Breaking News

‘બાપના ઘરેથી કશું નથી લાવી’ કહીને માથાભારે સાસરિયાઓએ પરિણીતાનું ઠંડા કાળજે કાસળ કાઢી નાખ્યું, જોઇને લોકોના હદય ધ્રુજી ગયા..!!!

આજકાલ ઘણા બધા પરિવારોમાં મહિલાઓ સાથે ગંભીર ઘટનાઓ બની રહી છે. મહિલા ઉપર અવારનવાર અત્યાચારની ઘટનાઓ બનતી ખૂબ જ બની રહી છે. નાની બાળકીથી લઈને મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ પણ બની રહી છે. પરિવારમાં હજુ પણ ઘણા બધા લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે.

જેને કારણે પોતાના ઘરે આવેલી નવી વહુ પાસે અવારનવાર દહેજની માંગણીઓ પરિવારના લોકો કરી રહ્યા છે જેના કારણે પરિવારમાં પરિણીતાઓ આપઘાત જેવી ઘટનાઓ કરી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના બેતિયા જિલ્લામાં આવેલા છોટકીપટ્ટી બડગાંવના રહેવાસી પરિવારની વહુ સાથે આ ઘટના બની હતી.

પરિવારમાં પતિ-પત્ની તેના સાસુ-સસરા અને તેની એક નાની બાળકી રહેતા હતા. તેઓ ગરીબ વર્ગમાંથી હતા. પરિવાર કાલીબાગની કોલોનીમાં રહેતું હતું. પરિવારના યુવકનું નામ રોશન રાજ હતું. તેની ઉંમર 22 વર્ષની હતી. તેની પત્નીનું નામ જ્યોતિ કુમારી હતું. તે બંનેના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા. જેના કારણે તે બંનેના પારિવારિક જીવન દરમિયાન તેમને એક છ માસની બાળકી છે.

બાળકી ખૂબ જ પરિવારની લાડકી હતી. જ્યોતિના કાકા પીન્ટુ અવારનવાર જ્યોતિનું ધ્યાન રાખી રહ્યા હતા અને તેના કાકાએ તેની ભત્રીજીના લગ્ન રોશન રાજ સાથે કરાવ્યા હતા લગ્ન બાદ થોડા મહિના સુધી રોશનના વ્યવહાર ખૂબ જ સારો ચાલ્યો હતો પરંતુ તે થોડા દિવસથી ડ્ર.ગના રવાડે ચડી ગયો હતો. જેને કારણે તે બે ત્રણ મહિનાથી ગોરખપુરના નશા મુક્તિ કેન્દ્રમાં ગયો હતો.

છતાં પણ તેનામાં કોઈ સુધારો આવી રહ્યો ન હતો અને જ્યોતિ તેમના સાસરિયાઓ સાથે રહેતી હતી. તેની તેના સાસરિયાંઓ લગ્નના થોડા મહિના બાદ અવારનવાર દહેજ માટે ત્રાસ આપતા હતા. તે લોકોનું ગુજરાન ચાલી રહ્યો ન હતો. જેને કારણે પોતાના પિયરથી પૈસા લાવી આવવાનું કહેતા હતા અને અવારનવાર લગ્નમાં ‘બાપના ઘરેથી કશું આપ્યું નથી’ તેમ કહેતા હતા.

જેને કારણે પરિણીતાએ તેના કાકા પીન્ટુ શાહને આ વાત જણાવી હતી. પીન્ટુ શાહે પોતાની દીકરીને મનાવીને ફરી પાછા સાસરે જવા કહ્યું હતું. જ્યોતિના બનેવી નરકટિયાગંજના પ્રદિપ સોની પણ જ્યોતિબેનના ઘરે આવતા હતા. તેના નંદોઈ ભાઈ થતા હોવાને કારણે જ્યોતિબેન તેને ખૂબ જ માન આપી રહ્યા હતા પરંતુ પ્રદિપ સોની તેના પર અવારનવાર ખરાબ નજર રાખતો હતો.

ઘરે આવીને તે પણ દહેજ માટે અવારનવાર ત્રાસ આપી રહ્યો હતો ત્યારબાદ તેણે જ્યોતિ બહેન સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા. જેને કારણે જ્યોતિબેનને આ વાત પોતાના પિયર જણાવી દેશે તેમ કહ્યું હતું. જેને કારણે પ્રદીપએ એક દિવસ જ્યોતિબેનને રૂમમાં લઈ જઈને તેની સાથે ખૂબ જ ગંભીર ઘટના કરી નાખી હતી.

જ્યોતિબેનનો પતિ નશામૂર્તિ કેન્દ્રમાં હતો જેના કારણે જ્યોતિબેન ઘરે એકલા હતા અને તેના સાસુ સસરા બહાર ગયા હતા. તેમની છ માસની બાળકી પણ સૂઈ રહી હતી. તે સમયે પ્રદીપ સોનીએ જ્યોતિબેનનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા અને તેના સાસુ સસરા ઘરે આવતા તેણે જ્યોતિબેનને મૃત હાલતમાં પડેલા જોયા હતા.

જેને કારણે સાસરીયાઓ તેના પિયરના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને આ ઘટનાની જાણ કરીને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. કાલીબાગ ઓપી પોલીસમાં જ્યોતિબેનના કાકા પીન્ટુ શાહે જ્યોતિબેનના નંદોઈ ભાઈ પ્રદીપ સોની અને તેની સાસુ ગાયત્રી દેવી પર દહેજ માટે પોતાની દીકરીને મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

હીરા ઉદ્યોગમાં મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારે એકસાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો, પરિવારના 3 વ્યક્તિઓનું કરુણ મોત..!

રોજબરોજની દોડાદોડી અને આર્થિક સંકડામણનો ભોગ બની ગયેલા એક પરિવારે સામુહીક આપઘાત કરીને જીવન ટૂંકાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *