આજકાલના સમયમાં ઘણા પતિ પત્ની હોય છે. નાની મોટી વાત ને લઈ ને ઝઘડો થઈ જતો હોય છે. પરંતુ થોડા સમય બાદ તે શાંત થઈ જતો હોય છે. પણ દરેક કિસ્સામાં આવું બનતું હોતું નથી. રાજસ્થાન ની રાજધાની જયપુર શહેરમાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીનું ગળુ દબાવીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ હત્યાનું કારણ જાણીને ભલભલા લોકો હેરાન થઈ ગયા છે.
રાજસ્થાન ના જયપુર શહેરના બલદેવ નગર વિસ્તારમાં માંગ્યાવાસમાં ઋષિરાજ નામનો એક યુવક રહેતો હતો. જે હાલ માં પ્રોપર્ટી ડીલર નું કામ કરે છે. ઋષિરાજ ના લગ્ન વર્ષ 2015 માં શિખા સાથે થયા હતા. હાલમાં તેની એક 5 વર્ષની દીકરી આરાધ્યા અને 3 વર્ષનો દીકરો વિયાન્સ છે. લગભગ છેલ્લા 9 મહિના થી ઋષિરાજ અને શિખા વચ્ચે વિવાદ ચાલતો હતો..
તેઓ વચ્ચે હાલતા ચાલતા કોઈને કોઈ બાબતને લઈને ઝઘડો થઈ જતો હતો. થોડા દિવસો પહેલા જ્યારે આરાધ્યા અને વીયાંશ શાળાએથી ઘરે આવી ગયા હતા. ત્યારે ઋષિરાજ ઘરે આવ્યો હતો. તે સમયે શિખા ઘર પર જ સીવણ કામનું કાર્ય કરતી હતી. ઋષિરાજ સીધો બુટ પહેરીને જ રૂમમાં આવી ગયો હતો. જેથી સિખાએ તેને પોતાના બુટ ઘરની બહાર કાઢવા માટે કહ્યું હતું.
પરંતુ શિખા એ કહેલી આ બાબતને કારણે ઋષિરાજ ને ગુસ્સો આવી ગયો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ ઉપરાંત ઋષિરાજ એ શિખા સાથે મારપીટ કરી હતી. શીખા સાથે ઝઘડો થયા બાદ ઋષિરાજ બાથરૂમમાં નાહવા માટે ગયો હતો.ત્યારે ઋષિરાજએ શિખા પાસે ટુવાલ માંગયો હતો. ત્યારે શિખા એ ટુવાલ આપવાનો ઇન્કાર કર્યો હતો.
જેને કારણે ઋષિરાજ ખૂબ જ ગુસ્સો આવ્યો હતો.તે ગુસ્સા ને કારણે તે દોડદુ લઈને આવ્યો હતો અને શિખાનું ગળું દબાવી દીધું હતું. શિખા એ પોતાના બચાવવા માટે દોરડા વચ્ચે આંગળી નાખી. પરંતુ આંગળીમાં ફેક્ચર થઈ ગયું હતું. બંને બાળકો મમ્મી.. મમ્મીની બુમો પાડતા રહ્યા અને માથા ફરેલા પતી તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી.
થોડા સમય પછી શીખાએ દમ તોડી દીધું હતું. શિખાની હત્યા ને કારણે ઋષિરાજ ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. ત્યારબાદ તે પોતાના ઘરેથી ગાડી લઈને પેટ્રોલ પંપ સુધી ગયો હતો. ત્યાં તેણે પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું હતું. ત્યારબાદ શિખાના મોબાઈલ પર લગાતાર 30 મિસ કોલ કર્યા હતા અને ત્યારબાદ પોતાના સસરાને ફોન કરીને જણાવ્યું હતું, કે શિખા કોઈપણ પ્રકારનો જવાબ આપી રહી નથી.
ઋષીરાજના સસરા એ તરત જ શીખાના ઘરે ગયા. ત્યારે તેમને શિખા જમીન પર પડેલી મળી હતી. તેમણે તરત જ તેને નજીકના હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. જેને કારણે શિખાના પિતાએ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. પોસ્ટમોર્ટમ કરતા તેના ગળા અને શરીર પરના નિશાન જોઈને ઋષિરાજ પર શંકા ગઈ હતી.
આ ઉપરાંત તેમના ઘર પર ઋષિરાજના પગના નિશાન જોયા બાદ તેમને વિશ્વાસ થઈ ગયો હતો, કે શિખાની હત્યા ઋષિરાજ એ કરી છે. જેથી તરત જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી અને આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ પરિવારજનો પણ ખુબ જ રોષે ભરાયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]