાવ્યું હતું કે ‘Make Bahrain your home ‘

આ અંગે વિસ્તારપૂર્વક જણાવતા સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે વર્ષ-૧૯૯૭માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જ્યારે ધર્મયાત્રાવિચરણ દરમિયાન બહેરિન પહોંચ્યા હતા ત્યારે બહેરિનનાં ઇતિહાસમાં સૌપ્રથમવાર એવું બન્યું કે બહેરિનના રોયલ પેલેસમાં કોઈ અન્ય ધર્મના ધર્મગુરુને બોલાવ્યા હોય. એ સમયે શેખ ઈસાએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને રોયલ પેલેસમાં પધારવા ખાસ નિમંત્રણ પાઠવ્યું હતું.

જ્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એમના પ્રાણપ્રિય હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ લઈને બહેરિન રોયલ પેલેસમાં પધાર્યા હતા ત્યારે શેખ ઈસાએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક પ્રશ્ન કર્યો હતો કે તમારું ઘર ક્યાં છે એ સમયે સંતોએ શેખ ઈસાને જણાવ્યું હતું કે સ્વામીશ્રી તો સતત વિચરણ કરતાં રહે છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ક્યાંય ઘર બનાવીને રહ્યાં નથી, છતાં તેમણે ૧૭,૦૦૦ ગામોમાં વિચરણ કર્યું અને અઢી લાખથી વધુ ઘરોની મુલાકાત લીધી છે.

આ સાંભળીને શેખ ઈસાએ પ્રેમપૂર્વક જણાવ્યું હતું કે “ Make Bahrain your home “. આ પ્રસંગ માત્ર ભારતીયો માટે જ ગૌરવપૂર્ણ નથી, પરતુ ત્રણ-ત્રણ પેઢીઓથી જે ભારતીયો બહેરિનમાં સંપ અને એકતાથી રહે છે, તેઓ માટે પણ આ એક એતિહાસિક અવિસ્મરણીય ક્ષણ છે.આ પ્રસંગ સાથે જોડાયેલ કેટલીક સ્મૃતિઓ અહીં રજૂ કરેલ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *