Breaking News

બંધ ઘરમાં ગેસ લીકેજ થયેલો હોવાથી લાઈટની સ્વીચ ચાલુ કરતા જ થયો મોટો ધડાકો, જોતા જ લોકોના હૃદય કાંપવા લાગ્યા..!!

ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. પરિવારના લોકો પોતાની જિંદગી ખૂબ જ ખુશીથી વિતાવી રહ્યા હોય છે પરંતુ અચાનક જ તેમના પરિવાર પર દુઃખની આફત આવી પડતા પરિવારના લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક પરિવાર સાથે ઘટના બની હતી.

આ ઘટના વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમલેશ્વર સોસાયટીમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમનો દીકરો રહેતા હતા. પત્ની નયનાબેન બારોટ અને તેમનો ત્રણ વર્ષનો દીકરો દેવાંગ કરી લેતા હતા અને તેના પતિ અવારનવાર પોતાની નોકરીએ જતા હતા.

સોસાયટીના મકાન નંબર 18 માં પરિવારના સભ્યો ખૂબ જ ખુશીથી રહેતા હતા. દેવાંગને સોસાયટીના દરેક લોકો રમાડવા માટે લઈ જતા હતા. નયનાબેનની ઉંમર 22 વર્ષની હતી અને તેમનો દીકરો 3 વર્ષનો પરિવારનો લાડકો દીકરો હતો. માતા પોતાના દીકરાને અવારનવાર બહાર રમવા માટે લઈ જતી હતી.

એક દિવસ બપોર પછીના સમયે માતા દીકરો ઘરની બહાર નીકળ્યા હતા. તેઓએ થોડા દિવસ પહેલા જ ઘરમાં ગેસ કનેક્શન ફીટ કર્યું હતું. પરિવાર પણ થોડા દિવસ પહેલા જ આ ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. પરિવારના લોકો આ મકાનમાં સેટ થઈને રહ્યા હતા. ત્યારબાદ પતિ-પત્ની પોતાના બાળકને ઘરની બહાર રમવા લઈ જતા હતા.

પરંતુ સાંજના સમયે નયનાબેન પોતાના દીકરા દેવાંગને લઈને ઘરનો દરવાજો બંધ કરીને બહાર રમવા માટે લઈને નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ સાંજનો સમય થઈ જતા પરિવારના લોકો માટે રસોઈ બનાવવાની હોવાને લીધે નયનાબેન પોતાના દેવાંને લઈને ઘરે આવ્યા હતા. ઘરે આવીને તેમણે ઘરનો દરવાજો ખોલ્યો હતો.

અને પોતાના ઘરની લાઈટ કરવા માટે લાઈટની સ્વીચ ચાલુ કરી હતી. લાઇટની સ્વીચ ચાલુ કરતા આજ ઘરમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો અને ધડાકાની સાથે જ ઘરમાં આગ લાગી હતી અને આ ધડાકો સંભળાતા જ આસપાસના પાડોશીના લોકો ઘરે આવવા માટે દોડવા લાગ્યા હતા. અને માતા દીકરાને બચાવવા માટે તેઓના શ્વાસ અધર થઈ ગયા હતા.

દેવાંગ અને નયનાબેન બંને ધડાકો થતા જ ખૂબ જ દાઝી ગયા હતા. અને સોસાયટીના લોકોએ ઈજા પામેલા માતા અને દીકરાને તરત જ 108 એમ્બ્યુલન્સ ને બોલાવીને સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દેવાંગના પિતાની પણ માતા દીકરો સાથે આ ઘટના બની હોવાને કારણે આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે તરત જ દેવાંગના પિતા હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડને પણ આ બનાવવાની જાણ કરવામાં આવી હતી જેના કારણે આગને ઓલવી નાખી હતી. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તમામ તપાસની હાથ ધરી હતી.

તે સમયે પોલીસને જાણવા મળ્યું કે ગેસની પાઇપ માં લીકેજ થયું હતું. જેના કારણે ઘર બંધ રહેતા ઘરમાં ગેસ ફેલાઈ ગયો હતો અને અચાનક નયનાબેન તેમના દીકરા સાથે બહારથી આવ્યા અને તેમને લાઈટની સ્વીચ ચાલુ કરી ત્યારે અચાનક જ શોર્ટ થતા ગેસને કારણે બ્લાસ્ટ થયો હતો અને માતા દીકરો ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન દેવાંગનું કરુણ મૃત્યુ થઈ ગયું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *