Breaking News

બાળકને થતી હતી લીલી ઉલટી, ઓપરેશન કરીને જોયું તો પેટમાંથી મળ્યું એવું કે ડોકટરને છૂટી ગયો પરસેવો…..!

મોટાભાગે દરેક વાલીઓ પોતાના બાળકો ની ખુબ જ ખેવના કરતા જ હોય છે પરંતુ ઘણીવાર ગેરસમજ અને ધ્યાનબાર અનેક હચમચાવનારી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં અનેક વાર માતા-પિતા પોતાના બાળકો ને એકલા જ પોતાના ધ્યાન બહાર એકલા જ રમવા અને ધુમવા માટે મૂકી દેતા હોય છે જે ના કારણે દરેક દિવસો સમાન હોતા નથી કયારેક બાળકની અણસમજણ ને કારણે ખુબ મોટી ઘટનાઓ પણ બનવા પામતી હોય છે અને પછી માત્ર પસ્તાવો જ હાથ લાગતો હોય છે.

હાલ માં એવો જ એક દરેક માતાપિતા ની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે જેની જાણ થતા એક સમય માટે તો ઘટના સ્થળ ના તમામ લોકો ચોકી જ ઉઠ્યા જ હતા અને ત્યાર બાદ અનેક દુવિધાઓ નો પણ સામનો કરતા જોવા મળ્યા હતા હાલ માં બાળક સાથે બનેલ સમગ્ર ઘટનાની વિસ્તારમાં વાત કરવામાં આવે તો  મૂળ રાજસ્થાનના પ્રેમજીભાઈ અમદાવાદમં કેટરિંગનું કામ કરે છે. અને તેમનો જ દીકરો બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બાળક સાથે જ ઘટના બનવા પામી હતી જેમાં,

અચાનક તેની તબિયત બગડતા પરિવાર પર ચિંતાનો પહાડ તૂટી પડ્યો હતો. કોઈપણ રોગ વગર અચાનક આ પ્રકારનો દુખાવો થતા તાત્કાલિક  મેડિકલ તપાસમાં સામે આવ્યુ કે, તેમનો દીકરો મેગ્નેટિક મણકા ગળી ગયો હતો. હવે આવા મેગ્નેટિક મણકા તો કોઈ બાળક જાણી જોઈને ખાઈ શકે નહીં આ પ્રકારનું પગલું રમત માં લેવામાં આવ્યું હોય એવું અનુમાન લગાવી શકાય હોજરી પછી આવેલા નાના આંતરડામાં 14 જેટલા મેગ્નેટિક મણકા ચોંટી ગયા હતા.

બાળક મેગ્નેટિક મણકા ગળી ગયું હોવાથી આંતરડામાં કાણાં પડી ગયા હતા. મેગ્નેટિક મણકા આંતરડામાં અલગ અલગ જગ્યાએ ચોંટયા હોવાથી પોતાની આકર્ષણ શકિતને કારણે એકબીજા તરફ આકર્ષાવા લાગ્યા હતા. આ મેગ્નેટિક મણકા જેમ જેમ શરીરમાં ગયા એકબીજા સાથે ચોટતા ગયા અને પરિણામ સ્વરૂપે આંતરડામાં 7 જેટલા કાણાં પડી ગયા હતા. અલગ અલગ જગ્યાએ 14 મેગ્નેટિક મણકા ચોંટેલા હોવાથી ઓપરેશન સમયે એકસાથે તમામ મણકાને કાઢવામાં આવે તે ખૂબ જરૂરી હતું.

અસારવા સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા 3 કલાક ભારે જેહમત ઉઠાવી અને ઓપરેશન કરી બાળકનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે.ખરેખર આવા સમયે આપણને સાચા અને સારા ડોક્ટર ની કિંમત સમજાતી હોય છે પણ અહીં તો એક વિચારવા લાયક બાબત એ છે કે માતા-પિતાના ધ્યાન બહાર 7 વર્ષનું બાળક રમત રમતમાં એક, બે કે ત્રણ નહીં પણ 14 જેટલા મેગ્નેટિક મણકા ગળી ગયું હતું. અને છતાં પણ કોઈ ને સાહજિક રીતે તો ખ્યાલ પણ ના આવે આ ચિતા નો વિષય છે.

અમદાવાદ ની સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, નાના બાળકમાં હોજરી ખૂબ જ નજીક નાનું આંતરડું આવેલું હોય છે, આ અંતર જેટલું ઓછું એટલું જ ઓપરેશનમાં રિસ્ક રહેતું હોય છે. કોઈ બાળક મેગ્નેટિક મણકા ગળી ગયું હોય આવો તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ પહેલો કિસ્સો સામે આવ્યો હતો. આ પરથી આપણે પણ વિચારી જ શકીયે કે આ ખરેખર કેટલો ગંભીર કિસ્સો ઘણી શકાય કે ડોક્ટર સામે પણ પેહલી જ વાર આવો મામલો આવ્યો આ ઉપરાંત,

બાળકને 10 એપ્રિલથી પેટ ફૂલી જવાની અને ઉલ્ટીની સમસ્યા શરૂ થઈ હતી, જે મુજબ મેગ્નેટિક મણકા આંતરડામાં અલગ અલગ જગ્યાએ ચોંટયા હતા એ જોતા કદાચ બાળકે 10 – 15 દિવસમાં મેગ્નેટિક મણકા ગાળવાની શરૂઆત કરી હશે. એક્સ-રેમાં મણકાની લાઈન જેવું દેખાતું દ્રશ્ય મેગ્નેટના મણકા હશે એવો અમને ખ્યાલ પણ ન હતો. તેમણે કહ્યુ કે, મેગ્નેટના 14 ટુકડા બાળકના આંતરડાંમાં જુદી જુદી જગ્યાએ ચોંટ્યા હતા, જેથી આંતરડાની દીવાલમાં અનેક કાંણા પડયા હતા,

એટલે ઓપરેશન કરીને તમામ ટુકડા એકસાથે જ કાઢવા જરૂરી હતા. ઓપરેશન વખતે 14 મેગ્નેટિક મણકા બહાર કાઢવા માટે બે જગ્યાએ આંતરડા કાપવા પડયા અને એક જગ્યાએ ઓપરેશન કરી ટાંકા લેવા પડ્યા હતા. આ કિસ્સામાં બાળકનો જીવને પણ જોખમ હતું, જો કે સમયસર ઓપરેશન કરવામાં આવતા બાળક હવે સ્વસ્થ છે અને પોતાના ઘરે પરત ફર્યું છે. બાળકના પિતા અને કેટરિંગના વ્યવસાય સાથે જોડાતા પ્રેમજીભાઈએ કહ્યું કે બાળકના પેટમાં સોજો આવતા,

લીલા કલરની ઉલ્ટીઓ શરૂ થઈ હતી, ત્યારબાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બાળક કોઈ મણકા જેવી ચીજ ગળી ગયું હોવાનો ખ્યાલ આવતા અમે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. બાળકની સ્થિતિ અને ઓપરેશનની ગંભીરતાને ધ્યાને કારણે સોલા સિવિલમાંથી બાળકને અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયુ હતું. અસારવા સિવિલમાં ડોક્ટરો દ્વારા એક્સ-રે કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી, હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *